મુગટલાલ પોપટલાલ બાવીસી

મેઝિની, જૉસેફ

મેઝિની, જૉસેફ (જ. 22 જૂન 1805, જિનીવા, ઇટાલી; અ. 10 માર્ચ 1872, પીસા) : ઇટાલીનો મહાન ક્રાંતિકારી, દેશભક્ત અને આદર્શવાદી નેતા. ઇટાલીની એકતા સિદ્ધ કરવામાં એનો મહત્વનો ફાળો હતો. એનો જન્મ તબીબ-પરિવારમાં થયો હતો. એ અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવતો હતો. સાહિત્યમાં રસ હોવાથી 15 વર્ષની વયમાં એણે યુરોપના મોટા સાહિત્યકારોની કૃતિઓ…

વધુ વાંચો >

મેટરનિક ક્લેમેન્સ

મેટરનિક ક્લેમેન્સ (જ. 15 મે 1773, કૉબ્લેન્ઝ, જર્મની; અ. 11 જૂન 1859, વિયેના, ઑસ્ટ્રિયા) : ઓગણીસમી સદીના યુરોપનો મહાન મુત્સદ્દી અને વિચક્ષણ રાજપુરુષ. ઈ. સ. 1809થી 1848 સુધી એણે ઑસ્ટ્રિયાના વિદેશ પ્રધાન તરીકે કામ કર્યું હતું. ઑસ્ટ્રિયાના રાજાએ એને 1813માં ‘પ્રિન્સ’નો ઇલકાબ અને 1821માં ‘ચાન્સેલર’- (વડાપ્રધાન)નો હોદ્દો આપ્યો હતો. 1815થી…

વધુ વાંચો >

મેડતા

મેડતા : મારવાડનું એક અગત્યનું રાજ્ય. મુઘલ યુગ દરમિયાન એનું મહત્વ વધ્યું હતું. એનો કિલ્લો ઘણો મજબૂત હતો. મારવાડનું પાટનગર જોધપુર અને મેવાડનું પાટનગર ચિત્તોડ હતું. મારવાડના રાજા જોધાના પુત્ર દુદાએ મેડતામાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. સલ્તનતયુગ દરમિયાન અજમેરના મુસ્લિમ ગવર્નર સુજાએ ઈ. સ. 1491માં મેડતા ઉપર આક્રમણ કર્યું…

વધુ વાંચો >

મેન્શિયસ

મેન્શિયસ (જ. આશરે ઈ. સ. પૂ. 390, ઝોઉ, શાન્ટુંગ પ્રાંત; અ. ઈ. સ. પૂ. 305, ઝોઉ) : ચીનનો મોટો ફિલસૂફ. એનાં જન્મ અને અવસાનની નિશ્ચિત તારીખ મળતી નથી. પરંતુ ઈ. સ. પૂ. 390થી 305 દરમિયાન એ જીવિત હોવાનો સંભવ છે. ચીનમાં કન્ફ્યૂશિયસવાદની વિચારસરણીને પ્રચલિત કરવામાં તેનું સૌથી મોટું પ્રદાન હતું…

વધુ વાંચો >

મેર, ગોલ્ડા

મેર, ગોલ્ડા (જ. 3 મે 1898, કીવ, યુક્રેન; અ. 8 ડિસેમ્બર 1978) : ઈ. સ. 1969થી 1974 સુધી ઇઝરાયલનાં વડાંપ્રધાન. તેમનો જન્મ સોવિયેત સંઘના એક ગરીબ યહૂદી કુટુંબમાં થયો હતો. 1906માં એમણે યુ.એસ. જઈને ત્યાંના વિસ્કૉન્સિન રાજ્યના મિલવાકી શહેરમાં વસવાટ કર્યો. ત્યાં થોડો સમય એમણે શાળામાં શિક્ષિકા તરીકે કામ કર્યું.…

