ભીષ્મદેવ કિશાભાઈ પટેલ

આંબાના રોગો

આંબાના રોગો : જીવાત અને ફૂગને લીધે થતા રોગો. ઊધઈ, મધિયો અથવા તુડતુડિયાં અને મેઢ અથવા ધણ ઉપરાંત ફળની માખી, લાલ કીડી, પાનકથીરી, ગોટલાના ચાંચવા વગેરે જીવાત આંબાને નુકસાન કરે છે. ઊધઈ માટે ડી.ડી.ટી., બી.એચ.સી., ક્લોરડેન ઉપયોગી છે. મધિયો (જેસીડ) 3 મિમી. લાંબો તડતડ અવાજ કરતો કીટક છે, જે મૉરનો…

વધુ વાંચો >

ઊગસૂક મગફળીનો

ઊગસૂક, મગફળીનો : મગફળીને ફૂગ દ્વારા થતો રોગ. આ રોગ Aspergillus niger V. Tieghem, અને A. flavus દ્વારા થાય છે. આ રોગ ‘ધરુ-મૃત્યુ’ તરીકે પણ ઓળખાય છે. આ રોગમાં બીજ ઊગતાં પહેલાં અથવા ઊગ્યા પછી જમીનમાં સડી જાય છે. છોડ ઊગ્યા બાદ છોડના કાંઠલાના વિસ્તારમાં અને બીજપત્રો તથા અન્ય ભાગો…

વધુ વાંચો >

કુતુલ

કુતુલ (downy mildew) : વનસ્પતિને પૅરોનોસ્પોરેસી કુળની એક ફૂગ દ્વારા થતો રોગ. તે રાખોડી ભૂખરા રંગની હોય છે. તેનો ઉગાવો પાનની નીચેની સપાટીએ મહદ્ અંશે ઘણા પાકોમાં જોવા મળે છે. વિવિધ પાકોમાં પાન, ફૂલ, ફળ, ટોચ, ડૂંડાં વગેરેમાં જુદા જુદા પ્રકારનાં લક્ષણો પેદા કરે છે. રોગથી થતું નુકસાન કોઈક વખતે…

વધુ વાંચો >

કુંડાળિયો

કુંડાળિયો : વનસ્પતિને લાગુ પડતો એક રોગ. તેને મૂળ ખાઈ, મૂળનો સડો, મૂળનો કોહવારો પણ કહે છે. આ રોગ માટે નીચેના રોગકારકો જવાબદાર છે. (1) રાઇઝોક્ટોનિયા બટાટીકોલા, (2) મેક્રોફોમિના ફેજીયોલાય, (3) રાઇઝોક્ટોનિયા સોલાની પૂર્ણ અવસ્થા (PF, Pellicularia filamentosa). છોડનાં પાન એકાએક ચિમળાઈને સુકાઈ જાય છે. છોડ પણ સુકાઈ જાય છે.…

વધુ વાંચો >

કૂંપળનો કોહવારો

કૂંપળનો કોહવારો : વનસ્પતિનો એક રોગ. તેને અગ્રકલિકાનો સડો (bud rot) પણ કહે છે. લક્ષણો : ટોચનાં કુંપળનાં પાન ચીમળાઈને કોહવાઈ જાય છે. દાંડી આગળથી મોટાં પાન પણ કોહવાઈને ભાંગી પડે છે. આવા રોગનાં લક્ષણો નાળિયેરી (Cocosnucifera L.) સોપારી (Areca nut) તેમજ તાડી પામ જેવી જાતોમાં પણ જોવા મળે છે.…

વધુ વાંચો >

કેવડિયો

કેવડિયો : વનસ્પતિનાં પાંદડાં અને શિરાને પીળાં કે હરિત-પીળાં બનાવી દેતો રોગ. ફૂગ (fungus), વિષાણુ (virus) અથવા મૂળતત્વ(element)ના અભાવથી વનસ્પતિને આ રોગ થાય છે. ડાઉની મિલ્ડ્યૂ નામની ફૂગને લીધે પાંદડાં ઉપરની બાજુએથી પીળાં દેખાય છે, જ્યારે નીચેની બાજુએથી સહેજ રાખોડી અથવા જાંબુડિયાં રોમ ઊગે છે. પાંદડાં સુકાઈને કરમાઈ જાય છે.…

વધુ વાંચો >

કેળ

કેળ : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી(ઉપકુળ – મ્યુનેસી)ની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Musa paradisiaca L. (સં. કદલી, રંભા; હિ. કેલ; અં. બનાના) છે. તે બારેમાસ ફળ અને ફૂલો ધારણ કરે છે. આબુ-અંબાજી, માથેરાન, નીલગિરિના પહાડોમાં મૂળ (original – native) વગડાઉ કેળ છે. તે કાળાં બીજથી ઊગે છે. પરંતુ…

વધુ વાંચો >

કોકડવું

કોકડવું (leaf curl) : અન્ય નામ કુંજરો. રોગકારક : વિષાણુ (virus). લક્ષણો : રોગયુક્ત પાન નાનાં, જાડાં, ખરબચડાં બનીને કોકડાઈ જાય છે. પાનની નસો પણ જાડી અને વાંકીચૂકી થઈ જાય છે. કોઈક વખતે પાનની નીચેના ભાગમાં કાનપટ્ટી જેવી વૃદ્ધિ પણ જોવા મળે છે. રોગપ્રેરક બળો : સફેદ માખીનો ઉપદ્રવ રોગ…

વધુ વાંચો >

કોદરા

કોદરા : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિની) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Paspalum scrobiculatum Linn. syn. P. commersonii Lam; P. scrobiculatum var. commersonii Staff; P. scrobiculatum var. frumentaceum Stapf (સં. કોદ્રવ; હિ. કોદો, કોદવ; બં. કોદોવા ધાન; મ. કોદ્રા, હરિક; ગુ. કોદરા; તે. અરીકાળુ, આરુગુ; તા. અને મલા. વારાગુ; ક.…

વધુ વાંચો >

કોળું

કોળું : વર્ગ દ્વિદલા, કુળ Cucurbitaceae-નો વેલો. ફળને કોળું અને વેલાને કોળી કહે છે. ભારતમાં ચાર પ્રકારનાં કોળાંનું વાવેતર થાય છે. (જુઓ સારણી.) ક્રમ ગુજરાતી નામ હિંદી અંગ્રેજી શાસ્ત્રીય નામ 1. ચોમાસુ કોળું कददु pumpkin Cucurbita moschanta Duchesne ex Poir 2. ઉનાળુ કોળું सफद कददु Field pumpkin અથવા summer squash…

વધુ વાંચો >