ભારતીય સંસ્કૃતિ

ગોપનું મંદિર

ગોપનું મંદિર : ગુજરાતનું સૌથી જૂનું બાંધેલું મંદિર. જામનગર જિલ્લામાં ભાણવડ પાસે જૂના કે ઝીણાવાટી ગોપમાં આ મંદિર આવેલું છે. તેના અવશિષ્ટ ભાગોમાં નીચે ખાંચાઓવાળો પડથાર, તેની પર જગતી જેવી જુદા જુદા થરોવાળી રચનાની ઉપર આશરે 3.22 મીટર ચોરસનું ગર્ભગૃહ છે. આ ગર્ભગૃહની ભીંતો નીચેથી સીધી છે. તેમાં આશરે 3.31…

વધુ વાંચો >

ગ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર

ગ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર : વિશિષ્ટ ગણતરી ધરાવતું સંવત્સરચક્ર. આ 90 વર્ષનું ચક્ર છે. એનો આરંભ ઈ. સ. 24માં થયો હોવાનું મનાય છે; પરંતુ એની એટલી પ્રાચીનતાનો કોઈ પુરાવો મળ્યો નથી. સપ્તર્ષિ સંવતનાં વર્ષોની જેમ આ સંવત્સરની સંખ્યામાં શતકના અંક છોડી દેવામાં આવે છે અને 90 વર્ષ પૂરાં થતાં ફરી 1 થી…

વધુ વાંચો >

જહુજહારખાન

જહુજહારખાન : ગુજરાતના બે નામાંકિત હબસી સિપાહસાલારોનો ખિતાબ. એક બિલાલ હબસી, જેને એ ખિતાબ ઈ. સ. 1538માં ગુજરાતના સુલતાન તરફથી મળ્યો હતો. બીજો જહુજહારખાન મર્જાન સુલતાન હબસી નામથી ઓળખાતો હતો. એ બિલાલ હબસીનો પુત્ર હતો. જહુજહારખાન બિલાલ સુલતાન મહમૂદશાહ ત્રીજાના સમયમાં ગુજરાતની ફોજે દીવના કિલ્લાને ઘેરો ઘાલ્યો ત્યારે આગેવાનીભર્યો ભાગ…

વધુ વાંચો >

જોટે, રત્નમણિરાવ ભીમરાવ

જોટે, રત્નમણિરાવ ભીમરાવ (જ. 19 ઑક્ટોબર 1895, ભુજ (કચ્છ); અ. 24 સપ્ટેમ્બર 1955) : ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસક્ષેત્રના અન્વેષક, સંશોધક અને લેખક. સ્વજનો અને મિત્રોમાં ‘ભાણાભાઈ’ના હુલામણા નામથી ઓળખાતા રત્નમણિરાવ જ્ઞાતિએ સાઠોદરા નાગર અને મૂળ અમદાવાદના વતની હતા. તેમણે પ્રાથમિક, માધ્યમિક તથા કૉલેજશિક્ષણ અમદાવાદમાં મેળવ્યું. 1914માં મૅટ્રિક અને 1919માં સંસ્કૃત સાહિત્ય…

વધુ વાંચો >

જોર્વે

જોર્વે : મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લામાં સંગમનેરથી 8 કિમી. દૂર પ્રવરા નદીના કાંઠે આવેલું તામ્રપાષાણ-યુગના અવશેષોવાળું સ્થળ. તે અનુહડપ્પીય સંસ્કૃતિના અંકોડા મેળવવા માટે ઉપયોગી છે. અગિયારમી સદીના કેટલાક શિલાલેખોમાં તેનું ‘જઉર’ ગામ એવું નામ મળે છે. 1950-51માં ખોદકામ કરતાં તાંબાના કાટખૂણાઓ, ચોરસ ચપટી કુહાડી, ગોળ પથ્થરોને ફોડીને બનાવેલાં નાનાં સેંકડો હથિયારો,…

