ભાનુપ્રસાદ અ. પરીખ
કંટાળો
કંટાળો (boredom) : એક પ્રકારની માનસિક સ્થિતિ. વ્યક્તિને જે કામ ચાલુ રાખવા અથવા પૂરું કરવા માટે ફરજ પાડવામાં આવે તેમાંથી ઉત્પન્ન થતી વૃત્તિ તે કંટાળો. કોઈ પણ કામ કરવાનું આજે ગમે, તે કરવામાં કાલે કંટાળો પણ ઊપજે. કામ બધા જ માણસોને એકસરખું કંટાળાજનક ન પણ લાગે. કંટાળાની લાગણી કામ વાસ્તવિક…
વધુ વાંચો >કાર્ય (મનોવિજ્ઞાન)
કાર્ય (મનોવિજ્ઞાન) : વ્યવસાયરૂપે બજાવાતી કામગીરી. કાર્યની ઓળખ પ્રવૃત્તિ કરવાથી થતા આંતરિક, શારીરિક, જૈવિક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોને અનુલક્ષીને આપવામાં આવે છે. કાર્યનું મૂલ્યાંકન વ્યક્તિની કાર્યક્ષમતા અને ઉત્પાદકતાના સંદર્ભમાં થાય છે. કાર્ય પૂરેપૂરી ક્ષમતાથી થાય અને ઉત્પાદકતામાં વધારો થતો રહે તે માટે અનેક પરિબળો સંકળાયેલાં છે. કાર્ય કરવા માટે પ્રેરણા અત્યંત…
વધુ વાંચો >સજાગતા (ચેતના – consciousness) અને તેની અવસ્થાઓ
સજાગતા (ચેતના – consciousness) અને તેની અવસ્થાઓ : વ્યક્તિની સચેતતા અને તેની વિવિધ સ્થિતિઓ. સજાગતા અથવા ચેતના અથવા બોધસ્તરની ચર્ચા તત્વજ્ઞાનીઓ માટે ઊંડી ચર્ચાનો વિષય રહી છે. સજાગતા અને અજાગ્રતતા, ચેતન અને જડ, મન અને શરીરના સંબંધ વિશેની ચર્ચાઓમાંથી તત્વજ્ઞાનમાં એકતત્વવાદ, દ્વૈતવાદ, વિચારવાદ, ભૌતિકવાદ, ચૈતન્યવાદ, યંત્રવાદ જેવી અનેક વિચારધારાઓ ઊપજી…
વધુ વાંચો >સ્કિનર બી. એફ. (Skinner B. F.)
સ્કિનર, બી. એફ. (Skinner, B. F.) (જ. 20 માર્ચ 1904, પેન્સિલવેનિયા; અ. 18 ઑગસ્ટ 1990, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અગ્રણી મનોવૈજ્ઞાનિક અને વર્તનવાદના પુરસ્કર્તા. આખું નામ બરહસ ફ્રેડરિક સ્કિનર. પિતા વ્યવસાયે વકીલ અને માતા ગૃહિણી હતાં. તેમનો ઉછેર અત્યંત જુનવાણી, રૂઢિચુસ્ત વાતાવરણમાં થયો હતો. હેમિલ્ટન કૉલેજમાંથી અંગ્રેજી સાથે સ્નાતકની પદવી મેળવ્યા…
વધુ વાંચો >સ્વપીડન (masochism)
સ્વપીડન (masochism) : જાતીય સુખ મેળવવાની મનોદશાનો એક વિકૃત પ્રકાર. મનોવિજ્ઞાનમાં પરપીડન (sadism) તેમજ સ્વપીડન (masochism) પદો એક પ્રકારના વિકૃત વર્તનના સિક્કાની બે બાજુની જેમ દ્વંદ્વમાં પ્રયોજાય છે. પરપીડન એટલે કોઈ વ્યક્તિએ અન્ય વ્યક્તિને વેદના, ત્રાસ કે હાનિ ઉપજાવતાં પોતાને જાતીય ઉત્તેજના અને તેથી જાતીય સુખનો અનુભવ થવો તેવી મનોદશા.…
વધુ વાંચો >સ્વપ્રેમગ્રંથિ (Narcissism)
સ્વપ્રેમગ્રંથિ (Narcissism) : સ્વપ્રેમદર્શક ગ્રંથિ એટલે વ્યક્તિને પોતાની જાત પ્રત્યે અનહદ પ્રેમ. માણસે પોતાના જ પ્રેમમાં પડેલા રહેવું તે. આ આત્મપ્રેમ અતિશયતાની સીમા વટાવી ગયો હોય ત્યારે તે વિકૃતિ બની ગ્રંથિ, વળગણ બની જાય છે. ગ્રીક દંતકથામાં નાર્સિસસ નામનો સોળ વરસનો અતિશય સ્વરૂપવાન રાજકુમાર હતો. તે ઈકો નામની તેની પ્રિયતમા…
વધુ વાંચો >હતાશા (frustration)
હતાશા (frustration) : આપણા જીવનમાં આપણી જૈવિક, મનોવૈજ્ઞાનિક, આવેગિક, સામાજિક જરૂરતો હંમેશા સરળતાથી સંતોષાઈ જાય એવું બનતું નથી જ. આપણી વૃત્તિઓ, લાગણીઓ, જરૂરતો તેમજ લક્ષ્યોના સંતોષની પ્રક્રિયાના માર્ગમાં આંતરિક તેમજ બાહ્ય વાતાવરણમાંથી અનેક વિઘ્નો, અવરોધો ઊપજે છે. વ્યક્તિની જરૂરત-સંતોષ અને લક્ષ્યપ્રાપ્તિની પ્રક્રિયામાં આ વિઘ્નો તેમજ અવરોધો તેનામાં સંઘર્ષ, તનાવ ઉપજાવે…
વધુ વાંચો >હસ્તમૈથુન (Masturbation)
હસ્તમૈથુન (Masturbation) : સ્ત્રીના સહવાસ વિના જ્યારે પુરુષ પોતે સ્વપ્રયત્નથી જાતીય ઉત્તેજનાનો અનુભવ કરે તેને લગતી લૈંગિક ક્રિયાની રીત. મૈથુન અથવા સંભોગની ક્રિયા નર અને માદા, પુરુષ અને સ્ત્રી વચ્ચે તેમનાં જાતીય અંગોના સહિયારા સહવાસ દ્વારા થાય છે જે અંતે પુરુષમાં વીર્યસ્રાવ તેમજ પુરુષ અને સ્ત્રી બંનેમાં સામાન્યત: જાતીય સુખની…
વધુ વાંચો >હૉલ ગ્રેનવીલે સ્ટેન્લી
હૉલ, ગ્રેનવીલે સ્ટેન્લી (જ. 1 ફેબ્રુઆરી 1844, ઍશફીલ્ડ, મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 24 એપ્રિલ 1924) : જાણીતા અમેરિકન મનોવૈજ્ઞાનિક. તેઓ સર્વપ્રથમ હાર્વર્ડમાં વિલિયમ જેમ્સના શિષ્ય હતા. પછી તે જર્મનીમાં લિપઝિગ નગરના વિલ્હેમ વુન્ટના પ્રથમ અમેરિકન શિષ્ય બન્યા. તેમણે અમેરિકામાં સૌથી પહેલવહેલી મનોવિજ્ઞાનની પ્રયોગશાળા જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં 1882માં સ્થાપી. 1887માં હૉલે અમેરિકન…
વધુ વાંચો >