મહેશ ચોકસી
બ્રૂસ, જેમ્સ
બ્રૂસ, જેમ્સ (જ. 1730, ફૉલકર્ક, મધ્ય સ્કૉટલૅન્ડ; અ. 1794) : સંશોધનલક્ષી સાહસખેડુ. 1763થી 1965 દરમિયાન તેમણે અલ્જિરિયા ખાતે કૉન્સલ જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. 1768માં તેમણે નાઇલ નદી મારફત ઍબિસિનિયાનો સાહસપ્રવાસ ખેડ્યો, તેથી જ તેઓ ‘ધી ઍબિસિનિયન’ના લાડકા નામે લોકપ્રિય બન્યા. 1770માં તેઓ ‘બ્લૂ નાઇલ’ના મૂળ સુધી પહોંચ્યા હતા. તેમણે…
વધુ વાંચો >બ્રેઇલ, લૂઈ
બ્રેઇલ, લૂઈ (જ. 4 જાન્યુઆરી 1809, કાઉપ્રે, ફ્રાન્સ; અ. 28 માર્ચ 1852) : અંધજનો માટે વાંચવા-લખવાની સ્પર્શ-પદ્ધતિની લિપિના ફ્રાન્સના અંધ શોધક. તેઓ તેમના પિતાના જીન બનાવવાના વર્કશૉપમાં રમતી વેળાએ મોચીકામનો સોયો આકસ્મિક રીતે પોતાની આંખોમાં પેસી જવાથી 3 વર્ષની નાની વયે જ તદ્દન અંધ બનેલા. તેમના પિતાએ તેમને 10 વર્ષની…
વધુ વાંચો >બ્રૅકન, ટૉમસ
બ્રૅકન, ટૉમસ (જ. 1843, આયર્લૅન્ડ; અ. 1898) : કવિ અને પત્રકાર. 1869માં તેમણે ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી વસવાટ કર્યો. ટેનિસન તથા લાગફેલો જેવા કવિઓના સ્થાનિક સમકક્ષ કવિ તરીકે તેમની ગણના અને નામના હતી. 1930ના દાયકા પછી તે વીસરાવા લાગ્યા. પરંતુ ‘ગૉડ ડિફેન્ડ ન્યૂઝીલૅન્ડ’ નામે તેમણે લખેલા રાષ્ટ્રગીતથી તેમની સ્મૃતિ હવે કાયમી સ્વરૂપે…
વધુ વાંચો >બ્રેકિનરિજ, જૉન સી
બ્રેકિનરિજ, જૉન સી (જ. 1821, લેક્સિકૉન નજીક, કેનટકી અમેરિકા; અ. 1875) : અમેરિકાના ઉપ-પ્રમુખ. 1847 સુધી તેમણે વકીલાતનો વ્યવસાય કર્યો. તે પછી તેઓ મેક્સિકન યુદ્ધ માટે રચાયેલા સ્વયંસેવક દળના મેજર તરીકે પસંદગી પામ્યા હતા. 1851થી 1855 સુધી તેઓ અમેરિકાની કૉંગ્રેસના સભ્ય રહ્યા. 1856માં તેઓ બુચનાનના શાસનકાળ દરમિયાન ઉપ-પ્રમુખપદે સ્થાન પામ્યા.…
વધુ વાંચો >બ્રેડબરી, માલ્કમ
બ્રેડબરી, માલ્કમ (જ. 1932, શેફિલ્ડ, ઇંગ્લૅન્ડ) : આંગ્લ લેખક અને વિવેચક. તેમણે અભ્યાસ કર્યો લિચેસ્ટર ખાતે અને ત્યાં જ અધ્યાપનકાર્ય આરંભ્યું. પછી તેઓ 1970માં ઈસ્ટ એંગ્લિયા યુનિવર્સિટીમાં ‘અમેરિકન સ્ટડીઝ’ વિષયના પ્રાધ્યાપક નિમાયા. તેમના જેવા વિદ્યાપુરુષે જે વ્યાપક પ્રવાસો કર્યા તેમાંથી તેમને કેટલીય નવલો માટેનું કથાવસ્તુ લાધ્યું. એ નવલોમાં ‘ઇટિંગ પીપલ…
વધુ વાંચો >બ્રૅડબરી, રે (ડગ્લાસ)
