પ્ર. ઉ. શાસ્ત્રી
દાનવ
દાનવ : કશ્યપ ઋષિ અને દક્ષની પુત્રી દનુના પુત્રો તે દાનવો. માતાના નામ પરથી તેમનું નામ પડ્યું છે. દાનવની જેમ ‘દનુજ’ શબ્દ પણ તેમને માટે વપરાયો છે. મહાભારતના આદિપર્વના અધ્યાય 6 અને મત્સ્યપુરાણના અધ્યાય 6 મુજબ દનુને 40 પુત્રો હતા. જ્યારે અન્ય પુરાણો દનુને 61 પુત્રો હતા એમ માને છે.…
વધુ વાંચો >દિવાળી
દિવાળી : હિંદુઓનો સૌથી લોકપ્રિય તહેવાર. ધર્મશાસ્ત્ર આસો વદ ચૌદશ, અમાસ અને કારતક સુદ પડવો – એ ત્રણ દિવસોને દિવાળીનું પર્વ માને છે. લોકવ્યવહારમાં આસો વદ બારશ – વાઘબારશથી શરૂ કરી કારતક સુદ બીજ સુધીના છ દિવસોનું દિવાળી પર્વ ગણાય છે. આ તહેવાર દીવાનો, અર્થાત્ પ્રકાશનો હોવાથી તેને દિવાળી કહે…
વધુ વાંચો >દીક્ષા
દીક્ષા : હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ મનુષ્યને જ્ઞાન વગેરેનું ઉપાર્જન, સદાચારી જીવનવ્યવહાર, લોકહિતની પ્રતિજ્ઞા અને અંતે પાપનિવારણ દ્વારા મોક્ષ માટે અધિકારી કરવા થતો વિધિ. ધર્મશાસ્ત્ર અનુસાર સોળ સંસ્કારોમાં ગણાવાયેલા, બાળકને બીજો જન્મ આપનારા તથા ગુરુ પાસેથી શિક્ષણ મેળવવા માટે લાયક બનાવનારા ઉપનયન-સંસ્કારને પણ દીક્ષા કહેવામાં આવે છે. મીમાંસાશાસ્ત્ર અનુસાર દીક્ષણીયા નામની…
વધુ વાંચો >દીક્ષિત, ગોવિન્દ
દીક્ષિત, ગોવિન્દ (આશરે 1535થી 1615) : દક્ષિણ ભારતના તમિળનાડુમાં કુશળ પ્રધાનની કારકિર્દી ધરાવનારા સંસ્કૃતના વિદ્વાન કવિ. તેઓ વસિષ્ઠ ગોત્રના હતા. તેમની પત્નીનું નામ નાગમ્બા અને બે વિદ્વાન પુત્રોનાં નામ યજ્ઞનારાયણ અને વેંકટેશ્વર મખી એવાં હતાં. ચેવપ્પા, અચ્યુત અને રઘુનાથ – એ ત્રણ રાજાઓના (રાજ્યઅમલ : 1549થી 1614) તેઓ પ્રધાન હતા.…
વધુ વાંચો >દીક્ષિત, નીલકંઠ
દીક્ષિત, નીલકંઠ (આશરે 1605–1680) : સંસ્કૃતના વિદ્વાન કવિ. અપ્પય્ય દીક્ષિતના નાના ભાઈ અચ્ચા દીક્ષિતના પુત્ર નારાયણના પુત્ર. તેઓ ગોવિન્દ દીક્ષિતના પુત્ર વેંકટેશ્વર દીક્ષિતના શિષ્ય હતા. ગોવિન્દ દીક્ષિતની જેમ જ તેઓ વિદ્વાન કવિ હોવાની સાથે કુશળ પ્રધાન પણ હતા. તેમની માતાનું નામ ભૂમિદેવી હતું. વેદના બધા યજ્ઞો કરવાથી તેમને ‘મખી’, ‘અધ્વરી’,…
વધુ વાંચો >દીક્ષિત, ભટ્ટોજી
