મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

ફાતિમા

ફાતિમા (જ. ઈ. સ. 605/611; અ. 632) : ઇસ્લામના પયગંબર મુહમ્મદ (સ.અ.વ.) અને તેમનાં પ્રથમ પત્ની હજરત ખદીજા(રદિ.)ની 4 દીકરીઓમાંની એક દીકરી. હજરત ફાતિમાની અન્ય 3 બહેનો તે હજરત ઝૈનબ; હ. રૂકય્યા; અને હ. ઉમ્મે કુલસૂમ હતી. તેઓ પયગંબર સાહેબનાં સૌથી વધુ પ્રિય પુત્રી હતાં. માત્ર હ. ફાતિમાની ઓલાદ દ્વારા…

વધુ વાંચો >

ફારયાબી, ઝહીર

ફારયાબી, ઝહીર (જ. – ફારયાબ, બલ્ખ શહેર, મધ્ય એશિયા; અ. 1221–22) : ફારસી કવિ. આખું નામ અબુલ ફઝલ તાહિર બિન મોહમ્મદ ઝહીરુદ્દીન ફારયાબી. તેઓ ફારસી અને અરબી ભાષા તથા તત્વજ્ઞાન અને ધર્મજ્ઞાનમાં નિપુણ હતા. તેમના કસીદા(પ્રશંસા)-કાવ્યોને લઈને ફારસીના પ્રશિષ્ટ કવિઓમાં તેઓ અગત્યનું સ્થાન ધરાવે છે. ઝહીર ફારયાબીની પ્રકૃતિ કવિની હતી.…

વધુ વાંચો >

ફારસી ભાષા અને સાહિત્ય

ફારસી ભાષા અને સાહિત્ય મૂળ ઈરાન (Persia) દેશની ભાષા તે ફારસી. તેનો ફેલાવો પશ્ચિમમાં તુર્કીથી લઈને પૂર્વમાં ચીનની સરહદ સુધીના મધ્ય એશિયાના દેશોમાં થયો છે. ભારતીય ઉપખંડમાં પણ તે પ્રસાર પામી છે. ભારતીય ઉપખંડની વાયવ્યે આવેલા ઈરાન દેશમાં આર્યોની સંસ્કૃતિ વિકાસ પામી  હતી અને તે પ્રદેશમાં ઇન્ડો-ઈરાનિયન કુળની ભાષાનો ઉદભવ…

વધુ વાંચો >

ફારાબી

ફારાબી (જ. 870; અ. 950) : ઍરિસ્ટોટલ અને પ્લેટો પછીનો વિશ્વનો સૌથી મહાન તત્વજ્ઞાની. તેનું પૂરું નામ અબૂ નસ્ર મુહમ્મદ બિન મુહમ્મદ બિન તરખાન ઇબ્ન ઉઝલુગ હતું. તે આજના તુર્કીના ફારાબ જિલ્લામાં જન્મ્યો હતો, તેથી અલ-ફારાબીના નામે ઓળખાય છે. પાશ્ચાત્ય દેશોમાં તેના નામનું લૅટિન સ્વરૂપ al-pharabius પ્રચલિત છે. ચિંતન અને…

વધુ વાંચો >

ફારિદ, ઉમર ઇબ્ન

ફારિદ, ઉમર ઇબ્ન (જ. કેરો) : મધ્યયુગના સૂફી અને અરબી ભાષાના ઉચ્ચ કક્ષાના કવિ. તેમનું પૂરું નામ ઉમર બિન અલી અલ-મિસરી ઉર્ફે ઇબ્ન ફારિદ. તેમના પિતા ફારિદ અર્થાત્ નૉટરી હતા અને તેમનું કામ લોકોના વારસા(ની મિલકતો) જે અરબીમાં ફરાઇદ કહેવાય છે તે વહેંચવાનું હતું. આમ ઉમર બિન અલીનું નામ ‘ઇબ્ન…