વધુ વાંચો >

જોશી, મહાદેવશાસ્ત્રી

જોશી, મહાદેવશાસ્ત્રી (જ. 12 જાન્યુઆરી 1906, અંબેડે, ગોવા; અ. ડિસેમ્બર 1992, પુણે) : ભારતીય સંસ્કૃતિકોશના સંપાદક અને સંકલનકર્તા. તેમનું મૂળ વતન કોંકણ વિસ્તારના દેવગડના પરિસરમાં. તેમના દાદા કીર્તનકાર હતા અને કીર્તન કરવાના હેતુથી એક વાર તેઓ ગોમાંતકના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને તે પ્રદેશનું સૃષ્ટિ-સૌંદર્ય એટલું બધું ગમી ગયું કે…

વધુ વાંચો >

જ્યોતિર્લિંગ

જ્યોતિર્લિંગ : ભારતમાં આવેલાં બાર પ્રસિદ્ધ શિવલિંગો. ભગવાન શિવની લિંગસ્વરૂપે પૂજા વેદ અને પુરાણોમાં વર્ણવાઈ છે. અથર્વવેદમાં બ્રહ્મના સ્કંભ (સ્તંભ) સ્વરૂપના ઉલ્લેખો જોતાં વેદકાળમાં પ્રકાશપુંજના સ્તંભના પ્રતીકરૂપ લિંગપૂજા પ્રચલિત હશે. ઉપનિષદોમાં શિવને પરબ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરબ્રહ્મમાંથી સર્વપ્રથમ તેજ સ્કંભ રૂપે ઉત્પન્ન થયું છે. પરબ્રહ્મના પ્રકાશથી — તેજથી —…

વધુ વાંચો >

ઝવેરાત

ઝવેરાત હીરા, રત્નો વગેરે જડીને બનાવેલાં સોનું, ચાંદી અને અન્ય કીમતી ધાતુઓનાં આભૂષણો. આ આભૂષણો તૈયાર કરવા માટેનો ઉદ્યોગ તે ઝવેરાત–ઉદ્યોગ. ઝવેરાતનો ઉપયોગ માનવી પોતાની જાતને શણગારવા અને વધુ આકર્ષક બનાવવા ઉપરાંત ધાર્મિક અથવા તાંત્રિક કારણોસર તેમજ પોતાની સંપત્તિ અને શ્રીમંતાઈ દર્શાવવા પણ કરતો આવ્યો છે. મોટાભાગનું ઝવેરાત સોનું, પ્લૅટિનમ,…

વધુ વાંચો >

ટેરા કોટા(માટીનાં પકવેલાં શિલ્પો) 

ટેરા કોટા (માટીનાં પકવેલાં શિલ્પો) : માટીના પકવેલા શિલ્પના વિવિધ ઘાટ. પલાળેલી માટી ગૂંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામવાસણ, રમકડાં વગેરેને પકાવીને તૈયાર કરાય તે પકવેલી માટીનાં રમકડાંઘાટ તે ટેરાકોટા. ભારતમાં ‘ટેરાકોટા’(સં. धाराकूट)ની પરંપરા આશરે પાંચેક હજાર વર્ષ જેટલી પ્રાચીન છે. ટેરાકોટા નદીકાંઠાની સંસ્કૃતિ, નદીનો દોઆબ અને  જ્યાં રસળતી…

વધુ વાંચો >

ટ્રેબિયેટેડ

ટ્રેબિયેટેડ : સ્તંભ અને પાટડીની રચના દ્વારા ઇમારતનું માળખું ઊભું કરાય ત્યારે તે જાતની બાંધણીને ગ્રીક સ્થાપત્યમાં આપવામાં આવેલું  નામ. આ જાતની બાંધણી  દીવાલો અને કમાનાકાર રચનાથી તદ્દન અલગ હોય છે. આ પદ્ધતિમાં આધારોની સંખ્યા મર્યાદિત કરી શકાય છે, જેથી ફરસનો વિસ્તાર ગમે તે દિશામાં વિના વિઘ્ને કરી શકાય છે.…

વધુ વાંચો >