વધુ વાંચો >

મૅરી–1

મૅરી–1 (જ. 18 ફેબ્રુઆરી 1516, ગ્રિનિચ, લંડન; અ. 17 નવેમ્બર 1558, લંડન) : ઈ. સ. 1553થી 1558 સુધી ઇંગ્લૅન્ડ ઉપર રાજ્ય કરનાર પ્રથમ રાણી. એ ઇંગ્લૅન્ડના ટ્યૂડર વંશના પ્રસિદ્ધ રાજવી હેન્રી–8 અને ઍરેગોનની સ્પૅનિશ રાજકુમારી કૅથેરિનની પુત્રી હતી. એના ભાઈ એડ્વર્ડ–6ના અવસાન પછી લેડી જેન ગ્રેને ઇંગ્લૅન્ડની રાણી બનાવવામાં આવી…

વધુ વાંચો >

મૅરેથૉન

મૅરેથૉન : ગ્રીસના સાગરકાંઠે ઍથેન્સથી ઈશાનમાં 40 કિલોમીટર દૂર આવેલું મોટું મેદાન. ત્યાં ગ્રીસ અને યુરોપના ઇતિહાસનું અતિ મહત્વનું યુદ્ધ લડાયું હતું. ઈ. સ. પૂ. 490માં ગ્રીસના નાના લશ્કરે આ સ્થળે ઈરાનના વિશાળ લશ્કરને હરાવી પોતાની આઝાદી જાળવી રાખી હતી. યુદ્ધમાં જો ગ્રીસ પરાજય પામત તો ઈરાનનું ગુલામ બન્યું હોત.…

વધુ વાંચો >

મૅસિડોનિયા

મૅસિડોનિયા : અગ્નિ યુરોપના બાલ્કન દ્વીપકલ્પમાં આવેલો પહાડી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 40°થી 42° ઉ. અ. અને 21° 30´થી 23° પૂ.રે. વચ્ચેનો 66,397 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તરે સર્બિયા, પૂર્વમાં બલ્ગેરિયા, દક્ષિણે ગ્રીસ અને પશ્ચિમે આલ્બેનિયાથી ઘેરાયેલો છે. 1912–13માં અહીં થયેલાં બાલ્કન યુદ્ધોને કારણે મૅસિડોનિયાનો…

વધુ વાંચો >

મૉન્ટ-ફર્ડ સુધારા

મૉન્ટ-ફર્ડ સુધારા (1919) : પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું એ દરમિયાન ઇંગ્લૅન્ડની સરકારને હિંદના સહકારની જરૂર હતી, તેથી હિંદી વજીર (સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા) લૉર્ડ મૉન્ટેગ્યુએ બ્રિટનની પાર્લમેન્ટમાં 20મી ઑગસ્ટ, 1917ના રોજ એવી જાહેરાત કરી હતી કે હિંદમાં ક્રમે ક્રમે વહીવટી સુધારા દાખલ કરી અંતે જવાબદાર રાજ્યતંત્ર દાખલ કરવામાં આવશે.…

વધુ વાંચો >

મોપલાઓનો વિદ્રોહ

મોપલાઓનો વિદ્રોહ : દક્ષિણ ભારતના મલબાર પ્રદેશમાં રહેતા મુસ્લિમોનો વિદ્રોહ. ખાસ કરીને વાલવનદ અને એરંડ તાલુકાઓમાં એમની વસ્તી વધારે હતી. ઈસુની 9મી સદીમાં દક્ષિણ હિંદમાં આવનાર આરબોના તેઓ વંશજો હતા. તેઓ ઘણા ઉગ્ર અને ધર્મઝનૂની હતા. તેઓ જ્યારે ઉશ્કેરાય ત્યારે સમૂહમાં ભયંકર તોફાનો કરતા. અસહકારની ચળવળ (1920–22) દરમિયાન મલબારમાં અલીભાઈઓનાં…

વધુ વાંચો >