પ્ર. ઉ. શાસ્ત્રી
વૈયાકરણભૂષણ
વૈયાકરણભૂષણ : કૌંડ ભટ્ટે (1625) રચેલો સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનો શબ્દાર્થની ચર્ચા કરતો ગ્રંથ. ભર્તૃહરિએ ‘વાક્યપદીય’ નામના પોતાના પ્રસિદ્ધ ગ્રંથમાં જે શબ્દાર્થવિચાર પ્રસ્તુત કર્યો છે તે જ વિષયના આધારે ભટ્ટોજી દીક્ષિતે 74 કારિકાઓની બનેલી ‘વૈયાકરણ સિદ્ધાન્તકારિકા’ લખેલી. એ કારિકાઓની ભટ્ટોજી દીક્ષિતના ભત્રીજા કૌંડ ભટ્ટે ‘વૈયાકરણભૂષણ’ નામના પોતાના ગ્રંથમાં વિસ્તૃત સમજ આપી છે.…
વધુ વાંચો >વ્યક્તિવિવેક
વ્યક્તિવિવેક : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રનો ગ્રંથ. સર્વપ્રથમ ઈ. સ. 1909માં ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત ગ્રંથમાળામાં ‘વિમર્શ’ નામની રુય્યકે લખેલી અધૂરી ટીકા સાથે પ્રસ્તુત ગ્રંથ તિરુઅનંતપુરમમાંથી પ્રકાશિત થયેલો. તેના લેખક આચાર્ય મહિમભટ્ટ (11-12મી સદી) છે. આચાર્ય આનંદવર્ધને ધ્વનિની રજૂઆત પોતાના ‘ધ્વન્યાલોક’ નામના ગ્રંથમાં કરી છે. તે ગ્રંથ અને ધ્વનિસિદ્ધાન્ત બંનેનું ખંડન કરવા માટે…
વધુ વાંચો >વ્યંજના
વ્યંજના : શબ્દની ત્રીજી શક્તિ. શબ્દની ત્રણ શક્તિઓ માનવામાં આવી છે. શબ્દનો મુખ્ય અર્થ એટલે કે શબ્દકોશમાં આપેલો અર્થ બતાવનારી મુખ્ય શક્તિ અભિધા તે પહેલી; શબ્દનો મુખ્ય અર્થ બંધબેસતો ન હોય ત્યારે તેની સાથે સંબંધ ધરાવતો બીજો બંધબેસતો અર્થ બતાવનારી બીજી શબ્દશક્તિ તે લક્ષણા. જ્યારે અભિધા અને લક્ષણા શબ્દશક્તિઓ ન…
વધુ વાંચો >શતકકાવ્યો
શતકકાવ્યો : સો શ્ર્લોકો ધરાવતો સંસ્કૃત કાવ્ય-પ્રકાર. ઉપલબ્ધ સામગ્રી અનુસાર સંસ્કૃત સાહિત્યમાં ‘શતક’ કાવ્યની પરંપરા ઈ. સ.ની 7મી સદીથી આરંભાય છે. ‘શતક’ એટલે સો કે તેથી થોડાં વધારે પદ્યોવાળું કાવ્ય. શતકમાં ઓછામાં ઓછાં 100 પદ્યો તો હોય જ. શતક કોઈ નિશ્ચિત વિષયને અનુલક્ષીને પણ રચાયું હોય અથવા જેને ‘મુક્તક’ કહેવાય…
વધુ વાંચો >શતકત્રય
શતકત્રય : ભર્તૃહરિ નામના કવિએ રચેલાં ત્રણ શતકકાવ્યો. ભર્તૃહરિએ રાજા અને એ પછી સંન્યાસી-જીવનમાં જે અનુભવો મેળવેલા તેનો સાર ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ ત્રણ કાવ્યોમાં રજૂ કર્યો છે. માનવજીવનના ચાર પુરુષાર્થોમાંથી ધર્મ અને અર્થ વિશેનું ચિંતન ‘નીતિશતક’માં, કામ વિશેનું ચિંતન ‘શૃંગારશતક’માં અને મોક્ષ વિશેનું ચિંતન ‘વૈરાગ્યશતક’માં રજૂ થયું છે. દરેકમાં…
વધુ વાંચો >શબ્દવ્યાપારવિચાર
