મુગટલાલ પોપટલાલ બાવીસી

સિદ્દીકી ઇખ્તિયારખાન

સિદ્દીકી, ઇખ્તિયારખાન : ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1527-1536)ના મુખ્ય અમીરોમાંનો એક. સુલતાન બહાદુરશાહે ચિતોડ જીત્યા પછી ઈ. સ. 1535માં એને મુઘલ સમ્રાટ હુમાયૂં સાથે મંદસોર પાસે જે લડાઈ થઈ એમાં બહાદુરશાહનો પરાજય થયો. તેથી તે માંડુથી કેટલાંક સ્થળોએ જઈને ચાંપાનેર આવ્યો. હુમાયૂં પણ તેનો પીછો કરતો ચાંપાનેર સુધી આવ્યો. એટલે બહાદુરશાહે ચાંપાનેરના…

વધુ વાંચો >

સિયુકી

સિયુકી : પ્રાચીન ભારતના સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાલ (ઈ. સ. 606થી 647) દરમિયાન ચીની યાત્રી હ્યુ-એન-સંગે ભારતની મુલાકાત લઈને લખેલું, તેના પ્રવાસનું વર્ણન કરતું પુસ્તક. હ્યુ-એન-સંગનું આ પુસ્તક ઘણું અગત્યનું છે. ‘સિયુકી’માંથી સમ્રાટ હર્ષના સમયના ભારતની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક સ્થિતિની વિસ્તૃત તથા આધારભૂત માહિતી મળે છે. હ્યુ-એન-સંગનો જન્મ ચીનના…

વધુ વાંચો >

સુદાસ

સુદાસ : ઋગ્વેદના સમયમાં ભરતો તરીકે ઓળખાતા લોકોનો રાજા. એ સમયે ભરતોનો વસવાટ સરસ્વતી અને યમુના નદી વચ્ચેના પ્રદેશમાં હતો. સંસ્કૃત ભાષાના સૌથી પ્રાચીન ગ્રંથ ‘ઋગ્વેદ’માં ‘દાશરાજ્ઞ વિગ્રહ’નો ઉલ્લેખ અને વર્ણન આવે છે. આ ‘દાશરાજ્ઞ વિગ્રહ’ એક તરફ ભરતોના તૃત્સુ પરિવારના રાજા સુદાસ અને બીજી તરફ દશ રાજાઓના સંયુક્ત લશ્કર…

વધુ વાંચો >

સૂરત

સૂરત : દક્ષિણ ગુજરાતમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 200 47’થી 210 34′ ઉ. અ. અને 720 21’થી 740 20′ પૂ. રે. વચ્ચેનો 7,657 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો રાજ્યના કુલ ભૂમિભાગનો 3.95 % વિસ્તાર રોકે છે. તેની ઉત્તરે…

વધુ વાંચો >

સૅક્સન સમ્રાટો

સૅક્સન સમ્રાટો : સૅક્સન નામની જાતિના ઇંગ્લૅન્ડના સમ્રાટો. સૅક્સન સમ્રાટોએ ઇંગ્લૅન્ડમાં ઈસુની 9મીથી 11મી સદી સુધી રાજ્ય કર્યું હતું. ઈસુની પાંચમી-છઠ્ઠી સદી દરમિયાન આંગ્લ, જયૂટ અને સૅક્સન નામની જર્મન જાતિઓ બ્રિટનમાં આવીને વસી હતી. એમાંની સૅક્સન જાતિ ડેનમાર્કના દક્ષિણ ભાગમાં આવેલા સૅક્સની નામના પરગણાની મૂળ વતની હતી. એ સૅક્સની અત્યારે…

વધુ વાંચો >

સેન વંશ

સેન વંશ : બંગાળનો એક અગત્યનો રાજવંશ. આ વંશના રાજાઓ પોતાને કર્ણાટ-ક્ષત્રિય, બ્રહ્મ-ક્ષત્રિય અને ક્ષત્રિય તરીકે ઓળખાવતા હતા. તેમનો મૂળ પુરુષ વીરસેન અને એના વંશજો દક્ષિણાપથના રાજાઓ હતા. એમનું મૂળ વતન દક્ષિણના કન્નડ ભાષા બોલતા પ્રદેશમાં હતું. ધારવાડ જિલ્લામાં ‘સેન’ અટકવાળો જૈન ધાર્મિક શિક્ષકોનો એક પરિવાર હતો. એને બંગાળના આ…

વધુ વાંચો >

સેનાજિત

સેનાજિત : પ્રાચીન મગધના બાર્હદ્રથ રાજવંશનો એક નોંધપાત્ર અને શક્તિશાળી રાજા. મહાભારતના યુદ્ધ વખતે મગધમાં બાર્હદ્રથ રાજવંશ રાજ્ય કરતો હતો. આ વંશનો પહેલો રાજા જરાસંધ હતો. એના અવસાન પછી એનો પુત્ર સહદેવ રાજા બન્યો, જે પાંડવોના પક્ષે લડતાં મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યો. સહદેવ પછી એનો પુત્ર સોમાધિ રાજગાદીનો વારસ બન્યો.…

વધુ વાંચો >

સેમ્નાઇટ યુદ્ધો

સેમ્નાઇટ યુદ્ધો : રોમનો અને સેમ્નાઇટો વચ્ચે થયેલાં ત્રણ યુદ્ધો. સેમ્નાઇટ નામની લડાયક જાતિના લોકો દક્ષિણ ઇટાલીના પર્વતીય પ્રદેશમાં રહેતા હતા. એ લોકો ઓસ્કન ભાષા બોલતા હતા. સેમ્નાઇટ લોકો હિરપીમ, કૉડિની, કેરેસન્ટ અને પેન્ટ્રી નામના ચાર પ્રાદેશિક વિભાગોમાં રહેતા હતા. આ વિભાગોની સંયુક્ત ધારાસભા ન હતી; પરંતુ યુદ્ધસમયે તેઓ એમનો…

વધુ વાંચો >

સેલુક વંશ

સેલુક વંશ : સિકંદરના સેનાપતિ સેલ્યુકસે સ્થાપેલો વંશ. ગ્રીસના વિજેતા મહાન સિકંદરનું ઈ. પૂ. 323માં બૅબિલોનમાં અવસાન થયા પછી તેના વિશાળ સામ્રાજ્યના ભાગલા પડ્યા હતા. એ ભાગલા પછી એના એશિયાના પ્રદેશોનો સ્વામી સેલ્યુકસ નામનો એનો સેનાપતિ બન્યો હતો, જે ‘સેલુક’ તરીકે અને એનો વંશ ‘સેલુક વંશ’ તરીકે ઓળખાય છે. સેલુકના…

વધુ વાંચો >

સેવેલ રૉબર્ટ

સેવેલ, રૉબર્ટ (જ. ? ; અ. આશરે 1927) : ભારતના ઇતિહાસ વિશેના સંશોધક અને લેખક. સેવેલ મદ્રાસ (ચેન્નાઈ) પ્રાંતની સિવિલ સર્વિસના અંગ્રેજ અધિકારી હતા. એ ઉપરાંત તેઓ રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ્ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયર્લૅન્ડના સભ્ય તથા એશિયાટિક સોસાયટી ઑવ્ બૅન્ગાલના સભ્ય હતા. આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના ચેન્નાઈ પ્રાંતના મુખ્ય…

વધુ વાંચો >