ભોળાભાઈ પટેલ

મહાપ્રસ્થાન (1965)

મહાપ્રસ્થાન (1965) : ઉમાશંકર જોશી (1911–1988) કૃત 7 પદ્યનાટિકાઓનો સંગ્રહ. આ કવિએ 1944માં ‘પ્રાચીના’ નામે સંવાદકાવ્યોનો એક સંગ્રહ આપ્યો હતો. ‘મહાપ્રસ્થાન’ એનો સગોત્ર ગ્રંથ છે. તે પદ્યનાટક સિદ્ધ કરવાની દિશામાં ‘પ્રાચીના’ને અતિક્રમી જાય છે, ખાસ તો પદ્યનાટક માટે જરૂરી નેય અને પારદર્શી ભાષા સિદ્ધ કરવામાં અને એને વહન કરી શકે…

વધુ વાંચો >

માધવદેવ

માધવદેવ (જ. 1490, લેટેકુફખુરી, લખિમપુર; અ. 1596, ભેલાદુઆર, આસામ) : પ્રસિદ્ધ અસમિયા વૈષ્ણવ આચાર્ય અને કવિ, નાટ્યકાર. આસામમાં વૈષ્ણવ ધર્મના સ્થાપક મહાપુરુષ શંકરદેવ(1449–1569)ના મુખ્ય શિષ્ય અને ધર્માધિકારી માધવદેવનો જન્મ એક દુ:ખી કાયસ્થ પરિવારમાં થયો હતો. માધવદેવે આજન્મ કૌમાર્યવ્રતનું પાલન કરી ધર્મ અને સમાજની ઉન્નતિમાં પોતાના જીવનને સમર્પી દીધું હતું. એટલે…

વધુ વાંચો >

મિત્ર, પ્યારીચાંદ

મિત્ર, પ્યારીચાંદ (જ. 24 જુલાઈ 1814, કૉલકાતા; અ. 23 નવેમ્બર 1883, કૉલકાતા) : બંગાળીની પ્રથમ નવલકથા ‘આલાલેર ઘરેર દુલાલ’(1858)ના લેખક. બચપણમાં ગુરુ પાસેથી બંગાળી અને મુનશી પાસેથી ફારસી ભણ્યા હતા. 1827માં ઉચ્ચશિક્ષણ લેવા તે વખતે સ્થપાયેલી પ્રસિદ્ધ હિન્દુ કૉલેજમાં દાખલ થયા હતા અને ડેરોઝિયોના શિષ્ય થવા સદભાગી થયા હતા. તેજસ્વી…

વધુ વાંચો >

મીરી જિયરી

મીરી જિયરી (1895) : મીરી જનજાતિના જીવન પર આધારિત રજનીકાન્ત બરદલૈ(1867–1939)ની પ્રસિદ્ધ અસમિયા નવલકથા. રજનીકાન્ત બરદલૈએ ‘મનોમતી’, ‘રંગિલિ’, ‘નિર્મલ ભક્ત’, ‘રાહદોઇ લિગિર’, ‘તામ્રેશ્વરીર મંદિર’ જેવી આઠેક નવલકથાઓ લખી છે; જેમાં ‘મીરી જિયરી’ (મીરી કન્યા) સૌથી પહેલી છે. આદિમ જનજાતિઓ વિશે જે સમયે ભાગ્યે જ કોઈ વિચાર કરતું તે વખતે રજનીકાન્ત…

વધુ વાંચો >

મેઘનાદ-વધ

મેઘનાદ-વધ (1861) : બંગાળી કવિ માઇકલ મધુસૂદન દત્ત (1824–1873) દ્વારા 9 સર્ગોમાં રચાયેલું મહાકાવ્ય. આ મહાકાવ્યમાં રામાયણના લંકાકાંડની એક મહત્વની ઘટના કેન્દ્રમાં છે – રાવણના પુત્ર મેઘનાદનો લક્ષ્મણને હાથે વધ. સ્વાભાવિક રીતે જ તેની પૃષ્ઠ-ભૂમિ સુવર્ણલંકા છે, પરંતુ કવિએ એમાં સુવર્ણલંકાના ઉત્થાનની નહિ પણ પતનની કથા અત્યંત ઓજસ્વી શૈલીમાં આલેખી…

