અલંકારચૂડામણિ-2 : સંસ્કૃત અલંકારના હેમચંદ્રવિરચિત ‘કાવ્યાનુશાસન’ ઉપર લખાયેલ ટીકા. સૂત્ર, ઉદાહરણ તથા વૃત્તિ એમ ત્રણ ભાગોમાં વિભક્ત થયેલ આ ગ્રંથમાં સૂત્રોને ‘કાવ્યાનુશાસન’, સૂત્રોની વૃત્તિને ‘અલંકારચૂડામણિ’ તથા ટીકાને ‘વિવેક’ એવું નામ આપવામાં આવેલ છે.

ભગવતીપ્રસાદ પંડ્યા