મહેશ ઠાકર

ટ્રિબ્યૂન

ટ્રિબ્યૂન : ભારતનું અંગ્રેજી દૈનિક. આરંભમાં સાપ્તાહિક. સ્થાપના 1881માં. સ્થાપક : સરદાર દયાલસિંઘ મજીઠિયા. આરંભમાં તંત્રીપદે ઢાકા(હાલ બાંગ્લાદેશ)ના શીતલકાન્ત ચેટરજી હતા. 1906માં તે દૈનિકપત્ર બન્યું. પ્રારંભિક વર્ષોમાં જે કેટલાક વિખ્યાત બંગાળી પત્રકારો તેના તંત્રી બન્યા તેમાં કાલિનાથ રાયનો પણ સમાવેશ થાય છે. 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ અંગે પંજાબ સરકાર તથા…

વધુ વાંચો >

ડેઇલી મેઇલ

ડેઇલી મેઇલ : બ્રિટનનું સવારનું લોકપ્રિય અંગ્રેજી દૈનિક વર્તમાનપત્ર. તે લંડનથી પ્રસિદ્ધ થાય છે. આલ્ફ્રેડ હાર્મ્સવર્થે (જે પાછળથી વાઇકાઉન્ટ નૉર્થક્લિફ કહેવાયા) 1896માં તેની સ્થાપના કરેલી. અત્યાર સુધી બ્રિટિશ પત્રોમાં  સ્થાનિક સમાચાર પર વિશેષ ધ્યાન અપાતું. ‘ડેઇલી મેઇલે’ તેનો  વ્યાપ વિસ્તાર્યો. તેમાં પરદેશોની નોંધપાત્ર ઘટનાઓને આવરી લેવાનો પ્રયાસ થયો. એ સમયમાં…

વધુ વાંચો >

ડેક્કન હેરલ્ડ

ડેક્કન હેરલ્ડ : કર્ણાટકનું અગ્રણી અંગ્રેજી દૈનિક વર્તમાનપત્ર. બૅંગાલુરુથી પ્રસિદ્ધ થાય છે. સ્થાપના 1948માં તત્કાલીન મૈસૂર રાજ્યના દીવાન એ. રામસ્વામી મુદલિયારના સક્રિય સમર્થનથી બૅંગાલુરુના ઉદ્યોગપતિઓ કે. વેંકટસ્વામી અને કે. એન. ગુરુસ્વામીએ કરી. પત્રકાર પોથાન જોસેફના તંત્રીપદ હેઠળ નાના કદમાં પ્રથમ અંક પ્રગટ થયો. થોડા સમયમાં તેનો વાચકવર્ગ વિસ્તર્યો અને તે…

વધુ વાંચો >

થાપર, રૉમેશ

થાપર, રૉમેશ (જ. 1922, લાહોર; અ. 1987) : ભારતીય લેખક, પત્રકાર અને ચિંતક. પિતા દયારામ લશ્કરી અધિકારી હતા. રૉમેશ બી.એ. (ઑનર્સ) થયા પછી મુંબઈમાં ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના સહાયક તંત્રી તરીકે જોડાયા. સાથે એમણે પત્રકારત્વ ઉપરાંત પુસ્તકોનું લેખનકાર્ય આરંભ્યું. ‘ઇન્ડિયા ઇન ટ્રાન્ઝિશન’, ‘ધ ઇન્ડિયન ડાયમેન્શન્સ’, ‘ધ પૉલિટિક્સ ઑવ્ કૉન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ’,…

વધુ વાંચો >

દેસાઈ, નીરુભાઈ

દેસાઈ, નીરુભાઈ (જ. 13 જાન્યુઆરી 1912, અમદાવાદ; અ. 1 ડિસેમ્બર 1993, અમદાવાદ) : જાણીતા ગુજરાતી પત્રકાર, સ્વાતંત્ર્યસેનાની અને જાહેર કાર્યકર. નીરુભાઈનો જન્મ મધ્યમ વર્ગના બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. તે ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન 1929માં પ્રિન્સિપાલ શીરાઝ સામેની વિદ્યાર્થીઓની હડતાળમાં તેમણે ભાગ લીધો હતો. તે કૉલેજની વિદ્યાર્થી સમિતિના…

