ભગવતીપ્રસાદ પંડયા
અલંકારચૂડામણિ-1
અલંકારચૂડામણિ-1 (અલંકારશિરોમણિ) (સત્તરમી શતાબ્દી – પૂર્વાર્ધ) : તાંજોરના રાજા રઘુનાથ દીક્ષિતના સભાપંડિત, રત્નખેટનો શ્રીનિવાસ દીક્ષિતના પુત્ર રાજચૂડામણિ દીક્ષિતે લખેલો અલંકારગ્રંથ. તેમણે ‘કાવ્યદર્પણ’ ઉપરાંત ‘રુક્મિણી-કલ્યાણ’ કે ‘પરિણય’ (10 સર્ગો ધરાવતું કાવ્ય), ‘આનંદરાય’ (નાટક), ‘શૃંગારતિલક’ (ભાણ) અને ‘ભારતચમ્પૂ’ જેવા ગ્રંથો લખ્યા હોવાનું કહેવાય છે. ભગવતીપ્રસાદ પંડ્યા
વધુ વાંચો >અલંકારરત્નાકર
અલંકારરત્નાકર (બારમી શતાબ્દીની આસપાસ) : ત્રયીશ્વર મિત્રના પુત્ર શોભાકર મિત્રરચિત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. તેમાં 107સૂત્રો છે. કાશ્મીરી કવિ યશસ્કરે પોતે લખેલ દેવીસ્તોત્રમાં આ સૂત્રો તથા તેનાં ઉદાહરણ આપ્યાં છે. આના ઉપર ‘રત્નોદાહરણ’ નામની સ્વોપજ્ઞ ટીકા પણ લખાઈ છે. ભગવતીપ્રસાદ પંડ્યા
વધુ વાંચો >અલંકારશાસ્ત્ર
અલંકારશાસ્ત્ર : સંસ્કૃત સાહિત્યમાં કાવ્યગત સૌન્દર્યનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર. ‘પ્રતાપરુદ્રીય’ની ટીકામાં ‘અલંકારશાસ્ત્ર’ શબ્દનો પ્રયોગ આ માટેનું સમર્થક પ્રમાણ છે. અલંકાર સિવાય કાવ્યના આત્મસ્થાનીય રસ કે ધ્વનિ, કાવ્યના ઉત્કર્ષક ધર્મો જેવા કે ગુણ, રીતિ, ઔચિત્ય વગેરે તત્વોનું નિરૂપણ કરતા આ શાસ્ત્રને ‘અલંકારશાસ્ત્ર’ જ નામ આપવામાં ઔચિત્ય મનાયું છે. આ શાસ્ત્ર માટે…
વધુ વાંચો >અલંકારસર્વસ્વ
અલંકારસર્વસ્વ (બારમી શતાબ્દીનો મધ્યભાગ) : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો પ્રૌઢ ગ્રંથ. કર્તા રાજાનક ઉપનામધારી કાશ્મીરી પંડિત રુય્યક (રુચક). ગ્રંથ સૂત્ર, વૃત્તિ અને ઉદાહરણ – એ પદ્ધતિમાં લખાયો છે. એમાં સૂત્ર તથા વૃત્તિના રચયિતા રુય્યક છે, જ્યારે ઉદાહરણો વિભિન્ન ગ્રંથોમાંથી લેવામાં આવ્યાં છે. ‘અલંકારસર્વસ્વ’ના ટીકાકાર જયરથ સૂત્ર તથા વૃત્તિના રચયિતા રુય્યકને જ માને…
વધુ વાંચો >અલંકાર સંપ્રદાય
અલંકાર સંપ્રદાય : કાવ્યનું સર્વસ્વ અલંકાર છે એવું મંતવ્ય ધરાવનાર એક વિશિષ્ટ વર્ગ. આ સંપ્રદાયમાં રસ, ધ્વનિ જેવાં બધાં તત્વો અલંકારમાં જ સમાવિષ્ટ થાય છે એમ સિદ્ધ થયું છે. આ સંપ્રદાયના પ્રવર્તક ભામહ (સપ્તમ શતક), પોષક દંડી (સપ્તમ શ.), ઉદભટ (અષ્ટમ શ.), રુદ્રટ (નવમ શ.) તથા પ્રતિહારેન્દુરાજ (દશમ શતક) અને…
વધુ વાંચો >આર્યાસપ્તશતી
આર્યાસપ્તશતી (12મી સદી) : 700 જેટલા શ્લોકોમાં આર્યાગીતિ છંદમાં લખાયેલી સંસ્કૃત કૃતિ. રચનાર આચાર્ય ગોવર્ધન (1119-1199). નીલાંબર કે સંકર્ષણના પુત્ર, બલભદ્રના ભાઈ, બંગાળના રાજા લક્ષ્મણસેનના સભાકવિ. ‘આર્યાસપ્તશતી’માં શૃંગારની અનેક અવસ્થાઓ, નાગરિક સ્ત્રીઓની શૃંગારપૂર્ણ ચેષ્ટાઓ, ગ્રામીણ મહિલાઓની સ્વાભાવિક ઉક્તિઓ, સંયોગ તથા વિયોગના સમયે સુંદરીઓના હૃદયમાં પ્રગટતા વિવિધ ભાવોનું મનોહારી નિરૂપણ છે.…
વધુ વાંચો >
અલંકારચૂડામણિ-2
અલંકારચૂડામણિ-2 : સંસ્કૃત અલંકારના હેમચંદ્રવિરચિત ‘કાવ્યાનુશાસન’ ઉપર લખાયેલ ટીકા. સૂત્ર, ઉદાહરણ તથા વૃત્તિ એમ ત્રણ ભાગોમાં વિભક્ત થયેલ આ ગ્રંથમાં સૂત્રોને ‘કાવ્યાનુશાસન’, સૂત્રોની વૃત્તિને ‘અલંકારચૂડામણિ’ તથા ટીકાને ‘વિવેક’ એવું નામ આપવામાં આવેલ છે. ભગવતીપ્રસાદ પંડ્યા
વધુ વાંચો >