પ્ર. ઉ. શાસ્ત્રી
સુભટ
સુભટ : સંસ્કૃત નાટ્યકાર. સુભટના જીવન વિશે થોડીક માહિતી મળે છે. તેઓ ‘દૂતાંગદ’ નામના સંસ્કૃત નાટકના લેખક હતા. ભવભૂતિ અને રાજશેખર જેવા નાટ્યકારો પાસેથી શ્લોકો સ્વીકારી તેમણે પોતાનું નાટક રચ્યું હોવાથી તેની પ્રસ્તાવનામાં લેખક સુભટ તેને ‘છાયાનાટક’ એવા નામથી ઓળખાવે છે. તેઓ ગુજરાતી હતા અને સોલંકીકાળના ગુજરાતમાં થઈ ગયા. તેમણે…
વધુ વાંચો >સુભાષિત
સુભાષિત : રમણીય કે ડહાપણભરી ઉક્તિ, સારી રીતે કહેવામાં આવેલી વાત કે સૂક્તિ. કવિને સ્વપરના જીવનના અનુભવોમાં જે સાર જડે તેને અસરકારક રીતે પ્રાય: સ્વતંત્ર મુક્તકમાં વ્યક્ત કરે તે સુભાષિત હોય છે. ક્યારેક મોટા પ્રબંધમાં પણ સુભાષિત હોઈ શકે અને તેને દીર્ઘ કાવ્યપ્રવાહમાંથી અલગ તારવીને મુક્તક રૂપે પણ રજૂ કરાય…
વધુ વાંચો >સૂત્ર (વ્યાકરણ ખ્યાલ)
સૂત્ર (વ્યાકરણ ખ્યાલ) : શાસ્ત્રના નિયમને રજૂ કરતું સંક્ષિપ્ત ગદ્યવાક્ય. શાસ્ત્રનો નિયમ સરળતાથી યાદ રહી જાય એટલા માટે તેને ટૂંકમાં કહેવામાં આવે તેને સૂત્ર કહે છે. આમ સૂત્ર ઓછામાં ઓછા અક્ષરોનું બનેલું હોય છે તેમ છતાં તેના અર્થમાં સંદેહ હોતો નથી. સૂત્ર ઓછા અક્ષરોવાળું હોવાથી સારરૂપ હોય છે છતાં તે…
વધુ વાંચો >સૂત્રધાર
સૂત્રધાર : પ્રાચીન ભારતીય સંસ્કૃત ભાષાના નાટકના પ્રારંભ પહેલાં આવતો નટોનો ઉપરી અને રંગભૂમિનો વ્યવસ્થાપક. તેને ‘સૂત્રધર’, ‘સૂત્રધારક’, ‘સૂત્રી’, ‘સૂત્રભૃત્’, ‘સૂત્રધૃક્’ વગેરે શબ્દોથી પણ ઓળખવામાં આવ્યો છે. કીથ વગેરે વિદેશી વિદ્વાનો એમ માને છે કે કઠપૂતળીનો ખેલ કરનારો હાથમાં દોરીઓ ધારણ કરે છે તેના પરથી ‘સૂત્રધાર’ શબ્દ પ્રચલિત થયો છે.…
વધુ વાંચો >સૂફીવાદ
સૂફીવાદ : ઇસ્લામ ધર્મનો રહસ્યવાદી પંથ. ‘સૂફી’ શબ્દને વિદ્વાનોએ જુદી જુદી રીતે સમજાવ્યો છે; પરંતુ તેની મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સૂફ’ એટલે ‘ઊન’ પરથી ઊનનાં કપડાં પહેરનારા સાધકો. બીજી મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સફા’ એટલે ‘પવિત્રતા’ પરથી ખુદાનો પ્રેમ મેળવવા આવશ્યક એવી પવિત્રતાવાળા સાધકો. સૂફીસાધકો ખુદાના ઇશ્ક(પ્રેમ)માં મગ્ન રહેનારા, સાંસારિક…
વધુ વાંચો >સોમેશ્વર
