ભૂગોળ

વાયનાડ

વાયનાડ : કેરળ રાજ્યના ઉત્તર વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 11° 26´ 28´´થી 11° 58´ 22´´ ઉ. અ. અને 75° 46´ 38´´થી 76° 26´ 11´´ પૂ. રે. વચ્ચેનો 2,132 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમ ઘાટના ઉચ્ચપ્રદેશીય ભાગ પર આવેલો છે. તેની ઉત્તર અને પૂર્વ સરહદે…

વધુ વાંચો >

વાયવ્ય સરહદી પ્રાંત

વાયવ્ય સરહદી પ્રાંત : પાકિસ્તાનનું ઉત્તર તરફ આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 31° થી 35° ઉ. અ. અને 70°થી 74° પૂ. રે. વચ્ચેનો 74,521 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યની ઉત્તરે અને પશ્ચિમે અફઘાનિસ્તાન તેમજ ઈશાન અને પૂર્વમાં ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓ આવેલી છે; જ્યારે તેના અગ્નિ…

વધુ વાંચો >

વાયૅલા (Whyalla)

વાયૅલા (Whyalla) : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : તે 33° 02´ દ. અ. અને 137° 35´ પૂ. રે. પર આવેલું છે. તેની ઉત્તરે ઑગસ્ટા બંદર, પૂર્વે સ્પેન્સરનો અખાત અને પિરી (pirie) બંદર, અગ્નિ તરફ ઍડેલેડ શહેર, દક્ષિણે લિંકન બંદર તથા પશ્ચિમે મોટેભાગે શુષ્ક…

વધુ વાંચો >

વારાણસી

વારાણસી : ઉત્તર પ્રદેશ રાજ્યના પૂર્વ છેડા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 20´ ઉ. અ. અને 83° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 4,036 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાનો આકાર અરબી ભાષાના 7 અંક જેવો છે. તેની ઉત્તરે જૉનપુર…

વધુ વાંચો >

વારાંગલ

વારાંગલ : આંધ્રપ્રદેશના ઉત્તર વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 19´થી 18° 36´ ઉ. અ. અને 78° 49´થી 80° 43´ પૂ. રે. વચ્ચેનો 12,846 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કરીમનગર, પૂર્વ અને અગ્નિ તરફ ખમ્મામ, દક્ષિણમાં ખમ્મામ અને નાલગોંડા તથા…

વધુ વાંચો >

વાલેટા

વાલેટા : પશ્ચિમ આફ્રિકામાં આવેલું એક વખતનું (અગિયારમીથી સોળમી સદી સુધીનું) આગળ પડતું વેપારી શહેર. આજે તે મોરિટાનિયામાં આવેલું ઔલાટા નામનું નાનકડું નગર માત્ર છે. ભૌગોલિક સ્થાન : 17° 18´ ઉ. અ. અને 7° 02´ પૂ. રે.. આ શહેરમાં તે વખતે સોનું અને ક્યારેક ગુલામોના બદલામાં તાંબું, તલવારો અને અન્ય…

વધુ વાંચો >

વાલેન્શિયા (શહેર)-1

વાલેન્શિયા (શહેર)-1 : વેનેઝુએલામાં આવેલું ત્રીજા ક્રમે ગણાતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 10° 11´ ઉ. અ. અને 68° 00´ પ. રે.. તે કારાબોબો રાજ્યનું પાટનગર છે. તે કારાકાસથી નૈર્ઋત્યમાં 154 કિમી. અંતરે આવેલું છે. આ શહેર વાલેન્શિયા સરોવરની નજીક વસેલું છે. આ શહેર દેશના ખૂબ જ વિકસિત ઔદ્યોગિક વિસ્તારમાં…

વધુ વાંચો >

વાલેન્શિયા (શહેર)-2

વાલેન્શિયા (શહેર)-2 : સ્પેનનાં મૅડ્રિડ અને બાર્સિલોના પછીના ત્રીજા ક્રમે આવતું મોટું શહેર તથા તે જ નામ ધરાવતો પ્રાંત અને પ્રાંતીય પાટનગર. ભૌગોલિક સ્થાન : 39° 28´ ઉ. અ. અને 0° 22´ પ. રે.. આ શહેર ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમ ભાગમાં વાલેન્શિયાના અખાતને કાંઠે માત્ર 5 કિમી. અંતરે અંદરના ભૂમિભાગમાં તુરિયા…

વધુ વાંચો >

વાલ્પારાઇસો

વાલ્પારાઇસો : ચીલીનું મોટામાં મોટું શહેર અને મુખ્ય દરિયાઈ બંદર. વાલ્પારાઇસો પ્રદેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 33° 00´ દ. અ. અને 71° 30´ પ. રે.. તે પૅસિફિકના કાંઠા પર સાન્ટિયાગોથી વાયવ્યમાં આશરે 110 કિમી.ને અંતરે આવેલું છે. વાલ્પારાઇસો આજે તો ખૂબ જ અદ્યતન અને વિકસિત શહેર બની રહેલું છે. આ…

વધુ વાંચો >

વાલ્વિસ બે (Walvis Bay)

વાલ્વિસ બે (Walvis Bay) : દક્ષિણ આફ્રિકાનો પ્રાંત તથા તે જ નામ ધરાવતું શહેર. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આટલાંટિક મહાસાગરના કિનારા પર આવેલો પ્રદેશ. તે વિંધોકથી પશ્ચિમી નૈર્ઋત્ય તરફ 275 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 22° 59´ દ. અ. અને 14° 31´ પૂ. રે.. તે દેશના બાકીના વિસ્તારના…

વધુ વાંચો >