બળદેવભાઈ પટેલ
વાહક-સંકલ્પના (carrier concept)
વાહક-સંકલ્પના (carrier concept) : કોષમાં પટલ (membrane) મારફતે થતી આયનો કે ચયાપચયકો(metabolites)ની વહન-પ્રક્રિયા માટે આપવામાં આવેલી એક સંકલ્પના. કોષમાં આ પદાર્થોની વહન-પ્રક્રિયા મંદ (passive) અથવા સક્રિય વહન (active transport) દ્વારા થાય છે. મંદ વહનની પ્રક્રિયા હંમેશાં સાંદ્રતા-ઢાળ(concentration gradient)ની દિશામાં થાય છે; એટલે કે પદાર્થનું ઊંચી સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ…
વધુ વાંચો >વાહિપુલ
વાહિપુલ : વાહકપેશીધારી (tracheophyte) વનસ્પતિના દેહમાં આવેલો વાહકપેશીઓનો બનેલો એકમ. તે અન્નવાહક (phloem) અને જલવાહક (xylem) પેશીનો બનેલો હોય છે. સામાન્ય રીતે અન્નવાહક અને જલવાહક પેશીની ગોઠવણી ત્રણ પદ્ધતિઓ દ્વારા થાય છે : (1) બંને વાહકપેશીઓ એક જ ત્રિજ્યા પર સાથે સાથે ગોઠવાયેલી હોય છે; (2) એક પ્રકારની વાહક પેશી…
વધુ વાંચો >વાળો (સુગંધી વાળો)
વાળો (સુગંધી વાળો) : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vetiveria zizanioides (Linn.) Nash. syn. Andropogon muricatus Retz. A. squarrosus Hook f. (સં. વાલક, ઉશિર; હિં. રવસ, વાલા, ખસ; અં. ખસખસ ગ્રાસ) છે. તે દક્ષિણ ભારત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, આસામ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ, છોટા…
વધુ વાંચો >વાંદો
વાંદો : દ્વિદળી વર્ગમાં આવેલા લોરેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dendrophthoe falcata (Linn. F) Ettingshausen syn. Loranthus falcatus Linn f.; L. longiflorus Desr. (સં. વૃક્ષાદની, વંદાક; હિં. બાંદા; બં. પરગાછા, મોંદડા; મ. બાંડગુળ, કામરૂખ, બાંદે, બાદાંગૂળ; ગુ. વાંદો; ક. બંદનીકે; તે. બાજીનીકે, મલ. ઇથિલ) છે. તે એક મોટી…
વધુ વાંચો >વિકળો
વિકળો : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnosporia montana (Roth) Benth syn. spinosa (Forsk.) Flori (l syn – Maytenus emarginata) (સં. વિકંકત્; હિં. કંટાઈ, વંજ, બૈકલ; ગુ. વિકળો, બહેકળ) છે. તે ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ડુંગરાળ જમીનમાં થાય છે. પર્ણપાતી (deciduous)…
વધુ વાંચો >વિકૃતિ (જનીનવિજ્ઞાન)
વિકૃતિ (જનીનવિજ્ઞાન) સજીવના જનીનબંધારણમાં જનીનોના પુન:સંયોજન (recombination) સિવાય થતો કોઈ પણ આનુવંશિકીય ફેરફાર. આ ફેરફારો રંગસૂત્રની રચના કે સંખ્યામાં પણ થાય છે. તેમને રંગસૂત્રીય વિકૃતિઓ કહે છે. ‘વિકૃતિ’ શબ્દ જનીનિક-વિકૃતિઓ માટે વપરાય છે. હ્યુગો-દ-ફ્રીસે સૌપ્રથમ વાર ‘વિકૃતિ’ શબ્દ પ્રયોજ્યો. તેઓ મેંડેલના આનુવંશિકતાના નિયમોને પુન:સંશોધિત કરનાર ત્રણ વૈજ્ઞાનિકો પૈકીના એક છે.…
વધુ વાંચો >વિકૃતિપ્રેરકો (mutagens)
વિકૃતિપ્રેરકો (mutagens) : જનીનિક વિકૃતિ પ્રેરતાં પરિબળો. વિકૃતિપ્રેરકો બે પ્રકારનાં છે : (i) વિકિરણ (radiation), (ii) રાસાયણિક વિકૃતિનાં પ્રેરકો. વિકિરણનાં બધાં સ્વરૂપો લગભગ બધાં સજીવોમાં વિકૃતિપ્રેરક હોય છે. તે કૉસ્મિક રજોમાંથી આવતું નૈસર્ગિક વિકિરણ હોઈ શકે, અથવા અણુશક્તિના અભ્યાસ કે ઍક્સ-કિરણયંત્રમાંથી ઉદભવેલ માનવસર્જિત વિકિરણ પણ હોઈ શકે; જેમાં પારજાંબલી કિરણો…
વધુ વાંચો >વિકૃતિવાદ
વિકૃતિવાદ : સજીવોની ઉત્ક્રાંતિની સમજૂતી આપતી એક સંકલ્પના. હ્યુગો દ ફ્રિસે આ સંકલ્પના 1901માં આપી. તેમણે મેંડેલના આનુવંશિકતાના નિયમોનું સ્વતંત્ર રીતે પુન:સંશોધન કર્યું હતું. ઘણાં વર્ષોનાં પ્રયોગો અને અવલોકનો પછી તેમણે જણાવ્યું કે નવી જાતિનો ઉદભવ મંદ ભિન્નતાઓ દ્વારા થતો નથી; પરંતુ પિતૃ-સજીવમાં એકાએક ઉદભવતી અને સંપૂર્ણપણે પ્રસ્થાપિત થતી ભિન્નતાઓ…
વધુ વાંચો >વિચિત્રોતકી (chimera)
વિચિત્રોતકી (chimera) : એકથી વધારે યુગ્મનજ(zygote)માંથી ઉત્પન્ન થયેલ અથવા જનીનિક રીતે (genetically) અલગ વનસ્પતિ અથવા પ્રાણી. પ્રાણીઓ : જોકે કેટલાંક વિચિત્રોતકી કુદરતી રીતે ઉત્પન્ન થાય છે, છતાં મોટાભાગનાં પ્રાયોગિક રીતે ઉત્પન્ન કરવામાં આવે છે; જેમાં કાં તો જુદા જુદા પૂર્વ ભ્રૂણ(preembryo)ના કોષોનું મિશ્રણ કરવામાં આવે છે અથવા પક્વ ભ્રૂણ કે…
વધુ વાંચો >વિજન્યુતા (apogamy)
વિજન્યુતા (apogamy) : જન્યુઓ(gametes)ના યુગ્મન સિવાય જન્યુજનક(gametophyte)ના વાનસ્પતિક કોષોમાંથી બીજાણુજનક-(sporophyte)નું સીધેસીધું નિર્માણ. ભ્રૂણધારી (embryophyta) વિભાગની વનસ્પતિના સામાન્ય જીવનચક્રમાં બે એકાંતરે ગોઠવાયેલી અવસ્થાઓ જોવા મળે છે. આ અવસ્થાઓમાં દ્વિગુણિત (diploid) બીજાણુજનક અને એકગુણિત જન્યુજનકનો સમાવેશ થાય છે. આ એકાંતરણ યુગ્મન અને અર્ધસૂત્રીભાજન નામની બે મહત્વની પ્રક્રિયાઓ દ્વારા થાય છે. રંગસૂત્રોની સંખ્યાનું…
વધુ વાંચો >