બળદેવભાઈ પટેલ
સતાબ (સિતાબ)
સતાબ (સિતાબ) : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ruta graveolens Linn. (સં. સર્પદ્રષ્ટા, વિષાપહા; હિં. શિતાબ, મ. સતાપ; અં. ગાર્ડન રુ) છે. તે અત્યંત સુગંધિત, ટટ્ટાર, અરોમિલ, 30 સેમી.થી 90 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે. તે ભૂમધ્ય પ્રદેશની મૂળનિવાસી છે. આ છોડ બાલ્કન, ઇટાલી, દક્ષિણ…
વધુ વાંચો >સપુષ્પ (phanerogam) વનસ્પતિ
સપુષ્પ (phanerogam) વનસ્પતિ : પુષ્પ ધારણ કરતી વનસ્પતિ. તેઓ બહુકોષી, મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ ધરાવતી વનસ્પતિઓ છે. આ વનસ્પતિઓમાં બીજાણુજનક (sporophyte) અવસ્થા મુખ્ય અને જન્યુજનક (gametophyte) અવસ્થા અલ્પવિકસિત (reduced) હોય છે. તેઓ વિષમબીજાણુક (heterosporous) વનસ્પતિઓ છે અને ફલનની ક્રિયા પછી બીજનિર્માણ કરતી હોવાથી તેમને બીજધારી (Spermatophyta) વનસ્પતિઓ પણ કહે…
વધુ વાંચો >સપ્તપર્ણી
સપ્તપર્ણી : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alstonia scholaris R. Br. (સં. સપ્તપર્ણ, હિં. સતવન, બં. છાતીમ, મ. સાતવીણ, ક. એલેલેગ, તે. એડાકુલ, અરિટાકુ; અં. ડેવિલ્સ ટ્રી, ડીટા-બાર્ક ટ્રી) છે. તે એક મોટું, સદાહરિત, આધારવાળું (butressed) 12 મી.થી 18 મી. ઊંચું વૃક્ષ છે. કેટલીક વાર…
વધુ વાંચો >સફરજન
સફરજન : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Malus pumila Mill. syn. M. communis DC.; M. sylvestris Hort. non. Mill.; M. domestica Borkh; Pyrus malus Linn. in part. (હિં. બં., સેબ, સેવ; ક. સેબુ, સેવુ; ગુ. સફરજન; અં. કલ્ટિવેટેડ ઍપલ) છે. તે નીચો ગોળાકાર પર્ણમુકુટ (crown)…
વધુ વાંચો >સમભાજન (mitosis)
સમભાજન (mitosis) : સજીવોમાં થતા કોષવિભાજનનો એક પ્રકાર. સજીવોનું જીવન એકકોષથી શરૂ થઈ, વારંવાર વિભાજનથી બહુકોષીય બને છે. પૂર્વવર્તી કોષનું વિભાજન થઈ અંગો બહુકોષીય બને છે. કોષવિભાજનથી નવા કોષો ઉત્પન્ન થાય છે. એકકોષી સજીવોમાં કોષવિભાજનની ક્રિયા પ્રજનનનું સાધન છે, જ્યારે બહુકોષી સજીવોમાં તે અંગ અને દેહનું ઘડતર કરે છે. કોષવિભાજનની…
વધુ વાંચો >સમસ્થાનિકતા (sympatry)
સમસ્થાનિકતા (sympatry) : જાતિ-ઉદ્ભવન(speciation)ની ઘટના સમજાવતું એક સૈદ્ધાંતિક મૉડેલ. વિસ્થાનિકતા(allopatry)ની વિરુદ્ધ સમસ્થાનિક જાતિ-ઉદ્ભવન પામતી જાતિઓ પર્વત કે નદી જેવા ભૌગોલિક અવરોધ દ્વારા અલગ પડતી નથી. સમસ્થાનિક જાતિ-ઉદ્ભવન પામતી વસ્તી સામાન્યત: એક જ પ્રદેશમાં વસવાટ ધરાવે છે. શરૂઆતથી જ સમસ્થાનિક જાતિ-ઉદ્ભવનની પરિકલ્પના વિવાદાસ્પદ રહી છે. 1980 સુધી પ્રયોગનિર્ણીત (empirical) પુરાવાઓને અભાવે…
વધુ વાંચો >સમસ્થિતતા (homeostastis)
સમસ્થિતતા (homeostastis) : જૈવિક તંત્રનું બાહ્ય કે આંતરિક પર્યાવરણીય ફેરફારો સામે અવરોધ કરી સંતુલન-અવસ્થામાં રહેવાનું વલણ. સજીવના આંતરિક પર્યાવરણની ગતિશીલ અચળતાની જાળવણી કે સ્થાયી સ્થિતિને સમસ્થિતતા કહે છે. સમસ્થિતતા સજીવનો મૂળભૂત ગુણધર્મ છે. ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઇડ, ક્ષારો અને હાઇડ્રોજન-આયનોની સાંદ્રતા; તાપમાનમાં ફેરફારો અને પ્રકાશની ગુણવત્તા અને તીવ્રતામાં ફેરફારો જેવા બાહ્ય…
વધુ વાંચો >સમાજ (તટજલજીવી સમાજ)
સમાજ (તટજલજીવી સમાજ) : સમુદ્રની વિશાળ જળરાશી પૈકીના છીછરા ખંડીય છાજલીના કિનારાના જળમાં વસતો વનસ્પતિ અને પ્રાણીજીવોનો સમાજ, જેના ઘટકો નીચે મુજબ છે : ઉત્પાદકો (producers) : ડાયટૉમ્સ, ડિનોફ્લેજિલેટ્સ અને સૂક્ષ્મકશીય (microflagellates) ઉત્પાદક પોષણ સ્તરના પ્રભાવી સજીવો તરીકે જોવા મળે છે. આ ત્રણેય જૂથ આકૃતિ 1માં દર્શાવેલ છે. ડાયટૉમ્સ ઉત્તર…
વધુ વાંચો >સમુદ્રફળ
સમુદ્રફળ : દ્વિદળી વર્ગમાં આવેલા બેરિંગ્ટોનિયેસી (મિરટેસી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Barringtonia racemosa (Linn.) Spreng. (બં. સમુદ્રફલ; હિં. ઇજ્જુલ; મલ. કટામ્પુ, સમુદ્રાપ્પુ; મ. નિવર; સં. સમુદ્રફલ; ત. સમુથ્રમ; તે. સમુદ્રપોન્નાચેટ્ટુ; અં. ઇંડિયન ઓક) છે. તે એક મધ્યમ કદનું અથવા નાનું વૃક્ષ છે અને બદામી રેસામય છાલ ધરાવે છે. તે…
વધુ વાંચો >સમુદ્રવેલ (મરજાદવેલ)
સમુદ્રવેલ (મરજાદવેલ) : દ્વિદળી વર્ગમાં આવેલા કોન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea pes-carpae (Linn.) Sweet syn. I. biloba Forsk.; I. maritima R. Br. (હિં. દોપાતી લતા, બં. છાગાકુરી, મ. મર્યાદવેલ, સમુદ્રફેન) છે. તે એક મોટી આરોહી કે તલસર્પી (trailing), બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને જાડાં લાંબાં મૂળ ધરાવે…
વધુ વાંચો >