મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી
બખ્તખાન
બખ્તખાન : 1857ના અંગ્રેજો વિરુદ્ધના વિપ્લવમાં ભારતીય ફોજનો સેનાપતિ. મુહમ્મદ બખ્શ ઉર્ફે બખ્તખાન (1797–1859) અવધના સુલ્તાનપુરનો રહેવાસી હતો. તે પિતૃપક્ષે ગુલામકાદર રોહીલાના ખાનદાનનો અને માતૃપક્ષે નવાબ શુજાઉદ્દૌલાના ખાનદાન સાથે સંબંધ ધરાવતો હતો. 1817માં વીસ વર્ષની યુવાન વયે તે આઠમા પાયદળ તોપખાનામાં સૂબેદાર તરીકે ભરતી થયો હતો. બરેલી બ્રિગેડના નામે ઓળખાતા…
વધુ વાંચો >બગદાદ
બગદાદ : મધ્ય પૂર્વના અરબ પ્રજાસત્તાક ઇરાકનું પાટનગર. ઈ. પૂ. 4000ના અરસામાં અહીં લોકો વસતા હતા એવી નોંધ મળે છે. બગદાદનો ભાગ (ત્યારે) પ્રાચીન બેબિલોનિયાનો પ્રદેશ ગણાતો હતો. ઈ. પૂ. સાતમી સદીથી છઠ્ઠી સદી સુધી આ પ્રદેશ પર ઈરાનીઓ, ગ્રીકો અને તે પછીથી રોમનોનો કબજો રહેલો. ઈ. સ. 752 સુધી…
વધુ વાંચો >બર્નિયર, ફ્રાંકવા
બર્નિયર, ફ્રાંકવા (જ. 1620, એંગર્સ, ફ્રાંસ; અ. 1688, પૅરિસ) : ભારત સહિત અનેક દેશોનો (1656–1668) પ્રવાસ ખેડનાર ફ્રેંચ પ્રવાસી. તેણે પોતાનું પ્રવાસપુસ્તક ફ્રેંચ ભાષામાં 1670માં પ્રગટ કર્યું હતું. ફ્રાંકવા બર્નિયરે યુવાવસ્થામાં જર્મની, પોલૅન્ડ, ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડનો પ્રવાસ કર્યો હતો અને 1652માં તબીબની પદવી લઈને તે પૅરિસ પહોંચ્યો હતો. તેણે 1654માં…
વધુ વાંચો >બલાઝુરી
બલાઝુરી (જ. ?, બગદાદ; અ. આશરે 892) : અરબ ઇતિહાસકાર. મૂળ નામ અબુલ હસન એહમદ બિન યહ્યા બિન જાબિર બિન દાઊદ. તેમનાં બે પુસ્તકો : (1) ‘ફતવહલ બુલ્દાન’ અને (2) ‘અન્સાબુલ અશરાફ’ ભૂગોળ તથા ઇતિહાસના સંદર્ભમાં આધારભૂત ગ્રંથો ગણાય છે. મોટાભાગનું જીવન તેમણે બગદાદમાં વિતાવ્યું હતું. તેમના દાદા મિસરમાં અલ-ખસીબની…
વધુ વાંચો >બલ્ખી, શમ્સુદ્દીન મોહંમદ
બલ્ખી, શમ્સુદ્દીન મોહંમદ (ઈ. સ.નો તેરમો સૈકો) : હિન્દુસ્તાનના ફારસી કવિ. દિલ્હીના ગુલામવંશના સુલતાન શમ્સુદ્દીન ઇલતૂતમિશ(1210–1236)ના જમાઈ. મુલ્તાનના ગવર્નર તથા પાછળથી સ્વતંત્ર શાસક બનેલા નાસિરુદ્દીન કુબાચા(1206–1228)ના દરબારમાં કવિઓ, વિદ્વાનો તથા સૂફી સંતોને ઘણું માનભર્યું સ્થાન હતું. તેઓમાંના એક તે શમ્સુદ્દીન મોહંમદ. તેમણે ફારસી ભાષામાં સુલતાન નાસિરુદ્દીન કુબાચા અને તેના વજીર…
