મહેશ ચંપકલાલ શાહ

પૃથ્વી થિયેટર્સ

પૃથ્વી થિયેટર્સ : હિંદી રંગમંચની યશસ્વી નાટ્યમંડળી. તેની સ્થાપના મુંબઈ ખાતે વિખ્યાત ફિલ્મ-અભિનેતા, દિગ્દર્શક પૃથ્વીરાજ કપૂરે 15 જાન્યુઆરી, 1944ના રોજ કરી હતી. પૃથ્વી થિયેટર્સનું સંગઠન વ્યાવસાયિક નાટ્યમંડળી જેવું હોવા છતાં, વિશેષપણે તે એક પારિવારિક નાટ્યમંડળી હતી. તેનો ઉદ્દેશ વ્યાવસાયિક લાભ નહિ, પણ પોતાનાં નાટકો દ્વારા રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો અને…

વધુ વાંચો >

બહુરૂપી (નાટ્યસંસ્થા)

બહુરૂપી (નાટ્યસંસ્થા) : મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિના ક્ષેત્રે પ્રવૃત્ત અગ્રગણ્ય નાટ્યસંસ્થા. લાલુ શાહ અને વિજય દત્તની નિર્માતા-દિગ્દર્શક જોડીએ તેના નેજા હેઠળ અનેક સફળ અને યાદગાર નાટકો રજૂ કર્યાં છે. 1 ઑગસ્ટ 1968ના રોજ ‘અભિષેક’ નાટકના પ્રથમ પ્રયોગથી સંસ્થાએ પોતાની નાટ્યપ્રવૃત્તિનો શુભારંભ કર્યો. ‘ધરમની પત્ની’, ‘અનુરાગ’, ‘આંધી’, ‘અભિલાષા’, ‘અનુકંપા’, ‘એકરાર’, ‘ધૂપછાંવ’, ‘શીળી…

વધુ વાંચો >

બ્રૉડવે

બ્રૉડવે : અમેરિકન વ્યાવસાયિક રંગભૂમિનું મુખ્ય કેન્દ્ર. ન્યૂયૉર્કનો એક વિશાળ રસ્તો કે જેના ઉપર, અથવા જેને ફંટાતા અનેક રસ્તાઓ પર, એ શહેરનાં મોટાભાગનાં વ્યાવસાયિક નાટ્યગૃહો આવેલાં છે. એ નાટ્યગૃહોમાં જે રીતે, અને જે પ્રકારનાં, નાટકો આજ સુધી રજૂ થતાં આવ્યાં છે તેને લગતી સમગ્ર વ્યાવસાયિક નાટ્યપ્રવૃત્તિ માટે આ શબ્દ વાપરવામાં…

વધુ વાંચો >

ભટ્ટ, ઊર્મિલા

ભટ્ટ, ઊર્મિલા (જ. 1 નવેમ્બર 1933; અ. 22 ફેબ્રુઆરી 1997, મુંબઈ) : ગુજરાતી તખ્તા અને હિન્દી ફિલ્મોનાં જાજરમાન અભિનેત્રી. જશવંત ઠાકર, ચન્દ્રવદન મહેતા અને ઇ. અલ્કાઝી જેવા દિગ્ગજો પાસેથી નાટ્યદીક્ષા મેળવનાર ઊર્મિલાબહેન નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ(MPA)ની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958…

વધુ વાંચો >

ભટ્ટ, ચંદ્રવદન

ભટ્ટ, ચંદ્રવદન (જ. 1915, રાંદેર, જિ. સૂરત) : મુંબઈની નૂતન વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિના અગ્રણી નાટ્યનિષ્ણાત. પ્રવીણ જોષી, કાંતિ મડિયા અને વિજય દત્ત જેવા નીવડેલા દિગ્દર્શકોના તેઓ નાટ્યગુરુ હતા. પત્ની નિહારિકા (જ. 10 સપ્ટેમ્બર 1929, સૂરત) નાટ્ય અને ચલચિત્ર સૃષ્ટિનાં યશસ્વી કલાકાર. મોઢા પર ચૂનો ને માથે દીવાબત્તી સાથે જીવનના ચાર…

