મહેશ ચોકસી
બેડન-પોવેલ, રૉબર્ટ સ્ટીવન્સન સ્મિથ, બૅરન
બેડન-પોવેલ, રૉબર્ટ સ્ટીવન્સન સ્મિથ, બૅરન (જ. 1857, લંડન; ઇંગ્લૅન્ડ, અ. 1941) : બ્રિટનના જનરલ અને બૉય સ્કાઉટ પ્રવૃત્તિના સ્થાપક. તેમણે ચાર્ટર હાઉસ ખાતે અભ્યાસ કર્યો હતો. પછી 1876માં તે લશ્કરમાં જોડાયા અને ભારત તથા અફઘાનિસ્તાનમાં કામગીરી બજાવી અને બોર યુદ્ધ દરમિયાન મૅફિકિંગને બચાવવા બદલ (1899–1900) તેમને પુષ્કળ નામના મળી. તેમને…
વધુ વાંચો >બેડસર, ઍલેક (વિક્ટર) (સર)
બેડસર, ઍલેક (વિક્ટર) (સર) (જ. 1918, રીડિંગ, બર્કશાયર, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ ક્રિકેટ-ખેલાડી. તેમના જોડકા-ભાઈ એરિક (1918) સાથે મળીને તેમણે સરેની ટીમને 1950ના દસકા દરમિયાનના ગાળામાં સતત 7 વાર કાઉન્ટી ચૅમ્પિયનશિપનું વિજેતાપદ અપાવ્યું હતું. વિશ્વયુદ્ધ પછીનાં 8 વર્ષ દરમિયાન, તેઓ ઇંગ્લૅન્ડના અગ્રણી અને સફળ ગોલંદાજ બની રહ્યા. તેમણે કુલ 51…
વધુ વાંચો >બૅનક્રૉફ્ટ, ઍન
બૅનક્રૉફ્ટ, ઍન (જ. 1931, ન્યૂયૉર્ક સિટી, યુ. એસ.) : ખ્યાતનામ ફિલ્મ અભિનેત્રી. સૌપ્રથમ તેમણે તુર્ગનેવના ‘ટૉરન્ટ ઑવ્ સ્પ્રિંગ’માં ટેલિવિઝન પર અભિનય આપવાનો પ્રારંભ કર્યો. ત્યારપછી તેઓ રંગભૂમિ તરફ વળ્યાં અને 1959માં ‘ધ મિરેકલ વર્કર’માંના તેમના અભિનય બદલ, તેમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો ‘ટૉની ઍવૉર્ડ’ મળ્યો. 1962માં તેના ફિલ્મી રૂપાંતરમાં અભિનય આપવા…
વધુ વાંચો >બેન, ગૉટ ફ્રાઇડ
બેન, ગૉટ ફ્રાઇડ (જ. 1886, મૅન્સફિલ્ડ, જર્મની; અ. 1956) : જર્મનીના મહત્વના કવિ અને શરીરરચનાશાસ્ત્રી. યુવાન વયમાં જ તેઓ નાસ્તિવાદ (nihilism) તરફ આકર્ષાયા. પછીથી તેઓ બીજા કેટલાક બુદ્ધિવાદીઓની જેમ નાઝીવાદી સિદ્ધાંતોની તરફેણ કરવા લાગ્યા. મૈથુનથી થતા ચેપી રોગો અંગેના વિજ્ઞાનનું શિક્ષણ લીધેલું પણ તેમણે પ્રવૃત્તિ તો આદરી અભિવ્યક્તિવાદી કાવ્યલેખનની; તેમાંય…
વધુ વાંચો >બેન-ત્સવી, ઇત્ઝાક
બેન-ત્સવી, ઇત્ઝાક (જ. 1884, પૉલ્નવા, યુક્રેન; અ. 1963) : ઇઝરાયલના રાજકારણી અને તેના પ્રમુખ. 1907માં તેઓ પૅલેસ્ટાઇનમાં જઈને વસ્યા. ત્યાં એક અગ્રણી ઝિનૉઇસ્ટ તરીકે આગળ આવ્યા. પછી તેઓ જૂઇશ લેબર પાર્ટીના સ્થાપક બન્યા. વિઝમૅનનું અવસાન થવાના પરિણામે તેઓ 1952માં ઇઝરાયલના પ્રમુખ ચૂંટાયા (1952થી 1963). તેઓ સન્માન્ય વિદ્વાન તથા પુરાતત્વજ્ઞ હતા.…
વધુ વાંચો >બેનફાઇ, થિયૉડૉર
