માનવશાસ્ત્ર

હરસ્કોવિટસ્ મેલવિલે જિન (Herskovits Melville Jean)

હરસ્કોવિટસ્, મેલવિલે જિન (Herskovits Melville Jean) (જ. 10 સપ્ટેમ્બર 1895, બેલેફિન્ટાઇન, ઓહાયો, યુ.એસ.; અ. 1963) : અમેરિકાના શારીરિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્રના જાણીતા વિદ્વાન. તેઓ અમેરિકન માનવશાસ્ત્રી ફ્રાન્સ બોઆસના વિદ્યાર્થી હતા. તેમણે સ્નાતકની પદવી ઇતિહાસ વિષયમાં શિકાગો યુનિવર્સિટીમાંથી 1920માં મેળવી; પરંતુ તેઓ તે પછી માનવશાસ્ત્ર વિષય તરફ આકર્ષાયા અને કોલંબિયા યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

હળપતિ

હળપતિ : હળનો માલિક. મહાત્મા ગાંધીજીએ 1923માં આ લોકો પર લાગેલા ‘બંધુઆ મજૂર’(bonded labour)ના કલંકને દૂર કરવા ‘હળપતિ’ એવું નામ આપ્યું ત્યારથી તેઓ હળપતિ તરીકે ઓળખાય છે. આ લોકો ઘણે ભાગે ઉજળિયાત કે સવર્ણના હાળી તરીકે પેઢી દર પેઢી કામ કરતા હોવાથી હળપતિ તરીકે ઓળખાય છે. હાળી એટલે કાયમી ખેતમજૂર,…

વધુ વાંચો >

હાઇમૅનડોર્ફ ક્રિસ્ટૉફ વૉન ફ્યૂરેર

હાઇમૅનડોર્ફ ક્રિસ્ટૉફ વૉન ફ્યૂરેર (જ. 1909, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 1995) : ભારતના વિવિધ આદિવાસી સમૂહોનો અભ્યાસ કરનાર નૃવંશશાસ્ત્રી. પિતા ઑસ્ટ્રિયાની નાગરિક સેવામાં એક ઉચ્ચ અધિકારી હતા. તેમણે માનવશાસ્ત્રનો અભ્યાસ વિયેના યુનિવર્સિટીમાંથી કરીને 1927માં સ્નાતકની અને 1931માં ડી.ફિલ.(D.Phil)ની પદવી મેળવી. ત્યાર બાદ બ્રિટિશ અને ઑસ્ટ્રિયન ઍન્થ્રૉપૉલૉજીની તાલીમ મેળવી. બ્રિટિશ માનવશાસ્ત્રી મેલિનૉવ્સ્કીની…

વધુ વાંચો >

હૉટેનટૉટ (Hottentot)

હૉટેનટૉટ (Hottentot) : આફ્રિકાના દક્ષિણ ભાગમાં વસતા પીળી ચામડીવાળા લોકોને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતો શબ્દ. જોકે આ નામ જંગલી કે ચાંચિયા લોકો માટે પણ વપરાય છે. નૃવંશશાસ્ત્રીઓ તો જે તે પ્રદેશના લોકોને તેમનાં નામથી ઓળખવાનું વધુ પસંદ કરે છે. અમુક જાતિના માણસો માટે ત્યાં ‘ખોઇખોઇન’ શબ્દ વપરાય છે; જોકે આજે…

વધુ વાંચો >

હોમો

હોમો : માનવ માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ. માનવ-ઉત્ક્રાંતિની કક્ષાઓ પૈકી સીધી અંગસ્થિતિ ધરાવતો માનવ-પ્રકાર. માનવ-ઉત્ક્રાંતિના ઇતિહાસમાં તેની કક્ષા છેલ્લી ગણાય છે. પ્રાણીઓ માટે કરેલા વર્ગીકરણ મુજબ, માનવને વંશ હોમિનિડી, શ્રેણી કેટાહ્રિની, ગણ અંગુષ્ઠધારી (Primates), ઉપગણ પુરુષાભ વાનર (કપિ  anthrapoid apes)માં મૂકવામાં આવેલો છે. અંગુષ્ઠધારીઓનો બીજો એક ઉપગણ પ્રોસિમી પણ છે.…

વધુ વાંચો >

હોમો-ઇરેક્ટસ

હોમો-ઇરેક્ટસ : ઘણાખરા નૃવંશશાસ્ત્રીઓ દ્વારા માન્ય ગણાતો, આજથી આશરે 15 લાખ વર્ષ અગાઉથી 3 લાખ વર્ષ અગાઉના ગાળામાં ઉત્ક્રાંતિ પામેલી માનવજાતિનો એક પ્રકાર. હોમો-ઇરેક્ટસનું શારીરિક માળખું લગભગ આજના માનવ જેવું જ હતું; પરંતુ તેનું મગજ થોડુંક નાનું હતું અને દાંત થોડાક મોટા હતા. તેની ઊંચાઈ 150 સેમી. જેટલી હતી અને…

વધુ વાંચો >