બંગાળી સાહિત્ય
ચક્રવર્તી, અમિય
ચક્રવર્તી, અમિય (જ. 10 એપ્રિલ 1901, શ્રીરામપુર; અ. 12 જૂન 1986, શાંતિનિકેતન) : આધુનિકતાવાદી પ્રસિદ્ધ બંગાળી કવિ. પિતા દ્વિજેશચંદ્ર અંગ્રેજી સાથે એમ.એ. થયેલા અને કાયદાશાસ્ત્રના સ્નાતક. એ સમયના ગૌરીપુર રાજ્યના દીવાન હતા. માતા અનિંદિતાદેવી સ્ત્રીસ્વાતંત્ર્યનાં હિમાયતી હતાં. ‘આગમની’ નામે એમનો નિબંધસંગ્રહ પ્રગટ થયો હતો. અમિયનું બાળપણ ગૌરીપુરમાં વીતેલું. ત્યાંના પ્રાકૃતિક…
વધુ વાંચો >ચક્રવર્તી, બીરેન્દ્રનાથ
ચક્રવર્તી, બીરેન્દ્રનાથ (જ. 1920) : બંગાળી કવિ. પ્રાથમિક, માધ્યમિક તથા કૉલેજ શિક્ષણ કૉલકાતામાં, પણ શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. વિપ્લવી સમાજવાદી પક્ષમાં ભળેલા, એથી 1967માં એમને કારાવાસ ભોગવવો પડેલો. 1940થી કાવ્યો લખવાની શરૂઆત કરેલી. મૌલિક કાવ્યરચનાના તેમણે 30 જેટલા સંગ્રહો પ્રગટ કર્યા છે. એમના ખૂબ જાણીતા કાવ્યસંગ્રહો છે ‘રાણુર જન્ય’,…
વધુ વાંચો >ચક્રવર્તી, (કવિકંકણ) મુકુંદરામ
ચક્રવર્તી, (કવિકંકણ) મુકુંદરામ (જ. 1540, દામુન્ય, જિ. બર્દવાન; અ. 1600) : મધ્યકાલીન બંગાળી કવિ. તેમનો જન્મ બર્દવાન જિલ્લાના દામોદર નદીને કાંઠે આવેલા દામુન્યા ગામમાં રાઢી બ્રાહ્મણ હૃદય મિશ્રને ત્યાં થયો હતો. તેમનું ધ્યાન કવિતા, નાટક અને વિવેચન તરફ લગભગ એકસરખું વહેંચાયેલું હતું. અસલમાં તેઓ ગંભીર લેખક હતા, ઘણું કરીને તેઓ…
વધુ વાંચો >ચક્રવર્તી, સુધીર
ચક્રવર્તી, સુધીર (નિવારણ ચક્રવર્તી) (જ. 19 સપ્ટેમ્બર 1934, શિવપુર, હાવડા, પશ્ચિમ બંગાળ; અ. 15 ડિસેમ્બર 2020, કોલકાતા) : બંગાળી કવિ. તેમને તેમના સાહિત્યિક વિવેચન ‘બાઉલ ફકીર કથા’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળી ભાષા અને સાહિત્યમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી…
વધુ વાંચો >ચટ્ટોપાધ્યાય, બંકિમચન્દ્ર
ચટ્ટોપાધ્યાય, બંકિમચન્દ્ર (જ. 26 જૂન 1838, કૉલકાતા; અ. 8 એપ્રિલ 1894, કૉલકાતા) : બંગાળી નવલકથાના પિતા. તેમના પિતા જાદવચંદ્ર ચેટ્ટરજી ડેપ્યુટી કલેક્ટર હતા. તેમના ત્રણેય ભાઈઓ શ્યામચંદ્ર, સંજીવચંદ્ર અને પૂરણચંદ્ર ઉચ્ચ કોટિનું શિક્ષણ પામેલા અને સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. બંકિમચંદ્રે વતનમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એ.માં પ્રથમ…
