મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ
ખન્સા
ખન્સા (આશરે ઈ. સ. 585; અ. આશરે 645 અથવા 646) : મરસિયા લખનાર પ્રતિભાવંત આરબ કવયિત્રી. ખરું નામ તુમાદિર બિન્ત અમ્ર બિન અલ શરીદ, સુલયમી. ખન્સાના પિતા ખ્યાતનામ અને ધનવાન હતા. ખન્સાની જન્મતારીખ વિશે કહેવું મુશ્કેલ છે, પરંતુ તેના પુત્ર અબૂ શજારા અબ્દુલ્લાએ ઈ. સ. 634માં ધર્મભ્રષ્ટતામાં મહત્ત્વનો ભાગ ભજવેલો…
વધુ વાંચો >ખલ્લિકાન (ઇબ્ન)
ખલ્લિકાન (ઇબ્ન) (જ. 22 સપ્ટેમ્બર 1211 ઇરબિલ; અ. 30 ઑક્ટોબર 1282, દમાસ્કસ) : અરબી જીવનચરિત્રકાર અને ઇતિહાસલેખક. તેમનું પૂરું નામ શમ્સુદ્દીન અબુલઅબ્બાસ અહમદ બિન મુહમ્મદ બિન ઇબ્રાહીમ ઇબ્નખલ્લિકાન હતું. હારૂન અર્ રશીદના નામાંકિત વજીર યહ્યા બિન ખાલિદ બર્મકીના તેઓ વંશજ હતા. તેઓ મવસલ શહેર નજીક ઇરબિલમાં જન્મ્યા હતા. એલેપ્પો અને…
વધુ વાંચો >ખાનેખાનાન
ખાનેખાનાન (જ. 17 ડિસેમ્બર ઈ. સ. 1556, દિલ્હી; અ. 1 ઑક્ટોબર ઈ. સ. 1627, આગ્રા) : મુઘલ સમ્રાટ અકબરના સામ્રાજ્યના પ્રથમ વકીલ (વડા પ્રધાન) બહેરામખાનનો પુત્ર અને તુર્કમાન લોકોની બહારલૂ શાખાનો વંશજ. સમ્રાટ હુમાયૂંએ તેનું નામ અબ્દુર્રહીમ રાખ્યું હતું. પિતાના અવસાન સમયે ચાર વર્ષનો હોવાથી અકબરની છત્રછાયા હેઠળ તે મોટો…
વધુ વાંચો >ખારિજી (બહુવચન ખ્વારિજ = વિખૂટા પડનારા)
ખારિજી (બહુવચન ખ્વારિજ = વિખૂટા પડનારા) : ઇસ્લામના સૌથી જૂના સંપ્રદાયના અનુયાયી. તેમણે માત્ર શ્રદ્ધા અથવા કર્મ પર આધારિત રાજ્ય વિશે પ્રશ્નો પ્રસ્તુત કર્યા. ઇસ્લામના રાજકીય ઇતિહાસમાં તેમના સતત બળવાની માહિતી મળે છે; પરિણામે કેટલાક પ્રાંતો થોડા વખત માટે તેમના કબજા હેઠળ આવેલા તેથી હજરત અલીની ખિલાફતનાં છેલ્લાં બે વર્ષોમાં…
વધુ વાંચો >ખાલિદ બિન વલીદ
ખાલિદ બિન વલીદ (જ. 592, મક્કા; અ. 642 મદીના) : મહમદ પયગંબરના સાથી અને સરસેનાપતિ. તેમનું પૂરું નામ ખાલિદ બિન વલીદ બિન મુગીરા અલ્ મખ્ઝૂમી અલ્ કરશી હતું. તેમના પિતા અલ્ વલીદ મક્કા શહેરના એક ધનવાન નબીરા અને સરદાર હતા. કુરેશ લોકોની લશ્કરી આગેવાની ખાલિદના કુટુંબ મખ્ઝૂમના હાથમાં હતી. તેમનો…
વધુ વાંચો >ખુરાસાની (અબૂ મુસ્લિમ)
