બટુક દલીચા

વેદાંગજ્યોતિષ

વેદાંગજ્યોતિષ : ભારતીય જ્યોતિષશાસ્ત્રનો સૌથી પ્રાચીન ગ્રંથ. ચાર વેદોનાં છ અંગોમાંનું નયન ગણાતું એક અંગ જ્યોતિષ છે, કારણ કે વેદમાં કહેલા યજ્ઞો કયા દિવસે કયા મુહૂર્તમાં કરવા તેને બતાવવા જ્યોતિષનો ઉદ્ભવ થયો છે. વેદની સંહિતાઓમાં યુગ, સંવત્સર, માસ, ઋતુ, તિથિ, વાર વગેરેના ઉલ્લેખો મળે છે. એ રીતે બ્રાહ્મણગ્રંથોમાં પણ જ્યોતિષના…

વધુ વાંચો >

વેધશાળા, પ્રાચીન

વેધશાળા, પ્રાચીન : પ્રાચીન ભારતમાં આકાશી પદાર્થોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તેમનાં સ્થાન, ગતિ વગેરે યંત્રોથી નક્કી કરવાની જગ્યા. પ્રાચીન કાળમાં આ પ્રકારનાં ખાસ મકાનોનું અસ્તિત્વ હોવા અંગેનું ચોક્કસ વર્ણન મળતું નથી; પરંતુ જ્યોતિષ અને ગ્રહોના વેધ લેવાની પદ્ધતિનાં અલગ અલગ વર્ણનો કે પ્રયત્નો થયેલાં જોવા મળે છે. વળી યુરોપિયન પદ્ધતિનું…

વધુ વાંચો >

વેંકટરામન, બી.

વેંકટરામન, બી. (જ. 1911; અ. 20 ડિસેમ્બર 1998) : દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશમાં વીસમી સદીમાં થયેલા મહાન ખગોળશાસ્ત્રી અને વિદ્વાન જ્યોતિષી. વતન બૅંગાલુરુ. પંચાંગ – સ્પષ્ટ ગ્રહોનું ગણિત કરનાર, સ્વતંત્ર ‘અયનાંશ’ સ્થાપિત કરનાર જ્યોતિર્વિદ. ભારતીય પંચાંગ-ગણિતશાસ્ત્રમાં નિરયન અયનાંશ જે સર્વમાન્ય છે; તેનાથી 1O-26” – 40” ઓછા લે છે. તેથી જન્મલગ્ન…

વધુ વાંચો >

શકુનશાસ્ત્ર

શકુનશાસ્ત્ર : શકુન-અપશકુનનું શાસ્ત્ર. પ્રાચીન ભારતીય જ્યોતિષનો સ્રોત વૈદિક જ્યોતિષ (જ્યોતિષવેદાંગ) મનાય છે. પરંતુ શકુનવિદ્યાનાં મૂળ વેદમાં મળે છે. ‘કપોત સૂક્ત’ (10/165) તેનું ઉદાહરણ છે. ઘરમાં કપોત (હોલો) પ્રવેશે તે અપશુકન છે. કાળું પક્ષી પણ ઘરમાં પ્રવેશે તે અપશુકન છે. શકુનને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તના શુભ અને અશુભ પ્રકાર…

વધુ વાંચો >

શાસ્ત્રી, બાપુદેવ

શાસ્ત્રી, બાપુદેવ (જ. 1 નવેમ્બર 1821; અ. 1890) : ભારતીય અને પાશ્ર્ચાત્ય જ્યોતિષગણિતના પ્રકાંડ પંડિત. આજે પણ ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં તેમનું નામ અગ્રસ્થાને રહેલું છે. તેમનું બીજું એક નામ નૃસિંહ હતું. તેઓ ઋગ્વેદી ચિતપાવન બ્રાહ્મણ કુટુંબના હતા. ગોદાવરી જિલ્લાના ટોર્કે (જિ. અહમદનગર) ગામના મૂળ રહેવાસી. પિતાનું નામ સીતારામ અને માતાનું નામ…

વધુ વાંચો >

શિષ્યધીવૃદ્ધિતંત્ર

શિષ્યધીવૃદ્ધિતંત્ર : સૂર્ય સિદ્ધાન્તના ટીકાકાર રંગનાથે ‘શિષ્યધી-વૃદ્ધિતંત્ર’ નામે આ સંસ્કૃત ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. તેનો અર્થ ‘શિષ્યોની ધી અર્થાત્ બુદ્ધિની વૃદ્ધિ કરનાર તંત્ર’ એટલો જ થાય છે. લલ્લે લગભગ ‘શિષ્યધીવૃદ્ધિતંત્ર’ નામના ગ્રહગણિતના ગ્રંથની રચના કરી એમ જણાય છે. સુધાકર દ્વિવેદીએ આ ગ્રંથ શુદ્ધ કરી ઈ. સ. 1886માં કાશીથી પ્રકાશિત કર્યો…

વધુ વાંચો >