મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ
ઇબ્ન હઝમ
ઇબ્ન હઝમ (જ. 7 નવેમ્બર 994, કોર્ડોવા; અ. 15 ઑગસ્ટ 1064, મન્તા લિશામ) : મુસ્લિમ સાહિત્યકાર, ઇતિહાસકાર, કાયદાનો તજજ્ઞ, તત્વચિંતક અને ધર્મશાસ્ત્રી. મૂળ નામ અબૂ મુહમ્મદ અલી. પિતાનું નામ અહમદ બિન સઈદ. ઇબ્ન હઝમના કુન્યહથી પ્રસિદ્ધ છે. તે આરબ-મુસ્લિમ સંસ્કૃતિનો એક મહાન વિચારક હતો. સ્પેનના મુસલમાનોમાં સૌથી મૌલિક અને મહાન…
વધુ વાંચો >ઇબ્રાહીમ પૂરેદાઊદ
ઇબ્રાહીમ પૂરેદાઊદ (જ. 9 ફેબ્રુઆરી 1886, રશ્ત, પર્શિયા; અ. 17 નવેમ્બર 1968 તહેરાન, ઈરાન) : ઈરાનના રાષ્ટ્રવાદી કવિ. તેઓ વિવિધ વિદ્યાઓના અભ્યાસી, સંશોધક તેમજ પ્રાચીન ઈરાની સંસ્કૃતિમાં ખૂબ રસ ધરાવતા હોવાથી જરથોસ્તી ધર્મપુસ્તકોની શોધમાં 1926માં મુંબઈ આવેલા. તેમણે ગાથા, ઝંદ અવસ્તા અને અવસ્તાના બીજા ભાગ ‘યસ્ના’નો અનુવાદ કર્યો છે. 1932માં…
વધુ વાંચો >ઉબૈદા અબૂ
ઉબૈદા, અબૂ (જ. 728 બસરા, અ. 825 બસરા) : અરબ ભાષાવિદ્. આખું નામ અબૂ ઉબૈદા મઅમ્મર બિન અલ્ મુસન્ના. જન્મે ઈરાનના યહૂદી વંશનો, ધર્મે મુસલમાન. તેણે અરબી વ્યાકરણ, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ અને સંસ્કૃતિનું અધ્યયન કર્યું હતું. તેની અરબી ભાષાની લેખનશૈલી નોંધપાત્ર છે. તેણે એકઠી કરેલી લોકકથાઓ, દંતકથાઓને આધારે પ્રાચીન અરબ જીવન…
વધુ વાંચો >ઉમૈય્યા (બનુ)
ઉમૈય્યા (બનુ) (ઈ. સ. છઠ્ઠી સદી) : કુરૈશના ખ્યાતનામ અને ધનવાન અરબ કબીલાના સરદાર. તેઓ કુરૈશનું સેનાપતિપદ ધરાવતા હતા. ઉમૈય્યાના પૌત્ર અબૂ સુફયાનના પુત્ર અમીર મુઆવિયાએ ઉમૈય્યા વંશની સ્થાપના કરી. તે વંશે ઈ. સ. 661થી 749 સુધી મુસ્લિમ જગત પર અને ઈ. સ. 756થી 1031 સુધી સ્પેન ઉપર રાજ્ય કર્યું.…
વધુ વાંચો >કઝવીની મુહંમદ અબ્દુલવહાબ
કઝવીની મુહંમદ અબ્દુલવહાબ (જ. 1878, તહેરાન; અ. 1950, તહેરાન) : અરબી-ફારસીના વિદ્વાન સંશોધક. પિતાનું નામ અબ્દુલવહાબ બિન અબ્દુલઅલી કઝવીની. તેમણે તહેરાનમાં અભ્યાસ કર્યો હતો. 1904માં તહેરાનથી નીકળી રશિયા, જર્મની અને હોલૅન્ડ થઈ લંડન ગયા. ત્યાં બે વરસ સુધી અરબી અને ફારસીની હસ્તપ્રતોનું અધ્યયન અને સંશોધન કર્યું. પ્રો. ઈ. જી. બ્રાઉને…
વધુ વાંચો >કતીલ મુહંમદ હસન
