પ્ર. દી. અંગ્રેજી

અંતરીક્ષ અન્વેષણો

અંતરીક્ષ અન્વેષણો (Space Exploration) પૃથ્વીના વાતાવરણની બહાર, બ્રહ્માંડના સમગ્ર વિસ્તારમાં અંતરીક્ષયાનોની મદદથી કરવામાં આવતાં અન્વેષણો. આ પ્રકારનાં અન્વેષણોમાં સાઉન્ડિંગ રૉકેટ, પૃથ્વીની નજીકની ભ્રમણકક્ષામાં ઘૂમતા કૃત્રિમ ઉપગ્રહો, ચંદ્ર અને ગ્રહોના અન્વેષણ માટેનાં અંતરીક્ષયાનો તથા ગહન અંતરીક્ષનાં અન્વેષી યાનોનો સમાવેશ થાય છે. 4 ઑક્ટોબર, 1957ના દિવસે સોવિયેટ સંઘ દ્વારા દુનિયાનો પ્રથમ કૃત્રિમ…

વધુ વાંચો >

આકાશી ગોલક

આકાશી ગોલક (celestial sphere) : ઘુમ્મટાકાર આકાશ જેનો અર્ધભાગ છે તેવો ગોલક. આકાશનું અવલોકન કરતાં બધાં ખગોલીય જ્યોતિઓ ઘુમ્મટ આકારની સપાટી ઉપર આવેલાં હોય તેમ દેખાય છે. આ થયો દૃશ્યમાન આકાશી અર્ધગોલક, જેના કેન્દ્રસ્થાને અવલોકનકાર પોતે હોય છે. ખગોલીય સ્થાનોનાં વર્ણન કરવામાં આકાશી ગોલક પાયાની અગત્ય ધરાવે છે. આકાશ અને…

વધુ વાંચો >

ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા

ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા : ખગોળશાસ્ત્રને લોકભોગ્ય બનાવવા માટે સ્થપાયેલી સંસ્થા. 1910માં દેખાયેલા હેલીના ધૂમકેતુએ સમગ્ર જનતામાં ખગોળ અંગે ખૂબ રસ જગાડ્યો હતો; તેના પરિણામે કોલકાતા ખાતે તે વર્ષમાં પ્રથમ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. તેના છ વર્ષના આયુષ્ય દરમિયાન એચ. જી. ટૉમકિન્સ, ડબ્લ્યૂ. જે. સિમોન્સ અને…

વધુ વાંચો >

ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ઑબ્ઝર્વેટરી

ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ઑબ્ઝર્વેટરી : ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયામાં આવેલા શહેર કૂનાબરાબ્રાનથી 29 કિમી. અંતરે સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝર્વેટરી (ઊંચાઈ, 1165 મી.) પાસે જ, બ્રિટિશ અને ઑસ્ટ્રેલિયન સરકારોના સંયુક્ત ઉપક્રમે ચાલતી ઑબ્ઝર્વેટરી. તેમાં યુ. કે. સાયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા નિર્મિત 122 સેમી. શ્મિટ ટેલિસ્કોપ(f = 183 સેમી.)ને 1973થી કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. તેના…

વધુ વાંચો >

ઓઝમા પ્રૉજેક્ટ

ઓઝમા પ્રૉજેક્ટ : લાંબા અંતરે આવેલા ગ્રહો ઉપરના રહેવાસીઓ વચ્ચે એકબીજાના સંપર્ક અર્થે, જો કોઈ રેડિયો-સંદેશાઓની આપલે થતી હોય, તો તેમને ઝીલવા માટેનો એક પ્રૉજેક્ટ. અમેરિકન લેખક એલ. ફ્રૅન્ક બૌમની વાર્તાના અતિ દૂર આવેલા એક સુંદર કાલ્પનિક સ્થળ ‘ઓઝ’(Oz)ના નામ પરથી આ પ્રૉજેક્ટના નિયામક ફ્રેન્કે-ડી-ડ્રેડે પ્રૉજેક્ટનું નામ ‘ઓઝમા પ્રૉજેક્ટ’ આપ્યું.…

વધુ વાંચો >

કરા

કરા (hails) : આકાશમાંથી પડતા કુદરતી બરફના ટુકડા. ઠરેલા પાણી  નરમ – તુષારહિમ (rime) અને બરફથી રચાતા સખત કણો અથવા ગોળીઓ(pellets)ના સ્વરૂપે પૃથ્વીપટ ઉપર થતી વાતાવરણીય વર્ષા. કરાનો વ્યાસ 5 મિમી.થી લઈને કેટલાક વિશિષ્ટ કિસ્સામાં 10થી 12 સેમી. જેટલો હોય છે. હવામાનશાસ્ત્રીઓ 5 મિમી.થી નાના વ્યાસના કરાનું હિમગોળીઓ (snow pellets)…

વધુ વાંચો >

કૃત્રિમ વરસાદ

કૃત્રિમ વરસાદ : માનવસર્જિત હવામાન-રૂપાન્તરણ દ્વારા વાતાવરણીય સંજોગો અનુકૂળ બનાવીને મેળવાતો વરસાદ. કૃત્રિમ વરસાદ-કાર્યક્રમથી મળતું વર્ષાજળ કૃત્રિમ નથી હોતું. વરસાદના સંજોગો અન્યથા વિપરીત હોવા છતાં માનવહસ્તક્ષેપને કારણે વરસાદની પ્રક્રિયાઓ ફળદાયી થતાં જે વરસાદ પડે છે તે કુદરતી જ હોય છે. જેમાં તાપમાન બધે 0o સે. કરતાં વધારે હોય તેવા વાદળને…

વધુ વાંચો >

કૅપ્લરનો ‘નોવા’

કૅપ્લરનો ‘નોવા’ : કૅપ્લરના તારા તરીકે ઓળખાતો પરમ વિસ્ફોટજન્ય તારક (super nova). ખગોળીય વિષુવવૃત્ત ઉપર, વૃશ્ચિકથી ઉત્તરે આવેલા સર્પધર (Ophiuchus) નક્ષત્રમાં તેનો પરમ વિસ્ફોટ ઑક્ટોબર 1604માં થયો હતો. ખગોળશાસ્ત્રી યોહાનસ કૅપ્લરના મદદનીશ યાન બ્રુનોવ્સ્કીએ આ ધ્યાનાકર્ષક આગંતુકને પ્રથમ જોયો હતો. પરંતુ તેનો વ્યવસ્થિત અભ્યાસ કૅપ્લરે કર્યો હતો. તેથી તેને કૅપ્લરનો…

વધુ વાંચો >

કૅપ્લર – યોહાનસ

કૅપ્લર, યોહાનસ (જ. 27 ડિસેમ્બર 1571, વિલ-દર-સ્ટાડ; અ. 15 નવેમ્બર 1630, રેગન્ઝબર્ગ, પ. જર્મની) : જર્મન ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી. તે આધુનિક ખગોળશાસ્ત્રના સ્થાપક અને ગૅલિલિયોના સમકાલીન તથા ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને નિર્ણીત કરવામાં પ્રેરણારૂપ હતા. ટુબિન્ગન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ, ઑસ્ટ્રિયાના ગ્રાટ્સ શહેરની લ્યુથેરન હાઈસ્કૂલમાં ગણિત-શિક્ષક તરીકે 1594માં તેમની નિમણૂક થઈ…

વધુ વાંચો >