બીજલ પરમાર

ચિલી

ચિલી દક્ષિણ અમેરિકા ભૂમિખંડના દક્ષિણ છેડા પર પશ્ચિમ કાંઠે આવેલો દેશ. લૅટિન અમેરિકાનો આ દેશ પેરુની દક્ષિણમાં તથા આર્જેન્ટિનાની પશ્ચિમમાં પૅસિફિક મહાસાગરકાંઠે આવેલો છે. તે આશરે 17 ° 30´ દ.થી 56° 0´ દ. અક્ષાંશવૃત્ત તથા 67° 0´ પ.થી 75° 40´ પ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 7,56,626 ચોકિમી. થયો…

વધુ વાંચો >

ચેક પ્રજાસત્તાક

ચેક પ્રજાસત્તાક : યુરોપના મધ્યભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 48° 23’થી 51° 03’ ઉ. અ. અને 12° 5’થી 19° 58’ પૂ. રે.ની વચ્ચેનો આશરે 78,866 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જર્મની અને પોલૅન્ડ, પૂર્વ તરફ પોલૅન્ડ અને સ્લોવાકિયા, દક્ષિણે ઑસ્ટ્રિયા તથા પશ્ચિમે જર્મની આવેલાં છે.…

વધુ વાંચો >

ચેકિયાંગ (જુજિયાંગ) (Zhejiang)

ચેકિયાંગ (જુજિયાંગ) (Zhejiang) : ચીનના સમુદ્રને અડીને આવેલો પૂર્વ ચીનનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : 29° 00’ ઉ. અ. અને 120° 00’ પૂ. રે.ની આજુબાજુનો પ્રદેશ. તેની ઉત્તરે જિયાન્ગ્સુ, દક્ષિણે ફુજિયેન, નૈર્ઋત્યદિશાએ જિયાન્ગ્સી અને પશ્ચિમે આંહવેઈ પ્રાંતો આવેલા છે. ચેકિયાંગનું પાટનગર હેંગજો છે. ચેકિયાંગનો કુલ વિસ્તાર 1,01,800 ચોકિમી. છે અને તેની…

વધુ વાંચો >

ચૅધામ ટાપુઓ (Chatham Islands)

ચૅધામ ટાપુઓ (Chatham Islands) : ન્યૂઝીલૅન્ડના તાબાના ટાપુઓનું જૂથ. ભૌગોલિક સ્થાન : 43° 55’ દ. અ. અને 176° 30’ પ. રે.. તે ન્યૂઝીલૅન્ડથી પૂર્વમાં આશરે 800 કિમી. દૂર દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા છે. આ ટાપુઓનું કુલ ક્ષેત્રફળ 967 ચોકિમી. જેટલું છે. આ ટાપુઓની ઉત્પત્તિ જ્વાળામુખી પ્રક્રિયાથી થયેલી છે, પણ કેટલાક…

વધુ વાંચો >

ચૅનલ ટાપુઓ

ચૅનલ ટાપુઓ : ‘નોર્મન્ડીના ટાપુઓ’ તરીકે ઓળખાતા ટાપુઓ. ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ચૅનલ(ખાડી)માં ઇંગ્લૅન્ડના દક્ષિણ કાંઠાથી આશરે 130 કિમી.ના અંતરે અને ફ્રાન્સના કોટેન્ટીન દ્વીપકલ્પની પશ્ચિમે લગભગ 49° 20’ ઉ. અક્ષાંશવૃત્ત તથા 2° 40’ પ. રેખાંશવૃત્ત પર આવેલા છે. તેમનું કુલ ક્ષેત્રફળ આશરે 194 ચોકિમી. જેટલું છે. આ ટાપુઓના જૂથમાં ઍલ્ડર્ની,…

વધુ વાંચો >

ચેર્સ્કોગો પર્વતમાળા

ચેર્સ્કોગો પર્વતમાળા : સોવિયેટ રશિયાના પૂર્વ તરફના યાકુત તથા મેગાદાન વહીવટી વિભાગમાં આશરે 55° 10’ ઉ. અક્ષાંશવૃત્ત તથા 108° 52’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલી પર્વતમાળા. તે પશ્ચિમે વર્ખોયાન્સ્ક પર્વતમાળા સાથે જોડાયેલી છે. આ હારમાળા, વાયવ્યથી અગ્નિ દિશામાં આશરે 1000 કિમી. લાંબી છે. આમ છતાં, ઘસારાનાં પરિબળોને લીધે તે અનેક જગ્યાએ…

વધુ વાંચો >

ચેલ્યાબિન્સ્ક

ચેલ્યાબિન્સ્ક : સોવિયેટ રશિયાનું એક મોટું ઔદ્યોગિક નગર, જે તે જ નામનું વહીવટી મથક છે. આશરે 87,900 ચોકિમી.ના ક્ષેત્રફળને આવરતો ચેલ્યાબિન્સ્ક વહીવટી વિભાગ, યુરલ પર્વતના પૂર્વ પડખેથી શરૂ થઈ છેક પૂર્વમાં પ. સાઇબીરિયાના મેદાન સુધી વિસ્તરેલો છે. તેના ઊંચા પર્વતીય ભાગો દેવદાર, ફર, સ્પ્રૂસ અને બર્ચનાં શંકુદ્રુમ જંગલોથી ઢંકાયેલા છે.…

વધુ વાંચો >

ચેવિયટ ટેકરીઓ

ચેવિયટ ટેકરીઓ : ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ વચ્ચેની સીમારૂપ 50 કિમી. લંબાઈનો ટેકરી-વિસ્તાર. તે આશરે 55° 24’ ઉ. અક્ષાંશવૃત્ત અને 2° 20’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલો છે. તેનો પૂર્વ ભાગ પ્રાચીન જ્વાળામુખી ખડકોથી રચાયેલો છે અને સમુદ્રસપાટીથી આશરે 816 મી.ની ઊંચાઈએ પહોંચે છે. આ ટેકરીઓ સીધા ઢોળાવવાળી, ગોળાકાર અને લગભગ વેરાન…

વધુ વાંચો >

ચેસવિક ઉપસાગર

ચેસવિક ઉપસાગર : યુ.એસ.ના પૂર્વ કિનારાના નીચા ભાગોમાં બનેલા ખાંચામાં ઍટલૅન્ટિક મહાસાગરના ભાગરૂપ વિશાળ ઉપસાગર. ભૌગોલિક સ્થાન : તે 35° ઉ. અ. અને 76° પ. રે. છે. તે યુ.એસ.નાં મૅરીલૅન્ડ અને વર્જિનિયા રાજ્યોને સ્પર્શે છે. તેના પૂર્વ ભાગમાં ડેલમાર્વા દ્વીપકલ્પ આવેલો છે. આ ઉપસાગર આશરે 300 કિમી. લાંબો અને 5થી…

વધુ વાંચો >

ચેંગદુ

ચેંગદુ : મધ્ય નૈર્ઋત્ય ચીનના સિચુઆન (Sichuan) પ્રાંતનું પાટનગર. આ ઔદ્યોગિક નગર આશરે 30° 37’ ઉ. અ. તથા 104° 06’ પૂ. રે. પર આવેલું છે. વિસ્તાર : 4,87,000 ચોકિમી.. તે ચીનનું એક સૌથી પ્રાચીન ગણાતું શહેર છે. તેની સ્થાપના ઈ. પૂ. 200માં થઈ હતી. તે વખતે તે ઝોઉ રાજવંશનું પાટનગર…

વધુ વાંચો >