મહેશ ચોકસી

પિતાપુત્ર (1975)

પિતાપુત્ર (1975) : અસમિયા નવલકથાકાર હેમેન બર્ગોહેન(જ. 1932)ની નવલકથા. આ મર્મભેદક સામાજિક નવલમાં મોહઘુલી નામના અત્યંત દૂરના ગામડાની બ્રિટિશ અમલ દરમિયાનની હૃદયદ્રાવક ગરીબીથી માંડીને સ્વતંત્રતા પછીના ગાળાની એથીય બદતર કંગાલિયત અને નૈતિક અવનતિનું હૃદયસ્પર્શી ચિત્રણ છે. તેનાં મુખ્ય પાત્રોમાં કુટુંબનો વડો તુંડમિજાજી શિવનાથ ફૂકન, તેની ચિંતાગ્રસ્ત પણ પતિ-પરાયણ પત્ની અને…

વધુ વાંચો >

પિન્ટર હૅરૉલ્ડ

પિન્ટર, હૅરૉલ્ડ (જ. 10 ઑક્ટોબર 1930, હૅકની, લંડન; અ. 24 ડિસેમ્બર 2008, એક્ટીન (Acton), લંડન) : પ્રસિદ્ધ આંગ્લ નાટ્યલેખક અને દિગ્દર્શક. યહૂદી દરજીના સંતાન તરીકે તેમનો ઉછેર લંડનના ઈસ્ટ એન્ડના શ્રમજીવી વિસ્તારમાં થયો હતો, તેથી નાનપણથી જ હિંસા સાથે તેમનો પનારો પડ્યો હતો; હિંસાનાં આ શૈશવ-સ્મરણો અને અનુભવ જ તેમનાં…

વધુ વાંચો >

પિરાન્દેલો લુઈજી

પિરાન્દેલો, લુઈજી (જ. 28 જૂન 1867, સિસિલી, ઇટાલી; અ. 10 ડિસેમ્બર 1936, રોમ) : ઇટાલીના પ્રસિદ્ધ નાટ્યકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. પ્રથમ તેમણે વિજ્ઞાનનો અને ત્યારબાદ પ્રશિષ્ટ  સાહિત્યનો અભ્યાસ કર્યો. છેલ્લે તેમણે રોમ અને બૉનમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પોતાના મૂળ વતનની લોકબોલી વિશે મહાનિબંધ લખીને બૉન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી…

વધુ વાંચો >

પિળ્ળે એન. કૃષ્ણ

પિળ્ળે, એન. કૃષ્ણ (જ. 22, સપ્ટેમ્બર 1916, ચોમારુતી, ત્રિવેન્દ્રમ્; અ. 10 જુલાઈ 1988, તિરુવનંતપુરમ્) : મલયાળમ સર્જક. તેમની ‘પ્રતિપાત્રમ્ ભાષણભેદમ્’ નામની કૃતિ 1987ના વર્ષના કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પાત્ર નીવડી હતી. વરકલા, આટિંગલ તથા ત્રિવેન્દ્રમમાં તેમણે શિક્ષણ લીધું હતું. 1938માં તેમણે મલયાળમ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. અધ્યાપક તરીકેની તેમની…

વધુ વાંચો >

પુણેકર શંકર મોકાશી

પુણેકર, શંકર મોકાશી (જ. 1928, ધારવાડ, અ. 11 ઑગસ્ટ 2004, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની કૃતિ ‘અવધેશ્વરી’ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1988ના વર્ષના પુરસ્કારને પાત્ર ઠરી હતી. ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને સંસ્કૃતમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી 1965માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. બેન્દ્રેની કવિતા તથા યેટ્સના ચિંતનનો તેમના પર ઊંડો…

વધુ વાંચો >

પુદુમૈપિત્તન

પુદુમૈપિત્તન (જ. 25 એપ્રિલ 1906, તિરૂનેલવેલી; અ. 5 મે 1948, તિરુવનંતપુરમ્) : તમિળ ટૂંકી વાર્તાના જાણીતા લેખક. સમાજનાં મોટા ભાગનાં વલણો પરત્વે તેમનો અભિગમ ક્રાંતિકારી હતો. બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે ‘દિનમણિ’ (1935થી 1941) તથા ‘દિનસારી’ (1942થી 1946)-એ બે દૈનિકોમાં સહાયક તંત્રી તરીકે કામગીરી બજાવી હતી. તેમણે કાવ્યો, સાહિત્યિક વિવેચન,…

વધુ વાંચો >

પુનથિલ કુંહબ્દુલ્લા

પુનથિલ કુંહબ્દુલ્લા (જ.; અ. 27 ઑક્ટોબર 2017, કેરળ 1940, કોઝિકોડ, કેરળ) : મલયાળમ ભાષાના પ્રખ્યાત નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. તેમની નવલકથા ‘સ્મારક સિલકલ’ને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી અને પછી તબીબ તરીકે વ્યવસાય આરંભ્યો. તેમણે કિશોરાવસ્થાથી જ…

વધુ વાંચો >

પુલિત્ઝર જૉસેફ

પુલિત્ઝર, જૉસેફ : (જ. 10 એપ્રિલ 1847, મૅકો, હંગેરી; અ. 29 ઑક્ટોબર 1911, અમેરિકા) : અખબારી જૂથના માલિક અને વિશ્વપ્રસિદ્ધ પુરસ્કારના પ્રણેતા. 1864માં તે હંગેરીથી સ્થળાંતર કરીને અમેરિકા આવ્યા અને અમેરિકાના લશ્કરમાં જોડાયા. પછીના જ વર્ષે તેમને લશ્કરમાંથી છૂટા કરી દેવાયા અને અકિંચન અવસ્થામાં તે સેંટ લૂઈ ખાતે આવ્યા; ત્યાં…

વધુ વાંચો >

પેક, ગ્રેગરી

પેક, ગ્રેગરી  (જ. 5 એપ્રિલ 1916, લા જોલા, કૅલિફૉર્નિયા; અ. 12 જૂન 2003, લૉસ એન્જિલસ કૅલિફૉર્નિયા) : અમેરિકાના ફિલ્મ અભિનેતા. ન્યૂયૉર્કમાંના નેબરહૂડ પ્લેહાઉસમાં 2 વર્ષ અભિનયપ્રવૃત્તિ કર્યા પછી 1942માં તેમણે બ્રૉડવે પર સર્વપ્રથમ અભિનય કર્યો; તે સાથે જ તેમને ફિલ્મ-અભિનય માટે ઢગલાબંધ પ્રસ્તાવ મળ્યા. યુદ્ધોત્તર સમયના તેઓ એક મહત્ત્વના સ્વતંત્ર…

વધુ વાંચો >

પૅકર, કેરી

પૅકર, કેરી (જ. 17 ડિસેમ્બર 1937, સિડની; અ. 26 ડિસેમ્બર 2005, ન્યૂ સાઉથવેલ્સ, ઑસ્ટ્રેલિયા) : સમૂહ માધ્યમોના સંચાલક. તેમના પિતા સર ફ્રૅન્ક પૅકર તરફથી તેમને ઑસ્ટ્રેલિયન કૉન્સોલિડેટેડ પ્રેસ (ACP) જૂથ વારસામાં મળ્યું હતું. 1977-78 દરમિયાન તેમણે ‘વર્લ્ડ સીરિઝ ક્રિકેટ’નું નિર્માણ કર્યું અને તેમાં ‘નૉક-આઉટ’ ધોરણે રમાતી એક દિવસીય ક્રિકેટ મૅચ…

વધુ વાંચો >