બળદેવભાઈ પટેલ
જન્કસ
જન્કસ : દ્વિબીજદલા (Dicotyledon) વર્ગના જંકેસી કુળની એક પ્રજાતિ. તે ધ્રુવીય, સમશીતોષ્ણ અને કેટલીક વાર ઉષ્ણ પ્રદેશોમાં પણ વિસ્તરણ પામેલી જોવા મળે છે. ભારતમાં તેની 30 જેટલી જાતિઓની નોંધ થયેલી છે. તે બહુવર્ષાયુ અથવા ક્વચિત્ એકવર્ષાયુ શાકીય અને પાતળી-લાંબી વનસ્પતિ છે. Juncus communis, E. Mey, (syn. J. effusus, Linn. Mattingrush…
વધુ વાંચો >જરદાલુ
જરદાલુ : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus armeniaca Linn. (હિં. જરદાલુ, અં. કૉમન ઍપ્રિકૉટ) છે. તે મધ્યમ કદનું, 10 મી. જેટલું ઊંચું, રતાશ પડતી છાલવાળું વૃક્ષ છે; અને ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં ખાસ કરીને કાશ્મીર, ચિનાબ અને કુલુની ખીણોમાં તથા સિમલાની ટેકરીઓ પર લગભગ 3000 મી.ની…
વધુ વાંચો >જરાયુ (placenta)
જરાયુ (placenta) : સ્ત્રીકેસર(pistil)ની વક્ષસીવને અંડકો(જે ફલન બાદ બીજમાં પરિણમે છે.)ના ઉદભવનું સ્થાન. પ્રજનન માટે રૂપાંતરિત થયેલા પર્ણને સ્ત્રીકેસર કહે છે. બીજાશયમાં જરાયુ કે જરાયુઓનો ઉદભવ અને તેમની ગોઠવણીને જરાયુવિન્યાસ (placentation) કહે છે. સપુષ્પ વનસ્પતિઓના વર્ગીકરણમાં જરાયુવિન્યાસનું અત્યંત મહત્વ છે. બીજાશયની દીવાલની ધાર જ્યાં જોડાય ત્યાં વક્ષસીવને જરાયુ ઉત્પન્ન થાય…
વધુ વાંચો >જલક્રમક અથવા જલાનુક્રમણ (hydrosere)
જલક્રમક અથવા જલાનુક્રમણ (hydrosere) : તળાવ કે જળાશયોમાં પ્રારંભિક અવસ્થાથી માંડીને ચરમાવસ્થા સુધી જટિલ પર્યાવરણને અનુકૂળ બની સજીવ સમૂહમાં તથા પ્રગતિશીલ અનુક્રમિક ફેરફારો. તળાવ કે જળાશયોમાં જલાનુક્રમણનો પ્રારંભ કેટલાક વનસ્પતિ સૂક્ષ્મજીવો(phytoplanktons)ના સંસ્થાનીકરણથી થાય છે. તે સૌપ્રથમ વનસ્પતિસમાજ બનાવે છે અને અંતે વનમાં પરિણમે છે, જે વનસ્પતિના મુખ્ય ઘટકો સહિતની ચરમાવસ્થા…
વધુ વાંચો >જલતલસ્થ સજીવો
જલતલસ્થ સજીવો : જલતલસ્થ વિભાગ(benthic division)માંની વનસ્પતિસૃષ્ટિ તથા તેમાં વસતાં પ્રાણીઓ. સમુદ્ર, મીઠા પાણીનાં સરોવર કે તળાવના તલપ્રદેશમાં તટથી માંડી સૌથી વધારે ઊંડાઈ સુધી જોવા મળતા જલીય સજીવોના નિવાસને જલતલસ્થ વિભાગ કહે છે. આ વિભાગમાં વસતા જલતલસ્થ સજીવોમાં લીલ, જીવાણુઓ, ફૂગ, જલીય સપુષ્પ વનસ્પતિ, સ્તરકવચીઓ, જલીય કીટકો, નૂપુરક, મૃદુકાય અને…
વધુ વાંચો >જલતાણ
જલતાણ : વનસ્પતિમાં ભૂમિજલની અલ્પતા કે હિમપાત જેવાં બાહ્ય પરિબળોને લીધે ઉદભવતી હાનિકારક અસર. જલતાણને લીધે પ્રકાશસંશ્લેષણમાં ઘટાડો, વૃદ્ધિદરમાં ઘટાડો, ક્ષારોના પ્રમાણમાં વધારો, રંધ્રોનું બંધ થઈ જવું, સુકારો વગેરે હાનિકારક અસરો ઉદભવે છે. તેની તીવ્રતા વધારે હોય તો નાશ પણ સંભવી શકે. જલતાણનું મુખ્ય કારણ ભૂમિજલનો અલ્પ પુરવઠો છે. સાથે…
વધુ વાંચો >જલવાહક પેશી (water conducting tissue)
જલવાહક પેશી (water conducting tissue) : વનસ્પતિનો, સંવહનપેશી-તંત્ર(vascular system)નો એક ભાગ, જે મૂળ દ્વારા શોષાયેલાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વનસ્પતિનાં અન્ય અંગો જેવાં કે પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ વગેરે તરફ વહન કરે છે તેમજ વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે. મૂળવર્ધી અગ્ર અને પ્રરોહવર્ધી અગ્રના વિભાજન પામતા કોષો પ્રાથમિક જલવાહક…
વધુ વાંચો >જલવિભવ
જલવિભવ : પાણીનો રાસાયણિક વિભવ. રાસાયણિક તંત્રમાં આવેલ એક મોલ પદાર્થની મુક્તશક્તિને તે પદાર્થનો રાસાયણિક વિભવ કહે છે. તેથી અચળ દબાણે અને તાપમાને રાસાયણિક વિભવનો આધાર તે પદાર્થની મોલ સંખ્યા પર રહેલો હોય છે. પાણીનો જલવિભવ ગ્રીક મૂળાક્ષર (psi – સાય) દ્વારા દર્શાવાય છે. તે પ્રમાણભૂત સ્થિતિમાં કોઈ એક તંત્રમાં…
વધુ વાંચો >જલોત્સર્ગી (hydathode)
જલોત્સર્ગી (hydathode) : પાણીનું પ્રવાહી સ્વરૂપે ઉત્સર્જન કરતી પર્ણની કિનારી કે ટોચ પર આવેલી રચના. કેટલીક પ્રિમ્યુલા, ટ્રોપિયોલમ, ટમેટાં, સેક્સિફ્રેગા જેવી આવૃત બીજધારી વનસ્પતિ તેમજ હંસરાજ જેવી ત્રિઅંગી વનસ્પતિમાં જલોત્સર્ગી કે જલરન્ધ્ર જેવી વિશિષ્ટ રચના જોવા મળે છે; તેની દ્વારા બિંદૂત્સ્વેદન (પ્રવાહી સ્થિતિમાં પાણીનું ઉત્સર્જન) થાય છે. ખાસ કરીને અત્યંત…
વધુ વાંચો >જવ
જવ : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hordeum vulgare Linn. (H. sativum Jessen) સં. યવ; હિં. જવ, સતુવા; મ. જવ, સાતૂ, ક. જવગોધી; તે યવધાન્ય, યવક; તા. બાર્લીઅરિસુ; અ. શઈર; અં. બાર્લી) છે. H. hexastichon, H. intermedium, H. distichon, H. zeocriton, H. deficiens, H. aegiceras, H.…
વધુ વાંચો >