વધુ વાંચો >બાઝિલ, રફીઅખાન
બાઝિલ, રફીઅખાન (જ. શાહજહાનાબાદ, દિલ્હી; આશરે 1711; અ.–) : હિન્દમાં મુઘલ કાળના સમાપ્તિસમયના ફારસી કવિ તથા રાજપુરુષ. તેમના પૂર્વજો ઈરાનના મશહદ શહેરના મૂળ વતની હતા. તેમના પૂર્વજોમાં શેખ સ દી શીરાઝીના મુરબ્બી ખ્વાજા શમ્સુદ્દીન સાહિબે દીવાન જેવી નામાંકિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તેમના પિતા મીરજા મહમૂદ અને કાકા મીરજા તાહિર…
વધુ વાંચો >બાતિની (બાતિનિયા)
બાતિની (બાતિનિયા) : શિયાપંથી મુસ્લિમોમાંથી ‘ઇસ્માઇલીઓ’ કહેવાતો એક સમૂહ. બાતિની અરબી ભાષાનો શબ્દ છે; તે ‘બાતિન’ ઉપરથી બન્યો છે. તેનો અર્થ આત્મા થાય છે. કેટલાક ઇસ્માઇલી શિયાઓ પવિત્ર કુરાન તથા પયગંબર સાહેબનાં પવિત્ર વચનો(હદીસ)ના આંતરિક અર્થ ઉપર ભાર મૂકતા હતા તેથી તેઓ ‘બાતિની’ કહેવાયા. જે વ્યક્તિ કુરાન તથા હદીસના બાહ્ય…
વધુ વાંચો >બારા માસા (ઉર્દૂ)
બારા માસા (ઉર્દૂ) : એક કાવ્યપ્રકાર. તેમાં સ્ત્રીના વિરહના દર્દમય અનુભવો તથા તેની લાગણીઓ માસવાર બદલાતી ઋતુ અનુસાર વર્ણવવામાં આવે છે. આ પ્રકારનાં ગીતોમાં વર્ષના બારે માસનાં દુખ-દર્દોની રજૂઆત થાય છે, તેથી તેનું નામ બારા માસા પડ્યું છે. બારા માસા પ્રકારનું ગીત ઉર્દૂ ઉપરાંત પંજાબી, હરયાનવી, વ્રજભાષા, અવધી, મૈથિલી, માલવી,…
વધુ વાંચો >બિલગ્રામી, અબ્દુલજલીલ
બિલગ્રામી, અબ્દુલજલીલ (જ. 10 નવેમ્બર 1660, બિલગ્રામ; અ. 1725, દિલ્હી ) : અરબી વિદ્વાન. તેઓ મોગલ સમ્રાટ ઔરંગઝેબ તથા ફર્રુખસિયરના સમયમાં જુદા જુદા ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર રહ્યા હતા. તેમણે અરબી, ફારસી ઉપરાંત તુર્કી અને હિન્દી ભાષામાં પણ કાવ્યો લખ્યાં હતાં. તેમણે બિલગ્રામ તથા લખનૌમાં તે સમયના પ્રથમ કક્ષાના શિક્ષકો…
વધુ વાંચો >બુખારા
બુખારા : મધ્ય એશિયામાં ઉઝબેકિસ્તાન ગણરાજ્યનું મહત્વનું શહેર અને મધ્યયુગની ઇસ્લામી સભ્યતા તથા સંસ્કૃતિનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 39° 50´ ઉ. અ. અને 64° 20´ પૂ. રે. તે અફઘાન સરહદથી 440 કિમી. અને સમરકંદથી પશ્ચિમે 225 કિમી. અંતરે આવેલું છે. ઉઝબેક જાતિના તુર્કમાન લોકોની ભૂમિમાં ઝરઅફશાન નામની નદીના કાંઠે વસેલા…
વધુ વાંચો >