દીક્ષિત, ભટ્ટોજી (આશરે 1555–1630) : સંસ્કૃત વ્યાકરણગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ના લેખક. તેઓ દક્ષિણ ભારતના આંધ્ર કે મહારાષ્ટ્રના તૈલંગ બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ લક્ષ્મીધર હતું. એમના પુત્ર ભાનુ દીક્ષિતે ‘અમરકોશ’ પર ‘રામાશ્રમી’ નામની ટીકા રચતી વખતે તેમને નમસ્કાર કર્યા છે. તેઓ કાશીમાં ગયા અને ત્યાં જ વર્ષો સુધી રહ્યા. વળી પોતાની પાસે…
વધુ વાંચો >દીક્ષિત, ભીમસેન
દીક્ષિત, ભીમસેન (1670–1750) : આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘સુધાસાગર’ કે ‘સુધોદધિ’ નામની ટીકા લખનારા સંસ્કૃત લેખક. ભીમસેન કાન્યકુબ્જ બ્રાહ્મણ હતા. પિતાનું નામ શિવાનંદ હતું. શાંડિલ્ય ગોત્રના હતા. ‘કાવ્યપ્રકાશ’ પરની સુધાસાગર ટીકા તેમણે વિ. સં. 1723ના માઘ માસની તેરસને દિવસે સમાપ્ત કરી એમ તેમણે નોંધ્યું છે. આચાર્ય મમ્મટને માટે તેમને અત્યંત…
વધુ વાંચો >દીક્ષિત, રાજચૂડામણિ
દીક્ષિત, રાજચૂડામણિ (1600–1680) : સંસ્કૃતના વિદ્વાન કવિ, નાટ્યકાર અને મીમાંસક. તેઓ તાંજોરના રાજા રઘુનાથના પ્રીતિપાત્ર હતા. તેમની માતાનું નામ કામાક્ષી હતું અને તેમના પિતાનું નામ રત્નખેટ શ્રીનિવાસ દીક્ષિત હતું. તેમના ગુરુનું નામ અર્ધનારીશ્વર દીક્ષિત હતું. 1636માં ‘તંત્રશિખામણિ’ નામનો મીમાંસાશાસ્ત્રવિષયક ગ્રંથ લખ્યો હોવાનું તેમણે નોંધ્યું છે. તાંજોરના રાજા રઘુનાથ વિશે તેમણે…
વધુ વાંચો >દીક્ષિત, રામભદ્ર
દીક્ષિત, રામભદ્ર (આશરે 1635–1720) : સંસ્કૃત કવિ અને નાટ્યકાર. રામભદ્ર દીક્ષિત દક્ષિણ ભારતના તમિળનાડુના કુંભકોણમ્ શહેર પાસે આવેલા કંડરમાણિક્ય ગામના વતની હતા. તેમના પિતાનું નામ યજ્ઞરામ હતું. તેમના સાહિત્યવિદ્યાના ગુરુ નીલકંઠ દીક્ષિત, વ્યાકરણશાસ્ત્રના ગુરુ ચોક્કનાથ મખી અને અધ્યાત્મવિદ્યાના ગુરુ બાલકૃષ્ણ સંન્યાસી હતા. ચોક્કનાથ મખીએ ખુશ થઈને તેમને પોતાના જમાઈ બનાવેલા.…
વધુ વાંચો >દીર્ઘતમા
દીર્ઘતમા : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિ. ઋગ્વેદનાં કુલ 10 મંડળોમાંથી ફક્ત પહેલા મંડળમાં જ તેમણે મનથી જોયેલાં સૂક્તો રહેલાં છે. ઋગ્વેદના પહેલા મંડળનાં 140થી 164 સુધીનાં સૂક્તોના મંત્રદ્રષ્ટા ઋષિ દીર્ઘતમા છે. આ 25 જેટલાં સૂક્તોમાં તેમણે અગ્નિ વગેરે દેવોની સ્તુતિ કરી છે. દીર્ઘતમા નામના ઋષિનું વિષ્ણુસૂક્ત 1/154 ખૂબ જ જાણીતું છે.…
વધુ વાંચો >