બંગાળી સાહિત્ય

બસુ, મનમોહન

બસુ, મનમોહન (જ. 1831; અ. 1912) : બંગાળી કવિ-ગીતલેખક અને નાટ્યકાર. તેમણે લોકપ્રચલિત પૌરાણિક કથાઓ પરનાં નાટકોનો આરંભ કર્યો. એમાં ભક્તિની અંતર્ધારા પણ હતી. એમણે બંગાળી નાટકનો પ્રવાહ પ્રાચીન ‘યાત્રા’ તરફ વાળ્યો. તેમનું પહેલું નાટક ‘રામાભિષેક’ (1868) રામકથા પરનું ગદ્યમાં લખાયેલું મૌલિક નાટક છે. બીજું નાટક ‘પ્રણયપરીક્ષા’ (1869) બહુ-વિવાહના દોષોને…

વધુ વાંચો >

બસુ, મનોજ

બસુ, મનોજ (જ. 25 જુલાઈ 1901, ડાગાઘાટ, જિ. જેસોર) : લોકપ્રિય બંગાળી વાર્તાકાર-નવલકથાકાર. માત્ર 8 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. પ્રાથમિક શિક્ષણ ડોંગાઘાટમાં, માધ્યમિક શિક્ષણ કલકત્તાની રિપન કૉલેજિએટ સ્કૂલમાં. 1924માં બી.એ. તે પછી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે અધૂરો રહ્યો. વિદ્યાર્થી અવસ્થામાં બંગાળની ચળવળમાં ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા અને…

વધુ વાંચો >

બસુ, રાજશેખર

બસુ, રાજશેખર (જ. 1880; અ. 1960) : બંગાળીમાં હાસ્યકથાઓના ઉત્તમ લેખક. તેમની સરખામણી અંગ્રેજી લેખક જેરોમ કે. જેરોમ સાથે કરી શકાય. તેમનાં હાસ્યકથાઓનાં પુસ્તકો ‘ગડ્ડાલિકા’ (1925) અને ‘કજ્જલી’(1927)નાં પ્રકાશનથી એમની વ્યંગચિત્રોની સૃષ્ટિએ રસગ્રાહી બંગાળી સમાજમાં હલચલ મચાવી હતી. પહેલી વાર્તા ‘વિરંચિબાબા’ જેવી પ્રકટ થઈ કે તેમની સફળતા નક્કી થઈ. તેમના…

વધુ વાંચો >

બસુ, રામરામ

બસુ, રામરામ (જ.  –; અ. 1813) : બંગાળી ગદ્યલેખક અને અનુવાદક. મુઘલ અમલમાં સરકારી ભાષા ફારસી હતી. તેથી મહત્વાકાંક્ષી બ્રાહ્મણનેય ફારસી શીખવી પડતી. સંસ્કૃત તરફ ઓછું ધ્યાન અપાવા લાગ્યું. પંડિતોએ પોથીઓ મૂળ સંસ્કૃત કરતાં બંગાળી અનુવાદમાં ગદ્યમાં રાખવાનું અનુકૂળ માન્યું. પત્રવ્યવહાર અને સરકારી દસ્તાવેજોમાં લોકપ્રચલિત ગદ્યશૈલી હતી, જેમાં અપરિચિત શબ્દો…

વધુ વાંચો >

બસુ, શંકરીપ્રસાદ

બસુ, શંકરીપ્રસાદ (જ. 1928, હાવડા, બંગાળ) : ખ્યાતનામ બંગાળી ચરિત્રલેખક અને વિવેચક. 1950માં કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં એમ.એ.ની પ્રથમ ડિવિઝનની પદવી પ્રથમ નંબરે પ્રાપ્ત કરી. વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ કલકત્તા યુનિવર્સિટી ખાતે બંગાળીમાં રીડર તરીકે કામગીરી કરી. તેમણે 1978 સુધીમાં 25 પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમાં મધ્યયુગીન બંગાળી વૈષ્ણવ કવિતા,…

વધુ વાંચો >

બસુ, સમરેશ

બસુ, સમરેશ (જ. 1924, કાલકૂટ, ઢાકા, બાંગ્લાદેશ, અ. 1988) : બંગાળી લેખક. તેમની કારકિર્દીની શરૂઆત ઈચપુર ખાતેની રાઇફલ ફૅકટરીમાં નોકરીથી થઈ હતી. તેઓ સામ્યવાદી પક્ષના કાર્યકર હતા. 1946માં તેમણે જેલવાસ ભોગવ્યો હતો. તેમનાં 100થી વધુ પ્રકાશનો પ્રગટ થયાં છે. તેમની મુખ્ય નવલકથાઓમાં ‘વિવર’ (1966); ‘જગદ્દલ’ (1966); ‘પ્રજાપતિ’ (1967); ‘સ્વીકારોક્તિ’ (1968);…

વધુ વાંચો >

બંગાળી ભાષા અને સાહિત્ય

બંગાળી ભાષા અને સાહિત્ય બંગાળી ભાષા ભારત-ઈરાની તરીકે ઓળખાતી ભારત-યુરોપીય ભાષાકુળની છેક પૂર્વેની શાખામાંથી ઊતરી આવી છે. તેની સીધી પૂર્વજ તો છે પ્રાકૃત, જે સંસ્કૃત–પ્રાચીન ભારતીય આર્યભાષા–માંથી ઊતરી આવી છે. લગભગ ઈ. પૂ. 500 સુધી સંસ્કૃત આર્યાવર્તની બોલચાલની તેમજ સાહિત્યની ભાષા હતી, જે પછીનાં લગભગ બે હજાર વર્ષ સુધી મુખ્ય…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, અતીન

બંદ્યોપાધ્યાય, અતીન [જ. 1 માર્ચ 1934, રૈનાદી, હિઝાદી, જિ. ઢાકા (હવે બાંગ્લાદેશમાં)] : બંગાળી નવલકથાકાર, વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પંચાશટિ ગલ્પ’ બદલ 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો. દેશના વિભાજન બાદ તેમનો પરિવાર 1948માં પશ્ચિમ બંગાળમાં આવી ગયો. તેમણે એક ટ્રક-ક્લીનર તરીકે કારકિર્દી શરૂ કરી. પછી વણકર, જહાજના…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, ઇન્દ્રનાથ

બંદ્યોપાધ્યાય, ઇન્દ્રનાથ (જ. 1849, પાંડુગ્રામ, જિ. બરદ્વાન; અ. 23 માર્ચ 1911) : બંગાળી હાસ્યલેખક અને પત્રકાર. ગંગાટિકુરી ગામમાં પ્રાથમિક શિક્ષણ, પૂર્ણિયા, કૃશનગર, બીરભૂમ વગેરે સ્થળે માધ્યમિક શિક્ષણ મેળવી શાળાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. કલકત્તાની કથીડ્રલ કૉલેજમાં બી.એ. થયા પછી શિક્ષક તરીકે થોડો વખત અધ્યાપનકાર્ય કર્યું અને બી.એલ.ની પરીક્ષા પસાર કરી. ત્યારબાદ…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, તારાશંકર

બંદ્યોપાધ્યાય, તારાશંકર (જ. 1898, લાભપુર, વીરભૂમ; અ. 1971) : પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. 1956માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ. 1967માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ ‘ગણદેવતા’ માટે અને 1968માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત થયા હતા. વતનમાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કલકત્તાની કૉલેજમાં પ્રવેશ, પણ યુનિવર્સિટીનું શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. વીરભૂમની લાલ સૂકી ધરતી અને તોફાની…

વધુ વાંચો >