કતીલ મુહંમદ હસન (જ. 1758, દિલ્હી; અ. 1817, લખનૌ) : ફારસી ભાષાના કવિ. મૂળ વતન ગુરદાસપુર (પંજાબ). તે ખતરી ભંડારી કુટુંબના હતા. તેમનું મૂળ નામ દીવાનીસિંગ હતું. તેમના પિતા દરગાહીમલ દિલ્હીમાં આવીને વસ્યા હતા. તેમણે અરબી, ફારસી ભાષાનો અભ્યાસ કરી વ્યાકરણ, તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન, અલંકાર અને ગણિત વગેરે શાસ્ત્રોનું અધ્યયન કર્યું.…
વધુ વાંચો >કલીમ અબૂતાલિબ
કલીમ અબૂતાલિબ (જ. 1581-85? હમદાન; અ.28 નવેમ્બર 1651, કાશ્મીર) : મુઘલ દરબારનો ઈરાની કવિ. તેનું કવિનામ કલીમ હતું. તે હમદાનમાં જન્મ્યો હતો અને થોડો સમય કાશાનમાં પણ રહ્યો હતો. શીરાઝમાં શિક્ષણ પ્રાપ્ત કરી કલીમ જહાંગીરના સમયમાં 1617માં ભારતમાં આવ્યો, અને પાછો ઈરાન જતો રહ્યો. બીજી વાર આવ્યો, તે પછી શાહજહાંએ…
વધુ વાંચો >કાઝી નુરુલ્લાહ શુસ્તરી
કાઝી નુરુલ્લાહ શુસ્તરી (જ. 1549, શુસ્તર, ઈરાન; અ. 1610) : ફારસી અને અરબીના વિદ્વાન વિચારક. તેમણે મશહદ શહેરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1587માં ભારત આવ્યા અને લાહોરમાં સ્થાયી થયા. અકબરે તેમને લાહોરના કાઝી નીમ્યા. શિયાપંથી હોવા છતાં વિદ્વત્તા, ન્યાયવૃત્તિ અને ઉચ્ચ લાયકાતને કારણે વિરોધીઓ પણ તેમનો આદર કરતા. ઇમામિયા ધર્મશાસ્ત્ર પ્રમાણે…
વધુ વાંચો >કાનૂને હુમાયુની (1534)
કાનૂને હુમાયુની (1534) : હુમાયૂં વિશે અને તેના સમયમાં જ લખાયેલું એકમાત્ર પ્રાપ્ય પુસ્તક. તેને ‘હુમાયૂંનામા’ પણ કહે છે. રાજ્યવ્યવસ્થા માટે હુમાયૂંએ જે કાયદા અને નિયમ ઘડ્યા તેમજ તેની આજ્ઞાથી અમુક ઇમારતોનું બાંધકામ કરવામાં આવ્યું તેનું વર્ણન અને પ્રમાણ આ પુસ્તકમાં છે. આ પુસ્તકના લેખક ગ્યાસુદ્દીન ખાન્દમીર (1475-1535) હેરાતમાં જન્મ્યા,…
વધુ વાંચો >
ઇબ્ન રુશ્દ
ઇબ્ન રુશ્દ (જ. 14 એપ્રિલ 1126, કુર્તબા, સ્પેન; અ. 10 ડિસેમ્બર 1198 મોરોક્કો) : મહાન આરબ ચિંતક. નામ મુહમ્મદ, પિતાનું નામ અહમદ. ઇબ્ન રુશ્દ કુન્યહ. તે પ્રથમ સ્પેનમાં સેવિલ પ્રાંતના ન્યાયાધીશ અને પછી મોરોક્કોના રાજા યૂસુફના રાજવૈદ્ય તરીકે નિમાયેલો. તેણે યુરોપની વિચારધારા ઉપર ઊંડી છાપ પાડી છે. તેણે પોતાની ખ્યાતનામ…
વધુ વાંચો >