પ્ર. ઉ. શાસ્ત્રી

પુણ્ય

પુણ્ય : હિન્દુ ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખાણવામાં આવેલું આચરણ કે જે આ લોક અને પરલોકમાં શુભ ફળ આપનારું અને મનુષ્યની ઉન્નતિ કરનારું ગણાય છે. પુણ્યકર્મ કરવાથી પછીનો જન્મ સારો મળે છે એવી શ્રદ્ધા હોય છે. શાસ્ત્રમાં જે વિહિત એટલે કરવા યોગ્ય કાર્યો કહ્યાં છે તે કરવાથી પુણ્ય કે ધર્મ જન્મે…

વધુ વાંચો >

પુરુષમેધ

પુરુષમેધ : મનુષ્યનો બલિ આપવામાં આવે તેવો ધાર્મિક વિધિ.  વૈદિક યજ્ઞમાં મનુષ્યનું બલિદાન આપવામાં આવે તેને પણ પુરુષમેધ કહે છે. પ્રાચીન વૈદિક યુગથી શરૂ કરી આજ સુધી આ ભયાનક અને ક્રૂર વિધિ પ્રચલિત છે. ઋગ્વેદના ખૂબ જાણીતા ‘પુરુષસૂક્ત’માં પરમ પુરુષે પોતાનામાંથી વિરાજ્ પુરુષને ઉત્પન્ન કર્યો અને તેનો બલિ આપી તેનાં…

વધુ વાંચો >

પુરુષાર્થ

પુરુષાર્થ : જગતમાં મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ કરવા પાછળ રહેલાં પ્રયોજનો કે ઉદ્દેશો. હિન્દુ ધર્મ મુજબ આવાં પ્રયોજનો કુલ 4 છે : (1) ધર્મ, (2) અર્થ, (3) કામ અને (4) મોક્ષ. આ ચારેયના સમુદાયને ‘ચતુર્વર્ગ’ કહે છે. આ પુરુષાર્થો અંગેની વિચારસરણી ભારતીય છે. એમાં અંતિમ પુરુષાર્થ મોક્ષ આ જગતમાં શરીરને ફળતો…

વધુ વાંચો >

પુરોડાશ

પુરોડાશ : વૈદિક યજ્ઞોમાં દેવની આગળ મૂકવામાં આવતો હવિ. પોતાના પર કૃપા કરવા નિમંત્રાયેલા દેવને ખુશ કરવા તેમની સામે આ હવિ મૂકવામાં આવતો હોવાથી તેને ‘પુરોડાશ’ કહેવામાં આવે છે. મુખ્યત્વે પુરોડાશ જવ કે ચોખા ખાંડીને બનાવેલા લોટને બાંધીને બે હાથ વડે દબાવી રોટલો બનાવવામાં આવે છે. આ રોટલો આકારમાં લંબગોળ…

વધુ વાંચો >

પુષ્પદંત

પુષ્પદંત : આશરે દસમા શતકમાં થઈ ગયેલા અપભ્રંશ ભાષાના મહાન જૈન કવિ. એમના પિતાનું નામ કેશવ અને માતાનું મુગ્ધાદેવી હતું. તેઓ વિદર્ભ પ્રદેશના હતા. જન્મે કાશ્યપ ગોત્રના શૈવ સંપ્રદાયના બ્રાહ્મણ હતા, પરંતુ પાછળથી જૈન ધર્મના દિગંબર સંપ્રદાયની દીક્ષા લીધેલી. આથી તેમના પર બ્રાહ્મણ પરંપરાનાં સાંખ્ય, વેદાંત, મીમાંસા, બૌદ્ધ વગેરે દર્શનો…

