માનવશાસ્ત્ર

રાઠવા

રાઠવા : ગુજરાતની એક આદિવાસી જાતિ. ગુજરાતમાં વસતી અનેક-વિધ અનુસૂચિત જનજાતિઓમાં રાઠવા જાતિ ઊજળો વાન ધરાવતી સામાજિક તેમજ ધાર્મિક દૃષ્ટિએ ઘણું જ વૈવિધ્ય અને આગવાં સાંસ્કૃતિક લક્ષણો ધરાવતી જાતિ છે. ગુજરાતની કુલ 28 જેટલી અનુસૂચિત જનજાતિઓની 48 લાખ જેટલી વસ્તીમાં રાઠવાઓની વસ્તી લગભગ 4.92 % છે. એ રીતે વસ્તીના ક્રમમાં…

વધુ વાંચો >

રાલ્ફ લિંટન

રાલ્ફ લિંટન (જ. 1893; અ. 1953) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રી. તેમણે કારકિર્દીનો પ્રારંભ પુરાતત્વવિદ તરીકે કર્યો. તેમને 1920-22 દરમિયાન માર્કેસઝ ટાપુ (Marquesas Island) પર મોકલવામાં આવ્યા હતા. અહીં તેમને ટાપુ પર રહેતા લોકો વિશે રસ જાગ્યો અને સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રમાં જોડાયા. ત્યારપછી તેમણે નૃવંશશાસ્ત્રમાં ખાસ કરીને વ્યક્તિત્વ, સામાજિક સંરચના, સાંસ્કૃતિક…

વધુ વાંચો >

રિવર્સ, વિલિયમ હેલ્સ રિવર્સ

રિવર્સ, વિલિયમ હેલ્સ રિવર્સ (જ. 1864; અ. 1922) : ઇંગ્લૅન્ડના નૃવંશશાસ્ત્રી. તેમણે શાળાનું શિક્ષણ ટોનબ્રિજ સ્કૂલમાંથી લીધું. કૉલેજ-શિક્ષણ લંડનની સેન્ટ બોથોલોમ્યુ હૉસ્પિટલમાં મેળવ્યું. તબીબી પદવી મેળવ્યા પછી તેઓ રૉયલ કૉલેજ ઑવ્ ફિઝિશિયનમાં જોડાયા. ઈ. સ. 1879માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શરીરવિજ્ઞાન અને પ્રયોગાત્મક મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે સેવા આપી. આ દરમિયાન તેમણે જ્ઞાનેન્દ્રિયોના…

વધુ વાંચો >

રેડફીલ્ડ, રૉબર્ટ

રેડફીલ્ડ, રૉબર્ટ (જ. 4 ડિસેમ્બર 1897, શિકાગો; અ. 16 ઑક્ટોબર 1958) : અમેરિકાના નૃવંશશાસ્ત્રી. તેમના પિતા બેરથા ડ્રેઇર રેડફીલ્ડ શિકાગોના ખ્યાતનામ વકીલ હતા. તેમનાં માતા પણ સુશિક્ષિત અને સંસ્કારી હતાં. રૉબર્ટ રેડફીલ્ડે શાળા અને કૉલેજ-શિક્ષણ શિકાગોમાંથી મેળવ્યું હતું. ઈ. સ. 1915માં તેમણે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ઈ. સ. 1920માં કાયદાની…

વધુ વાંચો >

રૅબેલે, ફ્રાન્સવા

રૅબેલે, ફ્રાન્સવા (જ. આશરે 1483, પોઇતુ, ફ્રાન્સ; અ. 9 એપ્રિલ 1553, તુરેન, પૅરિસ) : ફ્રેન્ચ સાહિત્યકાર, દાક્તર અને માનવતાવાદી ચિંતક. તખલ્લુસ ઍલ્કોફ્રિબાસ નેસિયર. પિતા આંત્વાં ધનિક જમીનદાર અને વકીલ. કાયદાશાસ્ત્રનું શિક્ષણ મેળવ્યા બાદ ધાર્મિક સંસ્થાઓ લા બૉમેત અને પુ-સૅત-માર્તિન કૉન્વેન્ત એત ફોન્ત-ને-લે કોંતમાં અભ્યાસ. નામદાર પોપે તેમની નિમણૂક બેનિદિક્તાઇન મઠમાં…

