મુગટલાલ પોપટલાલ બાવીસી
હર્ષગુપ્ત
હર્ષગુપ્ત : ઉત્તરકાલીન ગુપ્તવંશનો ઈસુની છઠ્ઠી સદીમાં થયેલો રાજા. મગધમાં ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો અંત ઈ. સ. 550ના અરસામાં આવ્યો એ પછી ત્યાં અન્ય એક ગુપ્તકુલની સત્તા સ્થપાઈ હતી. આ અન્ય ગુપ્તકુલના રાજાઓ ‘ઉત્તરકાલીન ગુપ્તો (Later Guptas) તરીકે ઓળખાય છે. બિહારના ગયા શહેર પાસેના અફસદ ગામમાંથી મળેલા એક અભિલેખમાં આ ઉત્તરકાલીન…
વધુ વાંચો >હિટલર ઍડૉલ્ફ
હિટલર, ઍડૉલ્ફ (જ. 20 એપ્રિલ 1887, બ્રોનો, ઑસ્ટ્રિયા; અ. 30 એપ્રિલ 1945, બર્લિન, જર્મની) : જર્મનીનો આપખુદ અને યુદ્ધખોર સરમુખત્યાર. એણે જર્મનીને પ્રગતિની ટોચ પર લઈ જઈને પછી પતનની ઊંડી ખીણમાં ફેંકી દીધું. જગતના મોટા સરમુખત્યાર લડાયક શાસકોમાં ઍડૉલ્ફ હિટલરની ગણના થાય છે. એ ધૂની, ઘમંડી અને સત્તાનો શોખીન હતો.…
વધુ વાંચો >હિટ્ટાઇટ
હિટ્ટાઇટ : પ્રાચીન એશિયા માઇનોર અથવા અત્યારના તુર્કસ્તાનમાં આવીને સૌપ્રથમ વસવાટ કરનાર લોકો. તેઓ બળવાન અને સુધરેલા હતા. તેઓ ઈ. પૂ. 2000ની આસપાસ તુર્કસ્તાનમાં આવ્યા અને ઈ. પૂ. 1900ની આસપાસ એમણે ત્યાં સત્તા જમાવવાની શરૂઆત કરી. હિટ્ટાઇટોએ સ્થાનિક લોકોને જીતીને અનેક નગરરાજ્યો સ્થાપ્યાં, જેમાં સૌથી વધારે મહત્વનું રાજ્ય હટ્ટુસસ (Hattusas)…
વધુ વાંચો >હિંદનું વિભાજન
હિંદનું વિભાજન : સ્વાતંત્ર્યપ્રાપ્તિ વખતે 1947માં કરવામાં આવેલ દેશનું ભારત તથા પાકિસ્તાન રૂપે વિભાજન. ઈ. સ. 1935ના હિંદ સરકારના કાયદાથી હિંદના પ્રાંતોને સ્વાયત્તતા આપવામાં આવી. 1937માં ચૂંટણીઓ થઈ તેમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાને બહુમતી મળી અને આઠ પ્રાંતોમાં એનાં પ્રધાનમંડળો રચાયાં, જ્યારે મુસ્લિમ લીગના બહુ થોડા સભ્યો ચૂંટાયા અને એક પણ…
વધુ વાંચો >હીરોડોટસ
હીરોડોટસ (જ. ઈ. પૂ. 484 ?, હેલિકારનેસસ, એશિયા માઇનોર; અ. ઈ. પૂ. 430-420, થુરિયા, દક્ષિણ ઇટાલી) : ગ્રીસનો પ્રથમ ઇતિહાસકાર. રોમન વક્તા સિસેરોએ તેને ‘ઇતિહાસના પિતા’ તરીકે ઓળખાવ્યો છે. એણે એના સમય સુધીનો ગ્રીસનો અને વિશ્વનો ઇતિહાસ સુંદર શૈલીમાં ગ્રીક ભાષામાં આલેખ્યો હતો. એ સમયે સાહિત્યની લગભગ બધી જ રચનાઓ…