બ્રૅડબરી, રે (ડગ્લાસ) (જ. 22 ઑગસ્ટ 1920, વૉકગન, ઇલિનૉઇસ, અમેરિકા) : વૈજ્ઞાનિક કથાઓના અમેરિકન લેખક. તેમણે અતીતની ઝંખનાને લગતી વાતો, કાવ્યો, રેડિયો-નાટક તથા ટેલિવિઝન તેમજ ચલચિત્રો માટેની પટકથાઓ લખી છે. તેમની રચનાઓમાં માનવ-સ્વભાવમાં રહેલા વિક્ષિપ્તતા, હાસ્યાસ્પદતા તથા વેવલાપણાનાં તત્ત્વો આલેખવાની તેમની નિપુણતા જણાઈ આવે છે. તેમણે તેમની પ્રથમ વાર્તા 1940માં…
વધુ વાંચો >બ્રૅડલી, હેનરી
બ્રૅડલી, હેનરી (જ. 1845; અ. 1923) : બ્રિટનના ભાષાવિદ અને કોશરચનાકાર. 1886માં તેમણે સર જેમ્સ મરે સાથે ‘ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી’નું સહસંપાદન કર્યું; 1915માં તેઓ એ જ શબ્દકોશના સીનિયર સંપાદક બન્યા. 1904માં તેમણે ‘ધ મૅકિંગ ઑવ્ ઇંગ્લિશ’ નામનું ઉપયોગી પુસ્તક તૈયાર કર્યું. 1910માં તેમણે ‘ઇંગ્લિશ પ્લેસનેમ્સ’ નામનો અતિ મહત્વનો કોશ તૈયાર…
વધુ વાંચો >બ્રૅડૉક, જેમ્સ જૉસેફ (‘ધ સિન્ડ્રેલા મૅન’)
બ્રૅડૉક, જેમ્સ જૉસેફ (‘ધ સિન્ડ્રેલા મૅન’) (જ. 1905, ન્યૂયૉર્ક સિટી; અ. 1974) : વિશ્વના હેવીવેટ ચૅમ્પિયન મુક્કાબાજ (boxer). 1929માં લાઇટ-હેવી વેટ સ્પર્ધામાં તેમની હાર થઈ હતી; તેથી તેઓ સાવ ભુલાઈ જશે તેમ લાગતું હતું. વળી, 1933માં એક મુક્કાબાજીમાં તેમના બંને હાથ ભાંગી ગયા; પરંતુ નાહિંમત થયા વિના તેમણે જીવન સામેની…
વધુ વાંચો >બ્રેન, કેનેથ
બ્રેન, કેનેથ (જ. 1960, બેલફાસ્ટ) : નિપુણ અભિનેતા અને દિગ્દર્શક. તેમણે લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ ડ્રામેટિક આર્ટમાં અભ્યાસ કર્યો હતો. 1984માં તેઓ રૉયલ શેક્સપિયર કંપનીમાં જોડાયા. 1987માં ધ રેનેસન્સ કંપનીના સહસ્થાપક તથા સહ-દિગ્દર્શક બન્યા. 1988 તથા 1989માં કરેલા નાટ્યપ્રવાસો અત્યંત સફળ નીવડ્યા. તેમણે ટેલિવિઝન નાટ્યશ્રેણીમાં અભિનય આપ્યો છે, તેમાં પુનર્નિર્માણ…
વધુ વાંચો >બ્રૅબમ, જૅક
બ્રૅબમ, જૅક (જ. 1926, સિડની, ઑસ્ટ્રેલિયા) : મૉટર-રેસિંગના અતિકુશળ ડ્રાઇવર. શરૂઆતમાં તેમણે ‘રૉયલ ઑસ્ટ્રેલિયન એર ફૉર્સ’માં કામ કર્યું. 1947માં તેમણે રેસિંગની કારકિર્દીનો આરંભ કર્યો. 1955માં તેઓ ઑસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિકસના વિજેતા બન્યા. તે પછી તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં તેઓ સફળતાને વરેલી કૂપર ટીમમાં જોડાયા. 1959માં સેબ્રિંગ ખાતે તેઓ ‘ફૉર્મ્યુલા–I વર્લ્ડ ડ્રાઇવર્સ…
વધુ વાંચો >