વધુ વાંચો >

રૉય બર્મન, બિકર્ણ કેશરી

રૉય બર્મન, બિકર્ણ કેશરી (જ. 1922, હબીબગંજ, બાંગ્લાદેશ) : ભારતના જાણીતા નૃવંશશાસ્ત્રી. તેમણે નૃવંશશાસ્ત્રમાં કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને ડી.ફિલ.ની પદવી મેળવી હતી. તેમણે 1955–60 દરમિયાન પશ્ચિમ બંગાળના આદિવાસી સંશોધન-કેન્દ્રમાં સહાયક મદદનીશ તરીકે કામ કરેલું. 1960–61માં તેઓ ભારત સરકારના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિભાગમાં મદદનીશ કમિશનર તરીકે જોડાયા. તેમણે રજિસ્ટ્રાર…

વધુ વાંચો >

રૉય, શરતચંદ્ર

રૉય, શરતચંદ્ર (જ. 4 નવેમ્બર 1870; અ. 30 એપ્રિલ 1942, રાંચી) : ભારતના પ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી. 1888માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1892માં બી.એ.ની ઉપાધિ અંગ્રેજી વિષય સાથે મેળવી. 1893માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1895માં કોલકાતાથી કાયદાની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ રાંચી આવ્યા અને ત્યાં વકીલાત શરૂ કરી. છોટાનાગપુરનું મુખ્ય…

વધુ વાંચો >

લીચ, એડ્મન્ડ રૉનાલ્ડ

લીચ, એડ્મન્ડ રૉનાલ્ડ (જ. 6 નવેમ્બર 1910, સિડમથ, ઇંગ્લૅન્ડ; અ. 6 ફેબ્રુઆરી 1969) : બ્રિટિશ સમાજમાનવશાસ્ત્રી. તેમણે ઐતિહાસિક પ્રકાર્યવાદને સમર્થન આપ્યું ન હતું. તેમણે પરિવર્તનના સંદર્ભમાં માહિતી મેળવીને તેનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમના પિતા આર્જેન્ટીનામાં શેરડીનાં ખેતરોના ઉત્પાદનના મૅનેજર હતા. તેમનું શિક્ષણ મેર્લબોરોહ અને ક્લારે કૉલેજ તથા કેમ્બ્રિજમાં…

વધુ વાંચો >

લુબા (બાલુબા)

લુબા (બાલુબા) : ઝાયરના અગ્નિ વિસ્તારના બાન્ટુ ભાષા બોલતા આફ્રિકન લોકોનો સમુદાય. કિવુથી શરૂ કરીને, શાબામાં થઈને જતાં, કાસાઈ-ઑરિયેન્ટલ સુધીના મોટા વિસ્તારમાં લુબા લોકો પ્રસર્યા છે. ‘લુબા’ એટલે જાતભાતની ટોળકીઓનાં અનેક કુટુંબોનાં વિધવિધ જૂથ; જોકે તેમની ભાષા-બોલીઓ એકમેકની ઘણી નજીક છે. સમાન સાંસ્કૃતિક વારસાને લીધે તેમનાં લક્ષણો સમાન હોય તેવાં…

વધુ વાંચો >

લૅમાર્ક, ઝાં બૅપ્તિસ્ત

લૅમાર્ક, ઝાં બૅપ્તિસ્ત (જ. 1 ઑગસ્ટ 1744, બાઇઝૅન્ટાઇન; અ. 18 ડિસેમ્બર 1829, પૅરિસ) : સજૈવ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત સૌપ્રથમ રજૂ કરનાર ફ્રેન્ચ જૈવવિજ્ઞાની. લૅમાર્કની ઉત્ક્રાંતિવાદની રજૂઆત મુજબ પર્યાવરણને અનુકૂળ થવા સજીવો પોતાનું સ્વરૂપ બદલતાં હોય છે અને બદલાતાં આ સ્વરૂપો સંતાનોમાં ઊતરે છે. સમય જતાં સજીવમાં થયેલા ફેરફારો, પર્યાવરણને અધીન રહીને…

વધુ વાંચો >