વધુ વાંચો >હુઈ સુંગ
હુઈ સુંગ : પ્રાચીન ચીનનો સમ્રાટ. સુંગ વંશે ઉત્તર ચીનમાં ઈ. સ. 960થી 1127 સુધી શાસન કર્યું. તેમાં હુઈ સુંગનો શાસનકાળ સને 1100થી 1125-26 સુધી હતો. એ ચિત્રકાર અને કલાનો ચાહક હતો, પણ સારો વહીવટકર્તા બની શક્યો નહિ. એણે સરકારી શાળાઓને ઉદારતાથી નાણાકીય મદદ કરી; પરંતુ સરકારી અધિકારીઓએ એનો દુરુપયોગ…
વધુ વાંચો >હુરિયન લોકો
હુરિયન લોકો : મધ્યપૂર્વના દેશોના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ઈ. પૂ. 2જી સહસ્રાબ્દીમાં મહત્વનો ભાગ ભજવનાર લોકો. ઈ. પૂ. 3જી સહસ્રાબ્દીમાં એટલે કે ઈ. પૂ. 3000થી 2000ના સમયગાળામાં હુરિયન લોકોએ અત્યારે જે આરબ દેશો તરીકે ઓળખાય છે એ પશ્ચિમ એશિયા અથવા મધ્યપૂર્વના દેશો પર આક્રમણ કરી ત્યાં પ્રવેશ કર્યો હતો. એ…
વધુ વાંચો >હેનીબાલ
હેનીબાલ (જ. ઈ. પૂ. 247, કાર્થેજ, ઉત્તર આફ્રિકા; અ. ઈ. પૂ. 183, લિબિસા, બિથિનિયા) : ઉત્તર આફ્રિકામાં કાર્થેજનો સેનાપતિ અને મુત્સદ્દી. પ્રાચીન સમયમાં કાર્થેજ વ્યાપારી અને સમૃદ્ધ નગર હતું. પ્રાચીન જગતના મહાન શક્તિશાળી સેનાપતિઓમાં હેનીબાલની ગણતરી થાય છે. એણે અનેક યુદ્ધોમાં વિજયો મેળવ્યા હતા. વિવિધ જાતિઓના લોકોનું એણે પોતાની સત્તા…
વધુ વાંચો >હૉબહાઉસ જ્હૉન સર (બ્રાઉટન ડી ગીફોર્ડ)
હૉબહાઉસ, જ્હૉન સર (બ્રાઉટન ડી ગીફોર્ડ) (જ. 27 જૂન 1786, રેડલૅન્ડ, ગ્લાઉસેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ; અ. 3 જૂન 1869, લંડન) : બ્રિટિશ રાજપુરુષ અને બૉર્ડ ઑવ્ કન્ટ્રોલ ફૉર ઇન્ડિયાનો પ્રમુખ. તેણે બ્રિસ્ટલ, વેસ્ટમિન્સ્ટર અને ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં શિક્ષણ લીધું હતું. તે બાયરનનો મિત્ર હતો અને તેની સાથે યુરોપના દેશોનો પ્રવાસ કર્યો હતો.…
વધુ વાંચો >હોલકર સરદારો
હોલકર સરદારો : હોલકર કુળના સરદારો તથા ઇન્દોરના શાસકો. ઈસુની 18મી સદી દરમિયાન મરાઠી પેશ્વાના ચાર મુખ્ય સરદારો હતા – હોલકર, સિંધિયા, ભોંસલે અને ગાયકવાડ. હોલકર પરિવારના મૂળ પુરુષો ભરવાડ જ્ઞાતિના હતા અને ગુજરાન માટે વિવિધ સ્થળોએ વસવાટ કરતા હતા. હોલકર પરિવારના પ્રથમ મુખ્ય પુરુષ મલ્હારરાવ હોલકર હતા. પુણે નજીકના…
વધુ વાંચો >