વધુ વાંચો >

પુષ્પદંત ગંધર્વ

પુષ્પદંત ગંધર્વ : ખૂબ જાણીતા ‘શિવમહિમ્ન: સ્તોત્ર’ના લેખક. એ સ્તોત્રના અંતે આપેલી માહિતી મુજબ તેઓ દેવોના સંગીતકારો અર્થાત્ ગંધર્વોના રાજા હતા. તેઓ શિવના ભક્ત હતા. શિવનો ક્રોધ થતાં પુષ્પદંતનો ગંધર્વ તરીકેનો મહિમા ખતમ થવાથી શિવનો મહિમા ગાતું સ્તોત્ર તેમણે રચેલું. શિવનો રોષ પુષ્પદંત પર કયા કારણે થયો એ વિશે એવી…

વધુ વાંચો >

પૂજા

પૂજા : હિન્દુ ધર્મ મુજબ દેવ, ગુરુ વગેરે પૂજ્ય અને સંમાન્ય વિભૂતિઓને પ્રસન્ન કરવા માટે તેમને ચંદન, પુષ્પ વગેરે ચડાવી કરવામાં આવતી આરાધના. પ્રાગૈતિહાસિક કાળથી મનુષ્ય જગતમાં થતી અનેક પ્રવૃત્તિઓને નવાઈભરી નજરે જોઈને તેની પાછળ રહેલા સંચાલક-તત્વની લીલા અનુભવી રહ્યો છે. જગતની સંચાલક-શક્તિ પોતાના પર કૃપા વરસાવે અને પોતાનું જીવન…

વધુ વાંચો >

પૂર્વમીમાંસાદર્શન

પૂર્વમીમાંસાદર્શન : પ્રાચીન ભારતનાં છ આસ્તિક દર્શનોમાંનું એક દર્શન. પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્યમાં કર્મકાંડ અને તત્ત્વજ્ઞાન એ બે વિષયની ચર્ચા પ્રાય: જોવા મળે છે. આમાં કર્મકાંડ વિશેની સૂક્ષ્મ વિચારણા પૂર્વમીમાંસાદર્શનમાં અને તત્ત્વજ્ઞાનવિષયક સૂક્ષ્મ વિચારણા ઉત્તરમીમાંસાદર્શન કે વેદાંતદર્શનમાં પ્રાપ્ત થાય છે. પૂર્વમીમાંસાદર્શનમાં કર્મકાંડની વાત હોવાથી તેને ‘કર્મમીમાંસાદર્શન’ કહે છે. આ દર્શનમાં…

વધુ વાંચો >

પોંગલ

પોંગલ : દક્ષિણ ભારતમાં મુખ્તત્વે તમિળનાડુમાં ફસલની મોસમમાં ઊજવવામાં આવતો ઉત્સવ. આ ઉત્સવ સૂર્ય ધનરાશિમાં હોય અને મકર રાશિમાં જાય ત્યારે એટલે માગશર-પોષ માસમાં 14મી ડિસેમ્બરથી 14મી15મી જાન્યુઆરી દરમિયાન ઊજવાય છે. ધનરાશિમાં સૂર્ય નબળો, અશુભ અને રોગકારક હોય છે તેથી તે સમયે, અર્થાત્ ધનુર્માસમાં અશુભ અને રોગમાંથી બચવા માટે ધાર્મિક…

વધુ વાંચો >

પૌરાણિક પરંપરા

પૌરાણિક પરંપરા : લોકસમુદાય આગળ પુરાણ વગેરે વાંચી સંભળાવનારા કથાકારોની પરંપરા. ભારતની અનુશ્રુતિ મુજબ વેદગ્રંથો પાયાના ગ્રંથો છે. તે અપૌરુષેય મનાયા છે, અર્થાત્ એમની ઉત્પત્તિ દૈવી છે. બ્રહ્માનાં ચાર મુખોમાંથી ચાર વેદો ઉત્પન્ન થયા. એ વેદોમાં કહેલી ગૂઢ બાબતોને સાચી અને વધુ સ્પષ્ટ રીતે સમજવા-સમજાવવા માટે પુરાણસંહિતાઓ લખાઈ. પુરાણોને એટલા…

વધુ વાંચો >