વધુ વાંચો >

ભટ્ટ, નિહારિકા

ભટ્ટ, નિહારિકા (જ. 10 સપ્ટેમ્બર 1929) : ગુજરાતી  તખ્તાનાં અભિનેત્રી. નિહારિકા ભટ્ટે વિખ્યાત દિગ્દર્શક ચન્દ્રવદન ભટ્ટ સાથે  1946માં ‘સાહિત્ય સંસદ’ના ઉપક્રમે ભજવાયેલા કનૈયાલાલ મુનશી લિખિત ‘છીએ તે જ ઠીક’ નાટકથી નાટ્યક્ષેત્રે પ્રવેશ કર્યો. અલબત્ત, ત્યારે તે નિહારિકાબહેન ભટ્ટ નહિ, પણ દિવેટિયા હતાં. માતા વસુમતીબહેન અને પિતા કમલકાન્ત દિવેટિયાને ત્યાં જન્મેલાં…

વધુ વાંચો >

ભટ્ટ, માર્કંડ જશભાઈ

ભટ્ટ, માર્કંડ જશભાઈ (જ. 2 ઑક્ટોબર 1929, વડોદરા) : ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક અને નાટ્ય-શિક્ષક. પ્રાથમિક શિક્ષણ સાવરકુંડલામાં ને બોટાદમાં. ત્યાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો પાડોશ. પ્રથમ સંસ્કાર લોકસાહિત્ય અને લોકકલાના. 10 વર્ષની ઉંમરે પૌરાણિક નાટકમાં ‘ચન્દ્ર’નો પાઠ અને ‘આગગાડી’ નાટકના એક ર્દશ્યમાં ભૈયાનો પાઠ ભજવી રંગભૂમિ-ક્ષેત્રે પદાર્પણ. 1946થી 1949…

વધુ વાંચો >

મડિયા, કાન્તિલાલ મોહનલાલ

મડિયા, કાન્તિલાલ મોહનલાલ (જ. 3 જુલાઈ 1932, લાઠી) : નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક અને લેખક. લાઠીમાં  દેશી નાટકમંડળીઓ દ્વારા ભજવાતાં ‘કાદુ મકરાણી’ અને ‘વીર રામવાળો’ જેવાં નાટકોમાંથી પ્રેરણા લઈ કાન્તિ મડિયા હાથમાં લાકડી લઈ ગામની શેરીમાં છોકરાં ભેગાં કરી ‘કાદુ મકરાણી’ જેવાં નાટકો ભજવતા. નાટકના એ પહેલ-વહેલા સંસ્કાર. 10–12…

વધુ વાંચો >

મદીરા

મદીરા (1967) : ગ્રીક નાટ્યકાર યુરિપિડીઝના ‘મિડિયા’ નાટક (ઈ.પૂ. 431)નું ચન્દ્રવદન મહેતાએ કરેલું ગુજરાતી રૂપાંતર. ‘મિડિયા’ નાટક નાયિકાપ્રધાન કરુણાન્ત કૃતિ છે. તેમાં પ્રેમમાં સાંપડેલી હતાશા-નિષ્ફળતા વેરવૃત્તિનું કેવું ભયંકર રૂપ ધારણ કરે છે તેનું કલાત્મક આલેખન છે. રાજકુમાર જેસન પોતે જ્યાં આશ્રિત તરીકે રહે છે તે કૉરિન્થના રાજા ક્રેયૉનની પુત્રી ગ્લૉસીને…

વધુ વાંચો >

મનસુખલાલ મજીઠિયા

મનસુખલાલ મજીઠિયા (1993) : લાભશંકર ઠાકરની લાક્ષણિક નાટ્યકૃતિ. તેમાં માણસ ઓગળીને નિ:શેષ વિલોપન પામે તેવી તરંગ-લીલા(fantasy)નો વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવ્યો છે. મૂળે સ્વયં લેખક દ્વારા લીલાનાટ્યરૂપે ભજવાયેલું આ નાટક કોઈ પણ જાતના અંકવિભાજન વિના કુલ 6 ર્દશ્યોમાં વહેંચાયેલું છે. પ્રથમ ર્દશ્યમાં પોતાના જ નામધારી એક પુરુષે લૉજમાં કોઈ જુવાન સ્ત્રી…

વધુ વાંચો >