અલંકારચૂડામણિ-1 (અલંકારશિરોમણિ) (સત્તરમી શતાબ્દી – પૂર્વાર્ધ) : તાંજોરના રાજા રઘુનાથ દીક્ષિતના સભાપંડિત, રત્નખેટનો શ્રીનિવાસ દીક્ષિતના પુત્ર રાજચૂડામણિ દીક્ષિતે લખેલો અલંકારગ્રંથ. તેમણે ‘કાવ્યદર્પણ’ ઉપરાંત ‘રુક્મિણી-કલ્યાણ’ કે ‘પરિણય’ (10 સર્ગો ધરાવતું કાવ્ય), ‘આનંદરાય’ (નાટક), ‘શૃંગારતિલક’ (ભાણ) અને ‘ભારતચમ્પૂ’ જેવા ગ્રંથો લખ્યા હોવાનું કહેવાય છે.

ભગવતીપ્રસાદ પંડ્યા