મીનુ પરબિયા
ઇમ્પેશિયન્સ
ઇમ્પેશિયન્સ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બાલ્સમિનેસી કુળની એક ખૂબ મોટી પ્રજાતિ. તે એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ શાકીય, ભાગ્યે જ ક્ષુપ કે પરરોહી (epiphytic) અને વધતે-ઓછે અંશે રસાળ (succulent) જાતિઓ ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય એશિયા કે આફ્રિકાના પહાડી પ્રદેશોની મૂલનિવાસી છે, છતાં ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશો અને દક્ષિણ આફ્રિકામાં થાય છે. ભારતમાં…
વધુ વાંચો >ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈહરેશિયેસી
ઈહરેશિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિ મુજબ તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી : દ્વિસ્ત્રીકેસરી (Bicarpellate), ગોત્ર : પૉલિમૉનિયેલ્સ, કુળ : ઈહરેશિયેસી. તેનું વિતરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તે આશરે 13 પ્રજાતિઓ અને 400…
વધુ વાંચો >ઉત્કંટો
ઉત્કંટો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echinops echinatus Roxb. (સં. ઉત્કટક, ફા. બ્રહ્મદંડી; મ. કાંટેચબુક, ઉટકટારી; હિં. ઉટકટારા; બં. છાગદાંડી, વામનદાંડી; ગુ. ઉત્કંટો, શૂળિયો, ઉટકટારી; અં. ગ્લોબથીસલ) છે. તેના સહસભ્યોમાં જયંત, અમરફૂલ, સોનછડી, કસુંબો, ગુલદાઉદી અને હજારી ગલગોટાનો સમાવેશ થાય છે. Echinops પ્રજાતિનું વિતરણ…
વધુ વાંચો >ઉલ્મસ (અલ્મસ)
ઉલ્મસ (અલ્મસ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઉલ્મેસી કુળની એક પ્રજાતિ. તે ‘એલ્મ’ કે ‘મીઠા એલ્મ’ તરીકે ઓળખાવાતી પર્ણપાતી (deciduous) વૃક્ષ-જાતિઓની બનેલી છે અને તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધના સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 5 જાતિઓ થાય છે અને હિમાલયની ગિરિમાળા તેમજ સિક્કિમમાં તે મળી આવે છે. Ulmus lanceifolia Roxb.…
વધુ વાંચો >એનાગેલિસ
એનાગેલિસ : દ્વિદળી વર્ગમાં આવેલા પ્રિમ્યુલેસી કુળની શાકીય પ્રજાતિ. તેનું વિતરણ પશ્ચિમ યુરોપ, આફ્રિકા, માડાગાસ્કર અને દક્ષિણ અમેરિકામાં થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે. Anagalis arvensis Linn. (ગુ. ગોળ ફૂદી, કાળી ફૂદી; હિં. જંગમની, કૃષ્ણનીલ) એક નાની, બહુ શાખિત, 15 સેમી.થી 45 સેમી. ઊંચી એકવર્ષાયુ શાકીય જાતિ છે…
વધુ વાંચો >એરમ
એરમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની પ્રજાતિ. નવા વર્ગીકરણમાં એરમ પ્રજાતિ રદ કરવામાં આવી છે અને તેને સહસભ્યો Amorphophallus (સૂરણ), Arisaema અને Lolocasia(અળવી)ની પ્રજાતિઓ હેઠળ મૂકવામાં આવેલ છે. Arisaema એકગૃહી (monoecious) કે દ્વિગૃહી (dioecious) કંદીલ (tuberous) શાકીય પ્રજાતિ છે અને સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય એશિયા, પૂર્વ આફ્રિકા અને ઉત્તર…
વધુ વાંચો >એસ્ફોડિલસ
એસ્ફોડિલસ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા લીલિયેસી કુળની એક પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ હોય છે અને ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશો, એશિયા અને મૅસ્કેરિનના દ્વીપકલ્પોની મૂલનિવાસી છે. ભારતમાં તેની બે જાતિઓ થાય છે. Asphodelus tenuifolius Cav. (ગુ. ડુંગરો, પં. પ્યાઝી, અં. એસ્ફોડિલ) ટટ્ટાર, અરોમિલ (glabrous) અને એકવર્ષાયુ જાતિ છે. તે ટૂંકી…
વધુ વાંચો >ઓપન્શિયા એલ.
ઓપન્શિયા, એલ. (Opuntia, L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કૅકટેસી કુળની એક પ્રજાતિ. તેની એક જ જાતિ ગુજરાતમાં મળે છે; તે Opuntia elatior Mill Gard ફાફડો થોર કે હાથલો થોર છે. તે આશરે 2 મિમી. ઊંચું ક્ષુપ કોમળ પરંતુ તીક્ષ્ણ કાંટાવાળું; નાનાં નાનાં જૂથમાં કાંટાઓ ઊગે, જેનો સ્પર્શ થતાં તે…
વધુ વાંચો >કૅક્ટસ
કૅક્ટસ : દ્વિદળીના કુળ કૅક્ટેસીની થોર જેવી વનસ્પતિઓ. ગુજરાતમાં કૅક્ટસની ફક્ત એક જ દેશી જાત મળે છે તે ફાફડો થોર (લૅ. Opuntia elatior Mill). ખેતરોમાં તેની વાડ અભેદ્ય ગણાય છે. તેનાં ફૂલ-ફળ ડિસેમ્બરથી મે માસ સુધી રહે છે. પીળાંથી અંતે રાતાં-ભૂરાં એકાકી પુષ્પો સાંધાવાળા પ્રકાંડની ધાર પર બેસે છે. તેનું…
વધુ વાંચો >