પ્રિયબાળાબહેન શાહ

બ્રાઉન, પર્સી

બ્રાઉન, પર્સી (જ. 1872 બર્મિંગહામ, યુ. કે. અ. 1955 શ્રીનગર): મહત્વના કળાશિક્ષક, ક્યુરેટર અને ભારતીય કળાના સંશોધક. કૉલકાતાની ગવર્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટના પ્રિન્સિપાલ તરીકે કલાનું શિક્ષણ આપ્યા પછી તેઓ કૉલકાતાના વિક્ટૉરિયા મૅમૉરિયલ હૉલના સેક્રેટરી અને ક્યુરેટર નિમાયા. આ પછી તેઓ કૉલકાતાની ‘ગવર્મેન્ટ આર્ટ ગૅલરી’ના કીપર અને પછી લાહોર સંગ્રહાલયના ક્યુરેટર…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, બિનોયતોષ

ભટ્ટાચાર્ય, બિનોયતોષ (જ. ) : ભારતીય મૂર્તિશાસ્ત્રના અગ્રગણ્ય વિદ્વાન. કલકત્તા યુનિવર્સિટીમાંથી ભારતીય સંસ્કૃતિની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ ઢાકા યુનિવર્સિટીમાં મૂર્તિશાસ્ત્રના રિસર્ચ સ્કૉલર તરીકે નિમાયા. ત્યાં તેમની તેજસ્વી મેધા ઝળકી ઊઠી અને પોતાના કાર્યના ફળ રૂપે એક વિસ્તૃત ગ્રંથ ‘બુદ્ધિસ્ટ આઇકોનૉગ્રાફી ઑવ્ ઇંડિયા’નું તેમણે લેખન-સંપાદન કર્યું; પરંતુ એથી પણ…

વધુ વાંચો >

ભારહૂત

ભારહૂત : પુરાતત્વીય ઉત્ખનન દ્વારા મળેલો પ્રસિદ્ધ સ્તૂપ. તેના અવશેષો મધ્ય ભારતમાંથી મળી આવ્યા છે. આ સ્તૂપનો સમય આશરે ઈ. પૂ. 125નો માનવામાં આવે છે. સ્તૂપનો હર્મિકાનો કેટલોક ભાગ તેમજ તેના પૂર્વનું તોરણદ્વાર મળી આવ્યાં છે. આ તોરણદ્વાર સ્તૂપ પછી આશરે પચાસેક વર્ષ બાદ તૈયાર કરવામાં આવેલું છે. આ હર્મિકા…

વધુ વાંચો >

મથુરા-શિલ્પ

મથુરા-શિલ્પ : ઈસુ પૂર્વે પહેલી સદીથી આશરે ઈસુની પહેલી સદી દરમિયાન કુશાન સામ્રાજ્યના મથુરા અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલ હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મની પાષાણશિલ્પ-પરંપરા અથવા મથુરાની શિલ્પાકૃતિઓ. ભારતીય શિલ્પના ઇતિહાસમાં ઘણું જ મહત્વનું પ્રદાન કરનાર મથુરાએ અગત્યનાં લક્ષણો (iconography) વિકસાવવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય કલાસમન્વય સાધી આગવી શૈલી વિકસાવી છે. ઉત્તર…

વધુ વાંચો >

મય

મય : પ્રાચીન ભારતના એક પ્રસિદ્ધ દાનવ અને કુશળ શિલ્પી. તેઓ કશ્યપ ઋષિના પુત્ર હતા. તેમની માતાનું નામ ક્યાંક દનુ અને ક્યાંક દિતિ અપાયું છે. મહાભારતમાં પાંડવોના સમકાલીન અત્યંત કુશળ શિલ્પી તરીકે તેમનો નિર્દેશ થયેલો છે. તેમણે યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞ વખતે ‘મયસભા’ નામે વિચિત્ર સભાગૃહ રચ્યું હતું, જેમાં સ્થળભાગ જળની…

વધુ વાંચો >

માટીનાં પકવેલાં શિલ્પો અને આકૃતિઓ

માટીનાં પકવેલાં શિલ્પો અને આકૃતિઓ : માટીમાંથી શિલ્પો અને આકૃતિઓ (figurines) બનાવી પકવવાની કલા, અંગ્રેજીમાં તેને ટેરાકોટા કહે છે. જૂના વખતમાં માટી ઘાટ ઘડવા માટે વપરાતી. તે સુલભ હતી, માટે નહિ, પણ તેનાથી ઘાટ ઘડવાનું વધારે સરળ હતું માટે. આથી સામાન્ય માણસની નવા ઘાટ ઘડવાની વૃત્તિ કંઈક અંશે સંતોષાતી. તેમાંથી…

વધુ વાંચો >

મિથુન-શિલ્પો

મિથુન-શિલ્પો : ભોગવૃત્તિ અને કામવાસનાને સૌંદર્યમંડિત કરતાં શિલ્પસર્જનો. સ્ત્રીપુરુષનો સંભોગ કામ અને મોક્ષના પ્રતીકરૂપ મનાય છે. મોહેં-જો-દડોમાંથી મળી આવેલી મુદ્રાઓમાં વનદેવતા, માતૃકાની આકૃતિઓ ધ્યાન ખેંચે તેવી છે. ભૂમધ્ય સમુદ્રથી ગંગાની ખીણના અને પૂર્વના સમગ્ર પ્રદેશ તરફ નજર નાંખતાં ફળદ્રૂપતાનો એકસરખો વારસો જણાય છે. શિવલિંગોનાં આકારો અને સ્વરૂપો સિંધુ સંસ્કૃતિમાંથી પ્રાપ્ત…

વધુ વાંચો >

મૂર્તિ, શિવરામ

મૂર્તિ, શિવરામ (જ. 1905; અ. 1984) : ભારતીય પ્રાચ્યવિદ્યાના પારંગત અને સંસ્કૃતના ઉચ્ચ કોટિના વિદ્વાન. તેઓ ઉચ્ચ કોટિના કલાકાર પણ હતા. રેખાંકન અને શિલ્પાંકનમાં તેમની અદભુત કુશળતાનો ખ્યાલ તેમનાં પ્રકાશિત પુસ્તકોમાંથી મળી આવે છે. તેમનાં પ્રકાશિત પુસ્તકો આ પ્રમાણે છે : ‘અમરાવતી સ્કલ્પચર્સ ઇન ધ મૉડર્ન ગવર્નમેન્ટ મ્યુઝિયમ’, ‘સ્કલ્પચર્સ ઇન્સ્પાયર્ડ…

વધુ વાંચો >

વૃંદાવન

વૃંદાવન : ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 27° 35´ ઉ. અ. અને 77° 35´ પૂ. રે.. તે મથુરાથી ઉત્તરે આશરે 46 કિમી. દૂર યમુના નદીના જમણા કાંઠે વસેલું છે. અહીંનો સમગ્ર પ્રદેશ સમતળ છે અને શહેર સમુદ્રસપાટીથી આશરે 175 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અહીંનો આખોય પ્રદેશ…

વધુ વાંચો >