ભીષ્મદેવ કિશાભાઈ પટેલ
અગરબત્તીનો રોગ
અગરબત્તીનો રોગ : ડાંગરનો ઉડબત્તા રોગ. ડાંગરનો આ રોગ ઇફેલિસ ઓરાઇઝી (Ephelis oryzae Syd) નામની ફૂગથી થાય છે. આ રોગથી ઝાંખી, નાની, સખત અને સીધી ડૂંડી છોડની ફૂટમાંથી બહાર આવે છે જેમાં દાણા ચોટેલા હોય છે, પણ દાણાનો વિકાસ થતો નથી. રોગયુક્ત બીજ, થોડું મોડું વાવેતર, સહયજમાન પાક (સાથે ઉગાડેલો…
વધુ વાંચો >અગ્રકલિકાનો સડો
અગ્રકલિકાનો સડો (ફળનો સડો) : નાળિયેરીમાં ફાયટોફ્થોરા પામીવોરા નામની ફૂગથી થતો રોગ. રોગની શરૂઆતમાં ટોચનું પાન ચીમળાઈ કથ્થઈ રંગનું થઈ સુકાઈ જાય છે અને વૃદ્ધિ અટકી જાય છે. પાન પર્ણદંડથી ભાંગી છૂટું પડી જાય છે. અગ્રકલિકાનો ભાગ કોહવાતાં દુર્ગંધ મારે છે. કેટલીક વખતે ફળ ઉપર પણ આ રોગ લાગતાં ફળની…
વધુ વાંચો >અડદ
અડદ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલા પૅપિલિઓનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna mungo (Linn.) Hepper; syn. Phaseolus radiatus Roxb., non Linn.; syn. P. mungo Linn.; non Roxb & auct. (સં. माष, હિં. उडद, उरद; ગુ. અડદ; અં. બ્લૅક ગ્રામ.) છે અને તેને ગુજરાતી નામ મગ સાથે કાંઈ…
વધુ વાંચો >અનાવૃત અંગારિયો (ઘઉં)
અનાવૃત અંગારિયો (ઘઉં) : ઘઉંને ફૂગ દ્વારા થતો એક રોગ. રોગજનક ફૂગનું વૈજ્ઞાનિક નામ Ustilago nuda (Jens.) Rostrup. છે. આ બીજજન્ય રોગ ઊંબી/ડૂંડી આવે ત્યારે જ ઓળખાય છે. ઊંબીઓ નીંઘલમાં આવે ત્યારે દાણાની જગ્યાએ માત્ર કાળી ભૂકી જ જોવા મળે છે. દાણા બિલકુલ પોષાતા નથી. રોગગ્રાહ્ય અને રોગિષ્ઠ વિસ્તારનું બીજ…
વધુ વાંચો >અનાવૃત આંજિયો (જુવાર)
અનાવૃત આંજિયો (જુવાર) : જુવારને ફૂગ દ્વારા થતો એક રોગ. રોગજનક ફૂગનું વૈજ્ઞાનિક નામ Sphacelotheca cruenta (Kuhn) Potter છે. આ ફૂગના કણો બીજ ઉપર ચોંટેલા હોય છે, જે ચેપ લગાડે છે. આ રોગથી છોડની વૃદ્ધિ અટકે છે, ડૂંડાં વહેલાં બેસે છે અને ડૂંડાના ફૂલમાં આની અસરને કારણે પક્વતા આવતાં જ…
વધુ વાંચો >અર્ગટ (વનસ્પતિ-રોગશાસ્ત્ર)
અર્ગટ (વનસ્પતિ-રોગશાસ્ત્ર) : બાજરીના પાકનો થતો એક પ્રકારનો રોગ. તેને બાજરીનો, ગુંદરિયો કે મધિયો અર્ગટ કહે છે. ક્લેવિસેપ્સ ફ્યુઝિફૉર્મિસ (Claviceps fusiformes) નામની ફૂગથી આ રોગ થાય છે. સત્તર જેટલા ઘાસચારા અને ધાન્યપાકોમાં આ રોગ જોવા મળે છે, જેમાં ફૂલમાં ફૂગના બીજકણોના ચેપથી ગુંદર જેવો ચીકણો પદાર્થ ઝરતો જોવા મળે છે.…
વધુ વાંચો >અલ્ટરનેરિયાનો સુકારો
અલ્ટરનેરિયાનો સુકારો (blight) : અલ્ટરનેરિયા દ્વારા જીરું, બટાટા, ટામેટાં અને ઘઉં જેવી વનસ્પતિને લાગુ પડતો રોગ. જીરુંમાં આ રોગ ફૂગની Alternaria burnsii Uppal, Patel and Kamat નામની જાતિ દ્વારા થાય છે. તેને જીરાનો ‘કાળો ચરમો’ પણ કહે છે. લક્ષણો : વાવણી બાદ આ ફૂગજન્ય રોગથી પાન અને થડ ઉપર ભૂખરા…
વધુ વાંચો >અળશીનો અલ્ટરનેરિયા
અળશીનો અલ્ટરનેરિયા : અળશીનો સુકારો. રોગકારક ફૂગ અલ્ટરનેરિયા લીની (Alternaria lini Dey). લક્ષણો : પાન, થડ અને બીજના આવરણવાળા ભાગ ઉપર શરૂઆતમાં આછા ગુલાબી અને કથ્થાઈ ડાઘ પડે છે, જે ઉગ્ર સ્વરૂપમાં ઘેરા કથ્થાઈ રંગના થઈ જાય છે. આવા ડાઘ સમય જતાં આખા છોડ ઉપર પ્રસરે છે. રોગપ્રેરક બળો :…
વધુ વાંચો >આંગળાં-અંગૂઠાનો રોગ
આંગળાં-અંગૂઠાનો રોગ : Plasmodiophora brassici Woronin નામની ફૂગથી થતો કોબીજના છોડનો રોગ. તે કોબીજના ક્લબ રૂટ તરીકે પણ ઓળખાય છે. આ રોગથી છોડ નબળો, નિસ્તેજ અને કદમાં નાનો રહે છે અને જલદીથી ઊખડી જાય છે. આ રોગને કારણે અકુદરતી વિચિત્ર જાડા થયેલ મૂળમાં આંગળાં જેવી વિકૃતિ જોવા મળે છે, જે…
વધુ વાંચો >આંજિયો
આંજિયો : જુવાર, ડાંગર તથા તમાકુમાં થતો રોગ. Sphacelotheca reiliana (Kuhn) Pat, નામની ફૂગથી જુવારના ડૂંડાને આ રોગ થાય છે. બીજના અંકુરણ-સમયે આ ફૂગનો ચેપ લાગે છે, જે ડૂંડા અવસ્થામાં જ દેખાય છે. આ રોગયુક્ત છોડ વહેલો પરિપક્વ થઈ ઝાંખરાના રૂપમાં તરી આવે છે. ડૂંડાની જગાએ કાળો ભૂકો અને રેસાઓ…
વધુ વાંચો >