સોમેશ્વર : સોલંકીકાળના ગુજરાતી વિદ્વાન મહાકવિ. તેમનું વતન આનંદપુર એટલે વડનગર હતું. તેઓ વસિષ્ઠ ગોત્રના અને ગુલેચા કુળના હતા. તેમના પૂર્વજો અને તેઓ પોતે ગુર્જરેશ્વરના પુરોહિત હતા. સોલંકી વંશના સ્થાપક રાજા મૂળરાજ સોલંકીના રાજપુરોહિત સોલશર્મા સોમેશ્વરના પૂર્વજ હતા. સોલશર્માએ વાજપેય યજ્ઞ અને પ્રયાગમાં પિતૃપિંડદાન કરેલું. ઋગ્વેદના જ્ઞાતા અને સો યજ્ઞો…
વધુ વાંચો >સૌંદરનંદ
સૌંદરનંદ : સંસ્કૃત ભાષામાં રચાયેલું મહાકાવ્ય. બૌદ્ધ મહાકવિ અશ્વઘોષે રચેલું આ મહાકાવ્ય 18 સર્ગોનું બનેલું છે. તેમાં બુદ્ધના પિતરાઈ ભાઈ નંદના નિર્વાણની વાર્તા વર્ણવવામાં આવી છે. આ મહાકાવ્યના પ્રથમ સર્ગમાં આરંભમાં બુદ્ધને નમસ્કાર કરી કપિલવસ્તુ નગરીનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં શાસન કરતા શાક્ય વંશનું વર્ણન પણ છે. બીજા સર્ગમાં…
વધુ વાંચો >સ્ફોટ
સ્ફોટ : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો એક વાદ અથવા સિદ્ધાન્ત. પ્રાતિશાખ્ય ગ્રંથોમાં સ્ફોટની વાત આપી નથી. પાણિનિએ પણ સ્ફોટની વાત કરી નથી, પરંતુ પોતાની ‘અષ્ટાધ્યાયી’માં ‘સ્ફોટાયન’ નામના આચાર્યનો ઉલ્લેખ કર્યો છે. આથી ‘પદમંજરી’ના કર્તા હરદત્તે સ્ફોટનો સિદ્ધાંત સ્ફોટાયને સ્થાપ્યો છે એમ કહ્યું છે. સ્ફોટનો સિદ્ધાન્ત પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માંથી અનુમિત કરવામાં આવ્યો છે. ભર્તૃહરિએ…
વધુ વાંચો >સ્વર-1
સ્વર-1 : વ્યાકરણશાસ્ત્ર અનુસાર સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાતા વર્ણો. છેક પ્રાતિશાખ્ય ગ્રંથોમાં સ્વરનો ઉલ્લેખ થયેલો છે. વર્ણોના સાર્થક સમૂહને પદ કહે છે. વર્ણના બે ઘટકો રજૂ થયા છે. તેમાં (1) સ્વર અને (2) વ્યંજનનો સમાવેશ થાય છે. જે સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય તેને સ્વર કહે છે. જે સ્વરની મદદ વગર…
વધુ વાંચો >હમ્મીરમદમર્દન
હમ્મીરમદમર્દન : ગુજરાતના ઇતિહાસ વિશેનું નાટક. આ નાટક 1223થી 1229 સુધીના સમયમાં શ્વેતાંબર જૈન આચાર્ય જયસિંહસૂરિએ લખેલું છે. લેખક વીરસૂરિના શિષ્ય અને ભરૂચના મુનિ સુવ્રતના ચૈત્યના અધિષ્ઠાયક આચાર્ય હતા. પ્રસ્તુત નાટક મહામાત્ય વસ્તુપાળના પુત્ર જયંતની આજ્ઞાથી ખંભાતમાં ભીમેશ્વર દેવના યાત્રામહોત્સવમાં ભજવાયેલું. ભયાનક રસ એકલો જ નહિ, પણ આ નાટક નવે…
વધુ વાંચો >