વધુ વાંચો >

ફારૂકી, ખ્વાજા અહમદ

ફારૂકી, ખ્વાજા અહમદ (જ. 30 ઑક્ટોબર 1917, બછરાયૂં, જિ. મુરાદાબાદ, ઉ.પ્ર.) : ઉર્દૂના વિદ્વાન અધ્યાપક તથા વિવેચક. પિતાનું નામ મૌલવી હસન અહમદ હતું. તેમણે ઉર્દૂ તથા ફારસી બંનેમાં એમ.એ.ની ડિગ્રી તથા ઉર્દૂમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેમણે જીવનપર્યંત દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂના અધ્યાપક તથા વિભાગાધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. ખ્વાજા અહમદ…

વધુ વાંચો >

ફારૂકી, ઝહીરુદ્દીન

ફારૂકી, ઝહીરુદ્દીન : ઔરંગઝેબના સમયના ઇતિહાસકાર. ઝહીરુદ્દીન તેમના ફારૂકી અંગ્રેજી પુસ્તક ‘Aurangzeb and His Times’ને કારણે દેશવ્યાપી ખ્યાતિ પામ્યા છે. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્નાતક અને બૅરિસ્ટર ઍટ લૉ હતા. તેમણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીર તથા તેના સમયના હિન્દુસ્તાનના ઇતિહાસના અભ્યાસને નવો ર્દષ્ટિકોણ આપ્યો છે. એક તરફ તેમણે જમીનની આનાવારી…

વધુ વાંચો >

ફિગાની શીરાઝી

ફિગાની શીરાઝી (જ. પંદરમી સદી; અ. 1519, મશહદ) : પંદરમા સૈકામાં થઈ ગયેલા ફારસીના નવી શૈલીના પ્રવર્તક કવિ. તેઓ ઈરાન ઉપરાંત ભારતમાં પણ લોકપ્રિય બન્યા હતા. તેમનું વતન શીરાઝ હતું. તેમણે કવિ તરીકેની કારકિર્દીની શરૂઆત આજના અફઘાનિસ્તાનના શહેર અને તૈમૂરી વંશના શાસકોના પાટનગર હિરાતમાં કરી હતી. તે સમયે ઈરાનમાં રૂઢિચુસ્ત…

વધુ વાંચો >

ફિદા, અબુલ

ફિદા, અબુલ (અબુલ ફિદા ઇમામુદ્દીન) (જ. 1273; અ. 1331) : મધ્યયુગના વિખ્યાત ભૂગોળશાસ્ત્રી તથા ઇતિહાસકાર. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં મમ્લૂક (ગુલામ) વંશના સુલતાનોના એક દરબારી તરીકે કામ કર્યું હતું. મધ્યપૂર્વના પ્રખ્યાત સુલતાન સલાહુદ્દીન અય્યૂબીના વંશજ અબુલ ફિદા 1331માં હમાતના સ્વતંત્ર રાજવી પણ બન્યા હતા. તેઓ પોતે વિદ્વાન હતા અને કવિઓ…

વધુ વાંચો >

ફિરાસ-અબૂલ (‘અબૂલ ફિરાસ’)

ફિરાસ-અબૂલ (‘અબૂલ ફિરાસ’) (જ. 932) : અરબી ભાષાના ખ્યાતનામ કવિ. પૂરું નામ અલ-હારિસ બિન અલી અલ-આલા સઈદ બિન હમ્દાન અલ-તઘલિબી અલ-હમ્દાની છે. તેઓ ઇરાકના તઘલિબી વંશના નબીરા હતા. તેઓ નાની વયે મન્બિજ તથા હર્રાનના ગવર્નર બન્યા હતા. તેમણે ભરયુવાનીમાં બાઇઝૅન્ટાઇન રાજ્ય વિરુદ્ધની લડાઈઓમાં ભાગ લીધો હતો અને કૉન્સ્ટન્ટિનૉપલ શહેરમાં રોમનોની…

વધુ વાંચો >