શબ્દવ્યાપારવિચાર : શબ્દશક્તિ વિશે આચાર્ય મમ્મટની રચના. આ નાનકડી રચના મમ્મટે મુકુલ નામના લેખકની ‘અભિધાવૃત્તમાતૃકા’ નામની રચનાની સામે પ્રતિક્રિયા અથવા વળતા જવાબ તરીકે લખી છે. તેનું શીર્ષક સૂચવે છે તે મુજબ અભિધા, લક્ષણા અને વ્યંજના એ ત્રણ શબ્દશક્તિઓની ચર્ચા તેમાં રજૂ થઈ છે. આ નાનકડી રચના છ કારિકાઓની બનેલી છે.…
વધુ વાંચો >શબ્દેન્દુશેખર
શબ્દેન્દુશેખર : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો ટીકાગ્રંથ. ભટ્ટોજી દીક્ષિતનો પાણિનીય ‘અષ્ટાધ્યાયી’ પરનો વૃત્તિગ્રંથ કે પ્રક્રિયાગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ નામે જાણીતો છે. તેના પર નાગેશ ભટ્ટે બે ટીકાઓ લખી છે. તેમાં વિસ્તૃત ટીકા તે ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ અને ઓછી વિસ્તૃત ટીકા તે ‘લઘુશબ્દેન્દુશેખર’. એ બંને ટીકાઓમાંથી ‘લઘુશબ્દેન્દુશેખર’ અભ્યાસકોમાં વધુ પ્રચલિત છે. ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ ભાગ્યે જ વંચાતી ટીકા છે.…
વધુ વાંચો >શર્વવર્મન્
શર્વવર્મન્ : કાતંત્ર નામના સંસ્કૃત ભાષાના વ્યાકરણના લેખક. તેમના જીવન વિશે કશી માહિતી મળતી નથી. તેઓ આશરે સાતમી સદીમાં થયેલા રાજા સાતવાહનના રાજદરબારના કવિ ગુણાઢ્યના સમકાલીન હતા. તેઓ પાણિનીય વ્યાકરણના અભ્યાસી હતા. પાણિનીય વ્યાકરણની કઠિનતાને દૂર કરવા ‘કાતંત્ર’ અથવા ‘કૌમાર’ નામના વ્યાકરણની રચના કરેલી. બાળકોને સમજાય તેવા સરળ વ્યાકરણની રચના…
વધુ વાંચો >શંકુક
શંકુક : નવમી સદીના એક આલંકારિક આચાર્ય. તેમણે ભરતના નાટ્યશાસ્ત્ર પર ટીકા લખી હતી, જે હાલ પ્રાપ્ત નથી. ઈ. સ. 1000માં થઈ ગયેલા આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘નાટ્યશાસ્ત્ર’ પર રચેલી ટીકા ‘અભિનવભારતી’માં પોતાની પૂર્વે થઈ ગયેલા ટીકાકાર તરીકે શંકુકના રંગપીઠ, રસસૂત્ર, નાટક, રાજાનું પાત્ર, નાટિકાભેદ, પ્રતિમુખ અને વિમર્શ સંધિ વગેરે બાબતો…
વધુ વાંચો >શારદાતનય અને ભાવપ્રકાશન
શારદાતનય અને ભાવપ્રકાશન (11મી સદી પછી) : ભારતીય નાટ્યશાસ્ત્રી. દંતકથા મુજબ કાશીમાં રહેલ શારદાની ઉપાસનાથી તેમનો જન્મ થયો હોવાથી ‘શારદાતનય’ એવું નામ પિતાએ આપેલું. તેમના પિતાનું નામ ભટ્ટગોપાલ હતું. પિતામહનું નામ કૃષ્ણ અને પ્રપિતામહનું નામ લક્ષ્મણ હતું. તેમનું ગોત્ર કાશ્યપ હતું. તેમનું મૂળ વતન ‘માઠરપૂજ્ય’ નામનું ગામ હતું. પાછળથી પિતા…
વધુ વાંચો >