મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

શયતાન/સેતાન

શયતાન/સેતાન : અલ્લાનો વિરોધ કરનારું તત્વ. ‘શયતાન’ અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ‘દુષ્ટ’ થાય છે. ઇસ્લામી વિચારસરણીમાં શયતાન એક એવો જીન હતો જે બીજા બધા જીનો(ફિરસ્તાઓ)નો શિક્ષક હતો. કુરાનમાં જણાવ્યા પ્રમાણે જ્યારે અલ્લાએ મનુષ્ય-(આદમ)નું સર્જન કર્યું ત્યારે બધા જીનોને આજ્ઞા આપી કે તેઓ મનુષ્યને નમન કરે; પરંતુ શયતાને જવાબ…

વધુ વાંચો >

શરિયત

શરિયત : ઇસ્લામ ધર્મ મુજબની જીવનપદ્ધતિના નિયમોનું લખાણ. ઇસ્લામ ધર્મમાં દીન અથવા ઇસ્લામી જીવનપદ્ધતિને શરિયત કહેવામાં આવે છે, જે અલ્લાએ પોતાના બંદાઓ માટે નક્કી કરી હોય અને જેનો અમલ કરવા માટે હુકમ કર્યો હોય. દા.ત., નમાઝ, રોઝા, હજ, જકાત તથા અન્ય ધાર્મિક કાર્યો. શરિયત એવો રસ્તો છે જેની ઉપર પયગંબરસાહેબે…

વધુ વાંચો >

શહીદ

શહીદ : મૂળમાં ઇસ્લામ ધર્મનો એક ખ્યાલ. શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર. અરબી ભાષાના શબ્દ ‘શહીદ’નો મૂળ અર્થ ‘સાક્ષી આપનાર’ થાય છે. આમાંથી બનેલ શબ્દ ‘શાહેદ’ અથવા ‘સાહેદ’ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વપરાતો જોઈએ છીએ. પવિત્ર કુરાનમાં ‘શહીદ’ તથા તેનું બહુવચન ‘શોહદા’, ઘણી આયતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં…

વધુ વાંચો >

શાહ, અબ્દુર્રહીમ દેહલવી

શાહ, અબ્દુર્રહીમ દેહલવી (જ. 1645, દિલ્હી; અ. 1718) : ફારસીના પ્રખર સૂફી વિદ્વાન. તેમના વડવાઓ અરબ હતા અને ઈરાન થઈને હિંદુસ્તાનમાં આવી વસેલા. તેમના ખાનદાનમાં કેટલીય પેઢીઓ સુધી કાજીનો પરંપરાગત વ્યવસાય હતો. પછીના વંશજો સૈન્યમાં જોડાયેલા. શાહના પિતા શેખ વજીહુદ્દીન એક બહાદુર સૂફી હતા અને ડાકુઓ સાથેની ઝપાઝપીમાં શહીદ થયેલા.…

વધુ વાંચો >

શિયા

શિયા : ઇસ્લામ ધર્મનો સંપ્રદાય. મુસલમાનોમાં એક પેટાવિભાગ (ફિરકો) શિયા નામથી ઓળખાય છે અને શિયા ફિરકાના પણ બીજા અનેક પેટાવિભાગો છે. આ પેટાવિભાગોમાં બાર ઇમામોને માનનારો ઇસ્ના અશરિયા ફિરકો સૌથી મોટો છે. બીજો મહત્વનો પેટાવિભાગ ઇસ્માઇલી શિયાઓનો છે જે સાત ઇમામોને માને છે. અરબી ભાષામાં ‘શિયા’નો અર્થ ‘ટેકેદાર’, ‘પક્ષકાર’ (supporter)…

વધુ વાંચો >

શિહાબુદ્દીન જમાલુદ્દીન મેહમરા (તેરમું શતક)

શિહાબુદ્દીન જમાલુદ્દીન મેહમરા (તેરમું શતક) : પહેલા હિંદુસ્તાની ફારસી કવિ. તેઓ બદાયૂનના રહેવાસી હતા. તેમના વડવાઓ અરબસ્તાનના પવિત્ર શહેર મક્કા પાસેના મેહમરા કસ્બાથી હિજરત કરીને હિંદુસ્તાનમાં બદાયૂન શહેરમાં સ્થિર થયેલા. તે ઉચ્ચ કોટિના કવિ અને વિદ્વાન હતા. તેઓ દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્રના પારંગત હતા. તેમનાં કાવ્યો લોકપ્રિય બનેલાં; પરંતુ તેનો…

વધુ વાંચો >

શીરાઝી, મીર ફતહુલ્લાહ

શીરાઝી, મીર ફતહુલ્લાહ (અ. 1588, કાશ્મીર) : સોળમા શતકના ભારતના એક વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા ધર્મપુરુષ, રાજપુરુષ, વૈજ્ઞાનિક તથા લેખક. તેમણે મુઘલ શહેનશાહ અકબર તથા તેના મહાન દરબારીઓ અબુલફઝલ, ટોડરમલ જેવાને પોતાની બુદ્ધિ તથા પોતાના વ્યક્તિત્વથી ઘણા પ્રભાવિત કર્યા હતા અને તેમણે એક વખત નવરોઝના તહેવાર નિમિત્તે અકબરી દરબારમાં વૈજ્ઞાનિક પ્રદર્શન…

વધુ વાંચો >

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી : (જ. 1480, બુરહાનપુર; અ. 1567) હિંદુસ્તાનના ઉચ્ચ કક્ષાના હદીસ તફસીરના જાણકાર અને સૂફી સંત. 1527માં તેઓ ગુજરાતમાં આવ્યા અને સાત વર્ષ રોકાયા હતા. તેઓ લોકોને હદીસશાસ્ત્રનું શિક્ષણ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. તેથી ગુજરાતના સુલતાનો બહાદુરશાહ તથા મેહમૂદ ત્રીજા તરફથી ઘણું સન્માન પામ્યા હતા. તેમના  શિષ્યોમાં…

વધુ વાંચો >

શેખ, ઇબ્ન અરબી

શેખ, ઇબ્ન અરબી (જ. 1165, મુરસિયહ, સ્પેન; અ. 1240, દમાસ્કસ) : ઇસ્લામ અને ગ્રીકશાસ્ત્રના વિદ્વાન અને અરબી કવિ. તેઓ અબૂ બક્ર મુહિયુદ્દીન મુહમ્મદ ઇબ્ન અલી, ઇબ્ન અલ-અરબી અથવા ઇબ્ન અરબીના નામે ઓળખાતા હતા. 8 વર્ષની વયે તેમણે સ્પેનના ઇસ્લામી વિદ્યાના તત્કાલીન સૌથી મોટા કેન્દ્ર ઇશબિલિયામાં 30 વર્ષ સુધી ઇસ્લામી અને…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >