મહેશ ચંપકલાલ શાહ
અભિનય
અભિનય નાટ્યાર્થનો આંગિક, વાચિક આદિ ક્રિયાઓ દ્વારા ભાવને સાક્ષાત્કાર કરાવતો નટનો કલાકસબ. નાટ્યકારે રચેલા પાત્રને નટ પોતાની વાણી, અંગોનાં હલનચલન, મન અને ભાવજગત વડે મૂર્તિમંત કરી નાટકના અર્થને પ્રેક્ષકોમાં સંક્રાંત કરે છે. આ સમગ્ર વ્યાપાર તે અભિનય. નટની કળા અન્ય કળાઓ કરતાં વિશિષ્ટ કળા છે, કેમ કે તેમાં સર્જક અને…
વધુ વાંચો >અંધા યુગ
અંધા યુગ (1955) : ડૉ. ધર્મવીર ભારતી દ્વારા મુક્તછંદમાં લખાયેલું હિન્દી ગીતિ-નાટ્ય. પૌરાણિક કથા ઉપર આધારિત આ ઉત્તમ હિંદી નાટકમાં મહાભારતના અઢારમા દિવસની સંધ્યાથી પ્રભાસતીર્થમાં કૃષ્ણના મૃત્યુ સુધીની ઘટનાઓનો સમાવેશ છે. તેમાં કેટલાંક ઉત્પાદ્ય તત્વો અને સ્વકલ્પિત પાત્ર-પ્રસંગો પણ ધ્યાન ખેંચે છે. સમગ્ર કથાનકને નાટકકારે આધુનિક યુગ-ચેતનાના સંદર્ભમાં રજૂ કર્યું…
વધુ વાંચો >કેળકર – યશવંત દામોદર
કેળકર, યશવંત દામોદર (જ. 10 જુલાઈ 1929; અ. 10 જાન્યુઆરી 2003, વડોદરા) : જાણીતા નાટ્યવિદ. મૂળ સાંગલી, મહારાષ્ટ્રના વતની. બી.એસસી. (ઑનર્સ) તથા બી.ટી. સુધીનો અભ્યાસ સાંગલી તેમજ કોલ્હાપુર ખાતે. પાંચ વર્ષની નાની ઉંમરે રંગભૂમિ ઉપર પદાર્પણ. 1959માં શિક્ષકની નોકરી છોડી, દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં વિદ્યાર્થી તરીકે જોડાઈ, 1962માં ‘ડિપ્લોમા…
વધુ વાંચો >ઘોષ, ગિરીશચંદ્ર
ઘોષ, ગિરીશચંદ્ર (જ. 28 ફેબ્રુઆરી 1844, કૉલકાતા; અ. 8 ફેબ્રુઆરી 1912, કૉલકાતા) : બંગાળી રંગભૂમિના ભીષ્મ પિતામહ. નટ, નાટ્યકાર, નાટ્યકંપની-પ્રબંધક, નાટ્યશિક્ષક અને કૉલકાતાના વ્યાવસાયિક રંગમંચના પાયાના ઘડવૈયા. બંગાળી રંગભૂમિને રાજાઓ તથા ધનકુબેરોના આધિપત્યમાંથી મુક્ત કરીને લોકાભિમુખ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો છે. મૂળભૂતપણે નટ; પરંતુ જ્યારે તેમના જમાનાના અગ્રગણ્ય નાટ્યકારો દીનબંધુ…
વધુ વાંચો >ચટ્ટોપાધ્યાય, કમલાદેવી
ચટ્ટોપાધ્યાય, કમલાદેવી (જ. 4 એપ્રિલ 1903, મેંગલોર; અ. 29 ઑક્ટોબર 1988, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક, નાટકોનાં નિર્માતા, મહિલા આગેવાન. તેમના પિતા ચેન્નાઈ (તમિલનાડુ) મુલકી સેવામાં ઉચ્ચ હોદ્દા પર હતા અને કાકા એક અગ્રગણ્ય વકીલ હતા. તેમણે કૅથલિક કૉન્વેન્ટ અને સેન્ટ મેરી કૉલેજ, મેંગલોર ખાતે શિક્ષણ લીધું હતું તથા બેડફર્ડ કૉલેજ તેમજ…
