મહેશ ચોકસી
શ્રીશિવરાજ્યોદયમ્
શ્રીશિવરાજ્યોદયમ્ (1972) : સંસ્કૃત કવિ શ્રીધર ભાસ્કર વર્ણેકર (1919) રચિત કાવ્યગ્રંથ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. વર્ણેકરે નાગપુરમાં શિક્ષણ લીધા પછી નાગપુર યુનિવર્સિટીના સંસ્કૃત ભાષા સાહિત્ય વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. શ્રી શિવરાજ્યોદયમ્ કૃતિ ઐતિહાસિક કાવ્ય છે. તેના નાયક તરીકે છત્રપતિ શિવાજી…
વધુ વાંચો >શ્રુસબરી આર્થર
શ્રુસબરી આર્થર (જ. 11 એપ્રિલ 1856, ન્યૂ લેન્ટન, નૉટિંગહૅમશાયર; અ. 19 મે 1903, ગૅડિંગ નૉટિંગહૅમશાયર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. ડબ્લ્યૂ. જ ગ્રૅસ જેવા મહાન ક્રિકેટરે તેમને તેમના સમકાલીનોમાં સૌથી ઉત્તમ લેખ્યા હતા. તેમની મોટાભાગની કારકિર્દી દરમિયાન, તેઓ દેશના સૌથી આકર્ષક વ્યવસાયી બૅટધર બની રહ્યા. ટર્નિંગ થતા દડાના તેઓ સમર્થ ખેલાડી…
વધુ વાંચો >સક્સેના, રામબાબુ
સક્સેના, રામબાબુ (જ. 1897, બરેલી; અ. 1957) : ઉર્દૂના લેખક. તેઓ વિદ્વાનો તથા કવિઓના જાણીતા પરિવારમાં જન્મ્યા હતા. તેમનું અંગ્રેજીનું જ્ઞાન વિશાળ હતું. અરબી અને ઉર્દૂના પણ તેઓ ઉત્તમ જ્ઞાતા હતા. ‘મૉડર્ન ઉર્દૂ પોએટ્રી’ નામના અંગ્રેજીમાં લખાયેલા તેમના પુસ્તકમાં આધુનિક ઉર્દૂ કવિઓની વિગતે છણાવટ છે. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે મીર વિશે…
વધુ વાંચો >સક્સેના, સર્વેશ્વર દયાલ
સક્સેના, સર્વેશ્વર દયાલ (જ. 15 સપ્ટેમ્બર 1927, બસ્તી, ઉત્તર-પ્રદેશ; અ. 24 સપ્ટેમ્બર 1983) : હિંદીના કવિ, નાટ્યકાર અને પત્રકાર. તેમના કાવ્યસંગ્રહ ‘ખૂંટિયા પર ટાંગે લોગ’ને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે શિક્ષક, કારકુન તથા આકાશવાણીના કાર્યક્રમ-નિર્માતા તરીકે વિવિધ કામગીરી…
વધુ વાંચો >સચદેવ, પદ્મા
સચદેવ, પદ્મા (જ. 17 એપ્રિલ 1940, જમ્મુ) : ડોગરી તથા હિંદીનાં લેખિકા. જમ્મુમાં શિક્ષણ મેળવ્યા પછી, મુંબઈના ઑલ ઇન્ડિયા રેડિયોમાં સ્ટાફ-આર્ટિસ્ટ તરીકે જોડાયાં. તેઓ ડોગરીનાં સર્વપ્રથમ અને સૌથી નામાંકિત કવયિત્રી છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ડોગરી માટેના સલાહકાર બોર્ડનાં સભ્ય અને આવાહક (1993-97), દિલ્હીની પંજાબી એકૅડેમીની નિયામક પરિષદનાં સભ્ય તથા જમ્મુ-કાશ્મીરની…