વધુ વાંચો >

મૈત્રેયીદેવી

મૈત્રેયીદેવી (જ. 1 સપ્ટેમ્બર 1914, કૉલકાતા; અ. 5 ફેબ્રુઆરી 1990) : બંગાળી કવયિત્રી, નવલકથાકાર અને રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણોનાં પ્રસિદ્ધ આલેખક. ભારતીય દર્શનશાસ્ત્રના વિશ્વવિખ્યાત વિદ્વાન સુરેન્દ્રનાથ દાસગુપ્તનાં પુત્રી. બચપણથી જ પિતાના ટાગોર સાથેના સખ્યને લીધે મૈત્રેયીદેવી રવીન્દ્રનાથનાં સ્નેહભાજન બન્યાં હતાં. 16 વર્ષની વયે જ્યારે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદિતા’ (1929) પ્રગટ થયો…

વધુ વાંચો >

શાહજહાં

શાહજહાં : જાણીતા બંગાળી નાટકકાર કવિ દ્વિજેન્દ્રલાલ રાય(1863-1913)નું પ્રસિદ્ધ ઐતિહાસિક નાટક. તેમનું રામાયણ-આધારિત ‘સીતા’ નાટક પણ અત્યંત વિખ્યાત છે. રાજપૂત ઇતિહાસના આધારે તેમણે ‘પ્રતાપસિંહ’ નાટક લખ્યું છે. ગુજરાતીમાં તેનો ઝવેરચંદ મેઘાણીએ ‘રાણો પ્રતાપ’ (1923) નામથી અનુવાદ કર્યો છે. દ્વિજેન્દ્રલાલનું મૂળ ‘સાજાહન’(1910)નો ‘શાહજહાં’ (1927) નામે મેઘાણીનો જ અનુવાદ મળે છે. આ…

વધુ વાંચો >

શાંતિનિકેતન

શાંતિનિકેતન  : ગુરુદેવ રવીન્દ્રનાથના નામનો પર્યાય બની ગયેલી શિક્ષણસંસ્થા. આ સંસ્થા કોલકાતાથી પશ્ચિમે લગભગ દોઢસો કિલોમીટર દૂર વેરાન ગણાતા વીરભૂમ જિલ્લામાં આવેલી છે. ખરેખર તો શાંતિનિકેતન નામના આ આશ્રમની સ્થાપના રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરે ઈ. સ. 1863માં કરી હતી, જ્યારે રવીન્દ્ર ત્રણેક વર્ષના હતા. આ આશ્રમ એ વખતે ચોર-લૂંટારુઓના ગણાતા…

વધુ વાંચો >

સીતા (નાટક)

સીતા (નાટક) : દ્વિજેન્દ્રલાલ રાય(1863-1913)નું પ્રાસબદ્ધ પયાર છંદમાં લખાયેલું પ્રસિદ્ધ પૌરાણિક પદ્યનાટક (1906). (ગુજરાતીમાં આ જ શીર્ષકથી ચં. ચી. મહેતાનું પણ એક નાટક છે.) પાંચ અંકમાં લખાયેલું આ નાટક કરુણાન્ત છે. તેમાં કરુણની સાથે મેલોડ્રામેટિકતાનું તત્ત્વ પણ તેમનાં અન્ય નાટકોની જેમ જોવા મળે છે. આવું બીજું તેમનું પૌરાણિક નાટક ‘પાષાણી’…

વધુ વાંચો >

સેનગુપ્ત અચિન્ત્યકુમાર

સેનગુપ્ત, અચિન્ત્યકુમાર (જ. 1903; અ. 1976) : આધુનિક બંગાળી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, જીવનચરિત્રલેખક. અંગ્રેજી સાહિત્ય અને કાયદાનો અભ્યાસ કરનાર અચિન્ત્યકુમાર સેનગુપ્તનું નામ બંગાળી સાહિત્યમાં આધુનિકતાના આંદોલનના અન્ય કવિઓ બુદ્ધદેવ બસુ, જીવનાનંદ દાસ, પ્રેમેન્દ્ર મિત્ર આદિ સાથે જોડાયેલું છે. આ આધુનિકોનું દલ પ્રસિદ્ધ સાહિત્યપત્રિકા ‘કલ્લોલ’ સાથે જોડાઈ રવીન્દ્રનાથની છાયામાંથી મુક્ત થવા…

વધુ વાંચો >