વધુ વાંચો >

ધર્મયુગ

ધર્મયુગ : ભારતનું અગ્રગણ્ય હિંદીભાષી સાપ્તાહિક પત્ર. પ્રકાશન-સંસ્થા બેનેટ કોલમૅન ઍન્ડ કંપની. ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા જૂથ દ્વારા આ પત્રિકાનો પ્રારંભ 1950માં સાપ્તાહિક સ્વરૂપે થયો. જુલાઈ, 1990થી તે પાક્ષિક બન્યું. પ્રારંભસમયે ‘ધર્મયુગ’ના સંપાદક ઇલાચન્દ્ર જોશી હતા. ટૂંકા ગાળામાં જ સામયિક બહુ લોકપ્રિય થયું. હિંદી ભાષાનાં સામયિકોમાં ‘ધર્મયુગ’ બહુ પ્રતિષ્ઠિત અને…

વધુ વાંચો >

નવભારત ટાઇમ્સ

નવભારત ટાઇમ્સ : ભારતનું હિંદી ભાષાનું નોંધપાત્ર દૈનિક વર્તમાનપત્ર. બેનેટ કોલમૅન ઍન્ડ કંપનીના ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જૂથનું પ્રકાશન. 1950માં દિલ્હીમાંથી તેનું પ્રકાશન શરૂ કરાયું. સમય જતાં સબળ સંસ્થાની વ્યવસ્થા તથા અદ્યતન મુદ્રણતંત્ર આદિનો તેને લાભ મળ્યો. જયપુર, પટણા, લખનૌ અને મુંબઈ જેવા દેશનાં અન્ય શહેરોમાંથી તેની આવૃત્તિઓ શરૂ કરાઈ.…

વધુ વાંચો >

નાન્દી, પ્રીતીશ

નાન્દી, પ્રીતીશ (જ. 15 જાન્યુઆરી 1951, ભાગલપુર, બિહાર) : ભારતીય લેખક અને પત્રકાર. અભ્યાસ પૂરો કરી લેખન, છબીકલા, આલેખન, સંપાદન – એમ વિવિધ ક્ષેત્રે પ્રતિભા બતાવી. છેલ્લે ટીવી પ્રસારણક્ષેત્રે પણ પ્રદાન કર્યું. અંગ્રેજી ભાષામાં કાવ્ય, છબીકલા, નાટક, અનુવાદ વગેરેનાં તેમનાં ચાલીસેક પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં ‘લવસાગ સ્ટ્રીટ’, ‘ધ નોવ્હેર…

વધુ વાંચો >

નૅશનલ હેરલ્ડ

નૅશનલ હેરલ્ડ : ભારતનાં પ્રમુખ અંગ્રેજી દૈનિક પત્રોમાંનું એક. 1938માં પંડિત જવાહરલાલ નહેરુએ લખનૌમાં તેની શરૂઆત કરી. લખનૌ પછી દિલ્હીમાંથી પણ તે પ્રગટ કરાયું. દેશના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સંકળાયેલાં વર્તમાનપત્રોમાં ‘નૅશનલ હેરલ્ડ’નું સ્થાન પણ મહત્ત્વનું હતું. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તે પછી તે વખતના સંયુક્ત પ્રાંતની સરકારે અખબારો સામે સખ્તાઈભર્યું…

વધુ વાંચો >

ન્યૂઝવીક

ન્યૂઝવીક : અમેરિકન વૃત્ત-સાપ્તાહિક. ‘ટાઇમ’ના વિદેશી સમાચારોના પ્રથમ સંપાદક ટૉમસ જે. સી. માર્ટિને ‘ટાઇમ’ સાથેની સ્પર્ધામાં 1933માં ‘ન્યૂઝ-વીક’ની સ્થાપના કરી. પહેલાં એ ‘ન્યૂઝ-વીક’ નામે પ્રગટ થયું પછી તેમાં થોડોક ફેરફાર કરી ‘ન્યૂઝવીક’ રખાયું (‘ન્યૂઝ’ અને ‘વીક’ બે શબ્દો ભેગા કરી દેવાયા.) ‘ટાઇમ’થી સ્વતંત્ર દેખાવા માટે ‘ન્યૂઝવીકે’ પ્રમાણમાં વધુ ધીરગંભીર સૂર…

વધુ વાંચો >