વધુ વાંચો >ચો
ચો (જ. 5 ઑક્ટોબર 1934, ચેન્નાઈ; અ. 7 ડિસેમ્બર 2016, ચેન્નાઈ) : પ્રસિદ્ધ ભારતીય પત્રકાર અને અભિનેતા, મૂળ નામ એસ. રામસ્વામી. પિતા શ્રીનિવાસન્ અને માતા રાજલક્ષ્મી. રાજકીય વ્યંગકાર, પત્રકાર અને નાટ્યકાર તરીકે આગવું પ્રદાન. રંગમંચ અને ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેતા. તમિળ ભાષામાં પ્રગટ થતા ‘તુઘલક’ સામયિકના તેમજ અંગ્રેજી ભાષામાં પ્રગટ થતા…
વધુ વાંચો >ચૌધરી, અહીન્દ્ર
ચૌધરી, અહીન્દ્ર (જ. 6 ઑગસ્ટ 1897, કોલકાતા; અ. 4 નવેમ્બર 1974, કોલકાતા) : રવીન્દ્રયુગની બંગાળી રંગભૂમિના અપ્રતિમ કલાકાર. પોતાના સ્વાભાવિક અને પ્રભાવશાળી અભિનય વડે તેમણે આધુનિક યુગની બંગાળી રંગભૂમિમાં નવો પ્રાણ રેડ્યો. 1923માં સ્ટાર થિયેટર(આર્ટ થિયટર લિ.)ના નાટક ‘કર્ણાર્જુન’માં અર્જુનની ભૂમિકા ભજવી વ્યાવસાયિક નટ તરીકે પોતાની કારકિર્દી આરંભી અને 1957…
વધુ વાંચો >જોશી, અરવિંદ
જોશી, અરવિંદ (જ. 29 ઑક્ટોબર 1942) : નવી ગુજરાતી વ્યાવસાયિક રંગભૂમિના અભિનેતા. રંગમંચ, ટીવી અને ચલચિત્રજગત સાથે છેલ્લાં 35 વર્ષથી સંકળાયેલા છે. 1961માં આઈએનટી દ્વારા નિર્મિત ‘કૌમાર અસંભવમ્’ નાટકમાં પ્રવીણ જોશીના નિર્દેશન હેઠળ ભૂમિકા ભજવી, વ્યાવસાયિક નટ તરીકે પદાર્પણ કર્યું. તે પછીનાં વર્ષોમાં એ સંસ્થાનાં ‘મીનપિયાસી’, ‘અલિકબાબુ’, ‘કોઈનો લાડકવાયો’, ‘મને…
વધુ વાંચો >જોશી, પ્રવીણ
જોશી, પ્રવીણ (જ. 1 જાન્યુઆરી 1936, પાટણ; અ. 19 જાન્યુઆરી 1979, મુંબઈ) : સાઠ અને સિત્તેરના દાયકામાં આગવી અભિનયશૈલી તથા કુશળ દિગ્દર્શનકલા દાખવનાર નાટ્યકલાકાર. મુંબઈની મૉડર્ન સ્કૂલમાં અભ્યાસ કરતાં કરતાં નાટ્ય તરફ અભિરુચિ કેળવવા માંડી અને કવિ પ્રહલાદ પારેખના પ્રોત્સાહનથી નાટ્યની કેડીએ પગરણ માંડ્યાં. બાળકો માટે ‘આકાશવાણી’ પરથી પ્રસારિત થતા…
વધુ વાંચો >જોશી, સરિતા
જોશી, સરિતા (જ. 1941, પુણે) : ગુજરાતી રંગભૂમિની ખ્યાતનામ અભિનેત્રી. પિતાના ઘરનું નામ, ઇન્દુ ભોંસલે. નાનપણથી જ વ્યાવસાયિક મરાઠી અને ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે પદાર્પણ. 7 વર્ષની વયે વડોદરામાં ન્યૂ લક્ષ્મીકાન્ત નાટક સમાજમાં અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી. આધુનિક રંગમંચ પરનું પ્રથમ નાટક તે ‘પઢો રે પોપટ’ જે કાંતિ મડિયાના નિર્દેશન…
વધુ વાંચો >