ખુરાસાની (અબૂ મુસ્લિમ) (જ ?; અ. 755) : પૂર્વ ઈરાનના ખુરાસાન પ્રાંતમાં અબ્બાસીઓની રાજકીય ક્રાંતિની ચળવળના આગેવાન સેનાની. તે વંશે ઈરાની અને પંથે શિયા હતા. ઇમામ ઇબ્રાહીમ બિન મુહમ્મદે ઈ. સ. 746માં તેમને અબ્બાસીઓના શાસનપ્રાપ્તિ આંદોલનના સૂત્રધાર બનાવી ખુરાસાન પ્રાંતમાં મોકલ્યા હતા. તેમણે ઈ. સ. 747માં મર્વ શહેર પર કબજો…
વધુ વાંચો >ગઝાલી (ઇમામ)
ગઝાલી (ઇમામ) (જ. ઈ. સ. 1058, તૂસ; અ. 19 ડિસેમ્બર 1111, તૂસ) : ઇસ્લામી જગતના એક અસાધારણ ચિંતક અને સૌથી મહાન ગણાતા ધર્મશાસ્ત્રી. મૂળ નામ અબુ હામિદ મુહમ્મદ ઇબ્ન મુહમ્મદ અત્ તૂસી અશશાફેઈ. તૂસ અને નિશાપુરમાં ઇમામુલ હરમૈન (અ. ઈ. સ. 1085) પાસે તેમણે વિદ્યાભ્યાસ કરેલો. પ્રારંભથી જ તેમનું વલણ…
વધુ વાંચો >ચિરાગ દેહલવી, નસીરુદ્દીન મહમૂદ ચિશ્તી
ચિરાગ દેહલવી, નસીરુદ્દીન મહમૂદ ચિશ્તી (જ. ?; અ. 14 સપ્ટેમ્બર 1356, દિલ્હી) : ભારતના પાંચ મહાન ચિશ્તી સૂફી સંતોમાંના એક. તે અવધ(યુ.પી.)માં જન્મ્યા હતા. પ્રાથમિક શિક્ષણ મૌલાના અબ્દુલકરીમ શરવાની તથા મૌલાના ઇફ્તિખારુદ્દીન મુહમ્મદ ગીલાની પાસે મેળવીને પયગંબર સાહેબનાં સુવચનો (હદીસ), કુરાનનું ભાષ્ય (તફસીર), ઇસ્લામી ધર્મશાસ્ત્ર (ફિકહ), તર્કશાસ્ત્ર (મન્તિક), વ્યાકરણ વગેરેનું…
વધુ વાંચો >ચિશ્તી, ખ્વાજા મુઇનુદ્દીન ગરીબનવાજ
ચિશ્તી, ખ્વાજા મુઇનુદ્દીન ગરીબનવાજ (જ. 1141, સજિસ્તાન, ઈરાન; અ. 16 માર્ચ 1236) : ભારતમાં ચિશ્તી સૂફી પરંપરાના સ્થાપક. તેમનું નામ હસન, પિતાનું નામ ખ્વાજા ગ્યાસુદ્દીન. તે જગવિખ્યાત કરબલાના શહીદ ઇમામ હુસેનના વંશજ હતા. વીસ વર્ષના થયા તે પહેલાં તેમના પિતાનું અવસાન થયું. લોટ દળવાની ઘંટી અને ફળવાડીના માલિક બન્યા. ગુઝ્ઝ…
વધુ વાંચો >ચિશ્તી જમ્મનશાહ (પહેલા)
ચિશ્તી જમ્મનશાહ (પહેલા) (જ. અમદાવાદ; અ. 27 સપ્ટેમ્બર 1535) : ફારસી સંતકવિ. મૂળ નામ જમાલુદ્દીન. પણ જમ્મનશાહ તરીકે પ્રખ્યાત છે. તેમની ગણના ગુજરાતના નામાંકિત ચિશ્તી ઓલિયામાં થાય છે. બીજા ખલીફા ઉમર ફારૂકના વંશજ હોવાથી તેઓ ફારૂકી શેખ પણ કહેવાય છે. પિતા શેખ મહમૂદ રાજન ચિશ્તી પાસેથી ધાર્મિક શિક્ષણ અને સૂફી…
વધુ વાંચો >