મીનળ શેલત
બહમની રાજ્ય
બહમની રાજ્ય (1347–1527) : ભારતમાં અલાઉદ્દીન બહમનશાહે દખ્ખણમાં સ્થાપેલું સ્વતંત્ર રાજ્ય. દિલ્હીના સુલતાન મોહમ્મદ તુગલુકની જુલમી નીતિ સામે દખ્ખણના અમીરોએ 1345માં બળવો કરી, શાહી સૈન્યને શિકસ્ત આપી દૌલતાબાદનો કિલ્લો કબજે કર્યો. તેમણે અફઘાન અમીર ઇસ્માઈલ મુખને દખ્ખણનો શાસક નીમ્યો. તેણે વધારે યોગ્યતા ધરાવતા અમીર હસનને સત્તા સોંપી. 1347માં તેને સુલતાન…
વધુ વાંચો >બાલ્કન વિગ્રહો
બાલ્કન વિગ્રહો : બાલ્કન રાજ્યો વચ્ચે વીસમી સદીના પ્રથમ દાયકામાં થયેલા વિગ્રહો. વીસમી સદીના પ્રથમ દસકામાં બાલ્કનમાં બલ્ગેરિયા-સર્બિયાનો સંઘર્ષ, આર્મેનિયાનો હત્યાકાંડ, ગ્રીસ-તુર્કી વિગ્રહ, બલ્ગેરિયાની જાહેરાત, તરુણ તુર્કોની ક્રાંતિ અને ટ્રિપોલી પરના આક્રમણ જેવી ઘટનાઓએ બાલ્કનના પ્રશ્નને સ્ફોટક બનાવ્યો હતો. તેના પરિણામે બાલ્કન વિગ્રહો થયા. 1909માં સુલતાન મહમ્મદ પાંચમાએ શરૂઆતમાં ઉદાર…
વધુ વાંચો >બિજાપુર (જિલ્લો)
બિજાપુર (જિલ્લો) : કર્ણાટક રાજ્યના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 15° 50´થી 17° 28´ ઉ. અ. અને 74° 59´થી 76° 28´ પૂ. રે. વચ્ચેનો 17,069 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની ર્દષ્ટિએ તે રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. તેની વાયવ્ય…
વધુ વાંચો >બિસ્માર્ક, ઑટો વૉન
બિસ્માર્ક, ઑટો વૉન (જ. 1 એપ્રિલ 1815, શોનહોઝન, પ્રશિયા; અ. 30 જુલાઈ 1896, ફ્રેડરિશરૂહ, જર્મની) : પ્રશિયાના વડા પ્રધાન. જર્મન સામ્રાજ્યના સર્જક અને પ્રથમ ચાન્સેલર. તે પ્રશિયાના જમીનદારના પુત્ર હતા. તેમણે ગોટિંગન અને બર્લિન યુનિવર્સિટીમાં કાયદાનું શિક્ષણ લીધું. પછી પ્રશિયાના ન્યાયતંત્રમાં વહીવટદાર તરીકે જોડાયા; પરંતુ તેમાંથી રાજીનામું આપી 1847માં ત્યાંની…
વધુ વાંચો >બૅબિલોનિયન સંસ્કૃતિ
બૅબિલોનિયન સંસ્કૃતિ : યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીને તીરે મેસોપોટેમિયામાં વિકસેલી સંસ્કૃતિ. યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીની વચ્ચેનો પ્રદેશ મેસોપોટેમિયા તરીકે ઓળખાતો હતો. આજે આ પ્રદેશ ઇરાક તરીકે ઓળખાય છે. સુમેરિયન સંસ્કૃતિના પતન બાદ બૅબિલોનિયન સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. સુમેર-અક્કડ સામ્રાજ્યના પતન પછી યુફ્રેટિસ નદીના કિનારે એમોરાઇટ જાતિના લોકો સ્થિર થયા. ઈ. પૂ.…
વધુ વાંચો >બૉસ્ટન ટી-પાર્ટી
બૉસ્ટન ટી-પાર્ટી (16 ડિસેમ્બર 1773) : બૉસ્ટનના દેશભક્તોએ બ્રિટિશ સરકાર વિરુદ્ધ કરેલ સાહસ. અમેરિકન સ્વાતંત્ર્ય-યુદ્ધ તરફ દોરી જતા બનાવોમાંનો આ એક બનાવ હતો. બ્રિટિશ પાર્લમેન્ટે ઘડેલા ટાઉનશેન્ડ ધારા હેઠળ વિવિધ વસ્તુઓ પર નાખવામાં આવેલ કરવેરા 1770માં નાબૂદ કરવામાં આવ્યા, પરંતુ કર નાખવાનો પાર્લમેન્ટનો અધિકાર જાળવી રાખવા માત્ર ચા ઉપર નામનો…
વધુ વાંચો >માધવરાવ પહેલો
માધવરાવ પહેલો (જ. 16 ફેબ્રુઆરી 1745; અ. 18 નવેમ્બર 1772) : મરાઠા શાસકોમાં ઉત્તમ વહીવટકર્તા, સમર્થ સેનાપતિ અને મહાન પેશ્વા. પેશ્વા બાલાજી બાજીરાવ અને ગોપિકાબાઈના ત્રણ પુત્રોમાંનો વચલો પુત્ર. રાજવંશી કુટુંબોને અનુરૂપ શિક્ષણ અને તાલીમ તેને પ્રાપ્ત થયાં હતાં. નાની ઉંમરથી રાજનીતિ અને રાજકારણની બાબતોમાં રસ લેવાનું તેણે શરૂ કર્યું…
વધુ વાંચો >સવાઈ માધવરાવ
સવાઈ માધવરાવ (જ. 19 એપ્રિલ 1774, પુરંદર; અ. 27 ઑક્ટોબર 1795) : નારાયણરાવ પછી થયેલો પેશ્વા. પેશ્વા નારાયણરાવના અવસાન પછી તેને ત્યાં જે પુત્રનો જન્મ થયો તે સવાઈ માધવરાવ. સવાઈ માધવરાવ 40 દિવસનો થતાં, છત્રપતિ રામરાજાએ પેશ્વાપદનાં વસ્ત્રો અને રાજ્યચિહ્નો પુરંદરમાં એક ખાસ દરબાર ભરી સવાઈ માધવરાવને પહેરાવી 28 મે,…
વધુ વાંચો >