વધુ વાંચો >ચટ્ટોપાધ્યાય, શક્તિ
ચટ્ટોપાધ્યાય, શક્તિ (જ. 25 નવેમ્બર 1933, બકારુ, પ. બંગાળ; અ. 23 માર્ચ 1993, કોલકાતા) : આધુનિક બંગાળી કવિ. બાળપણ ગામડામાં વિતાવ્યું પછી કલકત્તા યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ‘રૂપચંદ પક્ખી’, ‘અભિનવગુપ્ત’ તેમના તખલ્લુસ છે. કૉલેજકાળ દરમિયાન તેમણે લખેલી ટૂંકી વાર્તાઓ ‘આનંદબજાર પત્રિકા’માં પ્રગટ થતી. 1955માં તેમણે ‘કુઓતલા’ નામની નવલકથા…
વધુ વાંચો >ચટ્ટોપાધ્યાય, શરદચંદ્ર
ચટ્ટોપાધ્યાય, શરદચંદ્ર (જ. 15 સપ્ટેમ્બર 1876, દેવાનંદપુર; અ. 16 જાન્યુઆરી 1938, કૉલકાતા) : સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર. તેમનો જન્મ દેવાનંદપુરમાં સામાન્ય સ્થિતિના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા મતિલાલે ઘણી વાર્તાઓ, નવલકથાઓ, નાટકો ને કાવ્યો લખેલાં; પરંતુ તે પ્રસિદ્ધ કર્યા વિના અધૂરાં છોડેલાં. તેમનાં માતા ભુવનમોહિની જાણીતા ગાંગુલી પરિવારમાંથી આવતાં હતાં.…
વધુ વાંચો >ચટ્ટોપાધ્યાય, સન્દીપન
ચટ્ટોપાધ્યાય, સન્દીપન (જ. 15 ઑક્ટોબર 1933, હાવડા, પશ્ચિમ બંગાળ; અ. 12 ડિસેમ્બર 2005, કોલાકાતા) : બંગાળી નવલકથાકાર. તેમને તેમની ‘આમિ ઓ બનબિહારી’ નામક નવલકથા માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. બંગાળી સિવાય તેમને અંગ્રેજી અને હિંદી ભાષાની જાણકારી છે.…
વધુ વાંચો >ચર્યાપદ (ઊડિયા)
ચર્યાપદ (ઊડિયા) : ઊડિયા સાહિત્યની સૌથી પ્રાચીન મનાતી રચનાઓ. બૌદ્ધ ધર્મનું ભારતમાં ભારે વર્ચસ્ હતું અને અભિવ્યક્તિ માટે પ્રાકૃત-અપભ્રંશ મુખ્ય સાધન હતું એ કાળે આ ગીતોની રચના થઈ હોવાનું સ્વાભાવિક અનુમાન છે. આવાં ગીતોનો સંચય હરપ્રસાદ શાસ્ત્રીને 1907માં નેપાળમાંથી હાથ લાગ્યો હતો. આ ગીતસંચયનો ‘ચર્યાચર્યાવિનિશ્ચય’ અથવા ‘આશ્ચર્યચર્યાચર્યા’ તરીકે ઓળખાતી રચનાઓ…
વધુ વાંચો >ચંડાલિકા
ચંડાલિકા (1933) : રવીન્દ્રનાથ ઠાકુરરચિત બંગાળી નૃત્યનાટિકા. આ નાટિકામાં 2 ર્દશ્યો અને 3 પાત્રો છે : પ્રકૃતિ, મા અને આનંદ. ભજવતી વખતે એક ર્દશ્ય અને દહીંવાલા, ચૂડીવાલા અને રાજવાડીનો અનુચર જેવાં બીજાં પાત્રો પણ ઉમેરાયાં. મૂળ નાટક લખાયું 1933માં અને નૃત્યનાટિકા રૂપે ર્દશ્યો અને પાત્રો ઉમેરાઈ નવી આવૃત્તિ તૈયાર થઈ…
વધુ વાંચો >