બેનફાઇ, થિયૉડૉર (જ. 1809, ગૉટિંગન નજીક, જર્મની; અ. 1881) : જર્મનીના નિષ્ણાત ભાષાશાસ્ત્રી. પ્રારંભમાં તેમણે પ્રશિષ્ટ તથા હિબ્રૂ ભાષાશાસ્ત્રના ક્ષેત્રે અભ્યાસ આદર્યો (1839થી 1942). તેમણે એક શરત મારી હતી અને તેમાં જીતવા માટે તેમણે થોડાં જ અઠવાડિયામાં સંસ્કૃત ભાષા શીખી લીધી! 1848થી તેમણે ગૉટિંગનમાં પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. ‘સંસ્કૃત-ઇંગ્લિશ ડિક્શનરી’…
વધુ વાંચો >બેનેટ, રિચાર્ડ બેડફૉર્ડ, પ્રથમ વાઇકાઉન્ટ
બેનેટ, રિચાર્ડ બેડફૉર્ડ, પ્રથમ વાઇકાઉન્ટ (જ. 1870, ન્યૂ બ્રન્સવિક, કૅનેડા; અ. 1947) : કૅનેડાના રાજકારણી અને વડાપ્રધાન. તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. 1911માં તેઓ પાર્લમેન્ટમાં ચૂંટાયા. 1927થી તેઓ રૂઢિચુસ્ત પક્ષના નેતા બન્યા. વડાપ્રધાન બન્યા પછી તેમણે 1932માં ઑટાવા ખાતે ‘એમ્પાયર ઈકોનૉમિક કૉન્ફરન્સ’ બોલાવી. એમાંથી જ ‘સિસ્ટમ ઑવ્ એમ્પાયર ટ્રેડ પ્રેફરન્સ’ની…
વધુ વાંચો >બેનેટ, રિચાર્ડ રૉડની (સર)
બેનેટ, રિચાર્ડ રૉડની (સર) (જ. 1936, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : નિષ્ણાત સંગીત-રચનાકાર. તેમણે લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ મ્યુઝિક ખાતે તેમજ પૅરિસમાં પિયર બુલેઝના હાથ નીચે સંગીતનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. ખાસ કરીને તેઓ તેમના ફિલ્મસંગીત માટે જાણીતા છે. ઑપેરા, ઑરકેસ્ટ્રા-સંગીત, ચેમ્બર મ્યુઝિક તેમજ એક અને બે પિયાનો માટેનું પ્રયોગાત્મક સંગીત – એમ…
વધુ વાંચો >બેનેશ, રૂડૉલ્ફ
બેનેશ, રૂડૉલ્ફ (જ. 1916, લંડન; અ. 1975) તથા બેનેશ જોન (જ. 1920; લિવરપૂલ, ઇંગ્લૅન્ડ) : નૃત્યને લિપિબદ્ધ કરનાર (notator) જાણીતું આંગ્લ યુગલ. રૂડૉલ્ફ ચિત્રકાર હતા અને જોન સૅડલર વેલ્સના બૅલે જૂથનાં અગાઉ સભ્ય હતાં. બંનેએ સાથે મળીને નૃત્યકળાની લિપિબદ્ધતા(notation)ની પદ્ધતિ અંગે 1955માં કૉપીરાઇટ મેળવી લીધા. આ પદ્ધતિને તેમણે કોરિયોલોજી એટલે…
વધુ વાંચો >બેનો, રિચાર્ડ
બેનો, રિચાર્ડ (જ. 1930, પેનરિથ, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : નામી ક્રિકેટ ખેલાડી, બ્રૉડકાસ્ટર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમત માટેના સલાહકાર. તેમનું લાડકું નામ છે રિચી બેનો. ઑસ્ટ્રેલિયા તરફથી તેઓ 63 ટેસ્ટ મૅચ રમ્યા અને તેમાં 28 ટેસ્ટ મૅચમાં તેમણે કપ્તાનપદની જવાબદારી સંભાળી. એમાં ઇંગ્લૅન્ડના 3 પ્રવાસ (1953, 1956, 1961) ખૂબ…
વધુ વાંચો >