ભૂગોળ

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન દક્ષિણ-મધ્ય એશિયામાં આવેલો દેશ. સત્તાવાર નામ : ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાન. જ્યાં પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક સરકાર છે. વિસ્તાર : 6,52,230 ચો.કિમી. પાટનગર-કાબુલ. આ ભૂમિબંદિસ્ત દેશની ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન; પશ્ચિમે ઈરાન; દક્ષિણે અને પૂર્વે પાકિસ્તાન તથા ઈશાને ચીન આવેલું છે. તેને દરિયાકિનારો નથી. તેનાથી અરબી સમુદ્ર દક્ષિણે 482.7 કિમી.…

વધુ વાંચો >

અબુ ધાબી

અબુ ધાબી : નૈર્ઋત્ય એશિયામાં ઇરાની અખાત પર આવેલું સંયુક્ત આરબ અમીરાત(U. A. E.)નું સાત અમીરાતો પૈકીનું સૌથી મોટું અમીરાત. તેની આંતરરાષ્ટ્રીય સરહદો વિવાદગ્રસ્ત છે. ભૌગોલિક સ્થાન : તે 240 28′ ઉ. અ. અને 540 22′ પૂ. રે. ની આજુબાજુનો 67,350 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 2018 મુજબ તેની…

વધુ વાંચો >

અમદાવાદ

અમદાવાદ  ભારતના મૅન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલું (230 1´ ઉ. અ., 720 37´ પૂ.રે.) સાબરમતી નદીના પૂર્વ કાંઠા પર 1411માં અહમદશાહે સ્થાપેલું નગર. આ પ્રદેશમાં માનવોની વસ્તીની નિશાનીઓ આશરે પાંચ હજાર વર્ષ પહેલાંની છે. વટવા, શ્રેયસ્, થલતેજ અને સોલાના ટેકરાઓ પરથી આ પ્રાગૈતિહાસિક કાળનાં અશ્મ-ઓજારો આ સ્થળની પ્રાચીનતા સાબિત કરે છે.…

વધુ વાંચો >

અમદાવાદ (જિલ્લો)

અમદાવાદ (જિલ્લો) : સ્થાન, સીમા અને વિસ્તાર : ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને મહાનગર. તે 210 48’થી 230 30′ ઉ. અ. અને 710 37’થી 730 02′ પૂ. રે. વચ્ચેનો 8,707 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ગાંધીનગર અને મહેસાણા, ઈશાનમાં…

વધુ વાંચો >

અમરકંટક

અમરકંટક : પ્રાચીન વિદર્ભ દેશમાં આવેલું નર્મદા અને શોણ નદીનું ઉદગમસ્થાન. મધ્ય પ્રદેશમાં રીવાથી 256 કિમી. દૂર સપ્તકુલ પર્વતો પૈકીના ઋક્ષપર્વત પર જમીનથી 762.5 મીટર ઊંચે આ સ્થાન આવેલું છે. નર્મદાનો ઉદગમ ત્યાં એક પર્વતકુંડમાંથી થયેલો બતાવાય છે, પણ વાસ્તવિક ઉદગમ એનાથી થોડે દૂર સોમ નામની ટેકરીમાંથી થાય છે. બાણભટ્ટે…

વધુ વાંચો >

અમરનાથ

અમરનાથ : કાશ્મીરમાં આવેલું સુવિખ્યાત સ્વયંભૂ જ્યોતિર્લિંગ તથા શક્તિપીઠ. શ્રીનગરના ઈશાને 138 કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત હિમાલયમાં 3,825 મીટરની ઊંચાઈ પર નિસર્ગનિર્મિત ગુફામાં તેનું સ્થાનક છે. ભૌગોલિક સ્થાન 340 13´ ઉ. અ. અને 750 31´ પૂ. રે. 45 મીટર ઊંચી ગુફામાં શ્રાવણ શુક્લ પૂનમના દિવસે આ શિવલિંગ પૂર્ણત્વ પામે છે…

વધુ વાંચો >

અમરાવતી (1)

અમરાવતી (1) : આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીને કાંઠે આવેલી પ્રાચીન આંધ્રવંશની રાજધાની. તેનું પ્રાચીન નામ ધાન્યકટક હતું. શાતવાહન વંશના રાજા શાતકર્ણિએ ઈ. પૂ. 180માં આ નગરી વસાવી હતી. શાતવાહન રાજાઓએ અમરાવતીમાં પ્રથમ ઈ. પૂ. 200માં સ્તૂપ બંધાવેલો, પછી કુષાણ કાલમાં અહીં અનેક સ્તૂપો બન્યા. ધાન્યકટકની નજીકની પહાડીઓમાં શ્રીપર્વત (શ્રીશૈલ) કે નાગાર્જુનીકોંડ…

વધુ વાંચો >

અમરાવતી (2)

અમરાવતી (2) : મહારાષ્ટ્ર રાજ્યની ઉત્તર સરહદે મધ્યમાં આવેલો જિલ્લો તથા તેજ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 200 32´થી 210 46´ ઉ. અ. અને 760 38´થી 780 27´ પૂ. રે. વચ્ચેનો 12,210 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો ઘણોખરો ભાગ તાપીના થાળામાં અને પૂર્વ સરહદ તરફનો ભાગ…

વધુ વાંચો >

અમરેલી

અમરેલી : ગુજરાત રાજ્યનો એક જિલ્લો અને તેનું વડું મથક. જિલ્લાનો વિસ્તાર : 6,760 ચોકિમી. જિલ્લાનો ઉત્તરનો ભાગ ટેકરાળ છે. શેત્રુંજી, રાવલ, ધાતરવાડી, શિંગવડો, સુરમત, રંઘોળી, વડી, ઠેબી, શેલ, કાળુભાર અને ઘેલો વગેરે નદીઓ અમરેલી જિલ્લામાંથી વહે છે. શેત્રુંજી નદી પરના બંધ પાસે ખોડિયાર ધોધ આવેલો છે. આબોહવા સમધાત છે.…

વધુ વાંચો >

અમરોહા

અમરોહા : ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના મુરાદાબાદ જિલ્લામાં મુરાદાબાદ શહેરની પશ્ચિમ બાજુએ સોન નદીને કિનારે વસેલું શહેર. ભૌગોલિક સ્થાન : 280 55´ ઉ. અ. અને 780 28´ પૂ. રે. વસ્તી : 1,98,471 (2011). તે દિલ્હી અને મુરાદાબાદ સાથે રેલવેથી સંકળાયેલું છે. ખેતપેદાશોનું મોટું બજારકેન્દ્ર છે. હાથસાળ, માટીકામ અને ખાંડની મિલો…

વધુ વાંચો >