વધુ વાંચો >સટક્લિફ બર્ટ
સટક્લિફ બર્ટ (જ. 17 નવેમ્બર 1923, પૉન્સૉન્બી, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ક્રિકેટ-ખેલાડી. ન્યૂઝીલૅન્ડની ક્રિકેટ-રમતના તેઓ સૌથી વધુ રન કરનારા હતા; તેઓ છટાદાર ડાબેરી બૅટધર હતા; ક્યારેક આખી ન્યૂઝીલૅન્ડ ટીમની બૅટિંગનો ભાર તેમને ઉપાડી લેવો પડતો. તેમની સૌથી સફળ ટેસ્ટ-શ્રેણી તે આ 1949માં ઇંગ્લૅન્ડ સામે તેમણે 60.42ની સરેરાશથી 423 રન કર્યા…
વધુ વાંચો >સટક્લિફ હર્બર્ટ
સટક્લિફ હર્બર્ટ (જ. 24 નવેમ્બર 1894, સમરબ્રિજ, હૅરોગૅટ, યૉર્કશાયર, યુ.કે.; અ. 22 જાન્યુઆરી 1978, ક્રૉસહિલ્સ, યૉર્કશાયર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. દેહયદૃષ્ટિ ધરાવતા આ આકર્ષક ખેલાડી અત્યંત આધારભૂત ખેલાડી હતા અને થોકબંધ રન કરી શકતા, તેમણે ઇંગ્લૅન્ડ માટે જૅક હૉબ્સ સાથે અને યૉર્કશાયર માટે પર્સી હૉલ્મ સાથે કેટલીક યાદગાર ઑપનિંગ ભાગીદારી…
વધુ વાંચો >સતુરાકાર્થી
સતુરાકાર્થી : જૉસેફ કૉન્સ્ટન્ટાઇન બેસ્ચી (1680-1747) નામના ઇટાલિયન મિશનરીએ તૈયાર કરેલો તમિળ શબ્દકોશ. તેઓ વીરમ્મા મુનિવર તરીકે જાણીતા હતા. તામિલનાડુમાં તેઓ 1710થી અવસાન પર્યંત (1747) રહ્યા. મિશનરી લખાણો ઉપરાંત તેમણે તમિળમાં કાવ્યો પણ રચ્યાં. ‘થેમભવાની’ નામક મહાકાવ્યમાં 3,600 શ્લોકમાં સેંટ જૉસેફનું જીવન આલેખાયું છે, એ તેમની સર્વોત્તમ કૃતિ છે. ‘પરમાર્થ…
વધુ વાંચો >સપ્તમ ઋતુ (1977)
સપ્તમ ઋતુ (1977) : નામાંકિત ઊડિયા કવિ રમાકાંત રથ (જ. 1934) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. રથનો આ ચોથો કાવ્યસંગ્રહ છે. તેઓ ઓરિસાના નવ્ય કવિતાના આંદોલનના અગ્રણી કવિ છે. તેમની સર્વાંગીણ કાવ્યસિદ્ધિથી આ નવ્ય કાવ્યપ્રવાહને દિશા અને નક્કરતા સાંપડે છે; બીજા કોઈ ઊડિયા…
વધુ વાંચો >સફીર પ્રીતમસિંગ
સફીર પ્રીતમસિંગ (જ. 12 એપ્રિલ 1916, મલિકપુર, જિ. રાવલપિંડી – હાલ પાકિસ્તાનમાં) : પંજાબી કવિ. લાહોર ખાતેની પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ. તથા એલએલ.બી.ની ડિગ્રી મેળવી વકીલાતનો વ્યવસાય; સર્વોચ્ચ અદાલતના સિનિયર ઍડવોકેટ અને એ સાથે એમનું લેખનકાર્ય પણ ચાલતું રહ્યું. તેમણે અગાઉ દિલ્હીની વડી અદાલતમાં જજ (1969-78) તરીકે કામગીરી બજાવેલી. પંજાબી લેખકોની…
વધુ વાંચો >