પ્રિયબાળાબહેન શાહ

કૈલાસમંદિર

કૈલાસમંદિર : ઇલોરાની ગુફા નં. 16માં આવેલું મંદિર. ખડકમાંથી કોરેલા સ્થાપત્યમાં જગતભરમાં કૈલાસગુફા અગ્રસ્થાને છે. તેની રચના મંદિરના ગોપુરમ્ જેવી છે. મંદિરની સમગ્ર શિલ્પસમૃદ્ધિ એક જ ખડકમાંથી કંડારેલી છે. આ ગુફામાં પ્રવેશતાં જ સામે પાષાણનો પડદો છે, જેના ઉપર શિવ અને વિષ્ણુની પ્રચંડ મૂર્તિઓ કોરેલી છે; 82.8 મીટર લાંબો અને…

વધુ વાંચો >

ક્રૅમ્રિશ, સ્ટેલા

ક્રૅમ્રિશ, સ્ટેલા [જ. 29 મે 1896, નિકોલ્સ્બર્ગ (હવે મિકુલૉવ), ચેક રિપબ્લિક; અ. 31 ઑગસ્ટ, 1993, ફિલાડૅલ્ફિયા, અમેરિકા] : ભારતીય કલાપરંપરામાં ઊંડું સંશોધન કરનાર જર્મન મહિલા કલા-ઇતિહાસકાર, મ્યુઝિયમ ક્યુરેટર, સંપાદક, પત્રકાર અને પ્રાધ્યાપિકા. પશ્ચિમના દેશોમાં ભારતીય અને દક્ષિણ એશિયાઈ કલાની સાચી સમજ અને ઓળખ ઊભી કરવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.…

વધુ વાંચો >

ખંડાલાવાલા, કાર્લ જમશેદજી

ખંડાલાવાલા, કાર્લ જમશેદજી (જ. 18 માર્ચ 1904, નવસારી; અ. 27 ડિસેમ્બર 1995, મુંબઈ) : ભારતના વિખ્યાત કલાવિવેચક અને ભારતની સર્વોચ્ચ અદાલતના એક વરિષ્ઠ ધારાશાસ્ત્રી. પિતા જમશેદજી વડોદરા રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. તથા કાયદાની કૉલેજમાંથી એલએલ.બી. સુધીનું શિક્ષણ. 1926માં બાર-ઍટ-લૉ થવા માટે ઇંગ્લૅન્ડ ગયા અને મિડલ ટેમ્પલમાંથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગેત્સ, હરમાન

ગેત્સ, હરમાન (જ. 17 જુલાઈ 1898, કાર્લશૃહે, જર્મની; અ. 8 જુલાઈ 1976, હિડનબર્ગ, પ. જર્મની) : ભારતીય વિદ્યા (indology)ના અભ્યાસી જર્મન કલાવિદ્. તેમના પિતા જર્મનીના કાર્લશૃહેની આટર્સ ઍન્ડ ક્રાફ્ટ કૉલેજના ડિરેક્ટર હતા. 1917માં મ્યૂનિકમાં અધ્યયન માટે જોડાયા. 1918માં લશ્કરમાં સેવા આપેલી. પ્રાચીન ઇજિપ્તનો ઇતિહાસ, ગ્રીક કલાનો ઇતિહાસ, બૌદ્ધ ધર્મ અને…

વધુ વાંચો >

ચૈત્ય

ચૈત્ય : બૌદ્ધ સ્થાપત્યનો એક પ્રકાર. વસ્તુત: ચૈત્ય શબ્દ સંસ્કૃત चिता સાથે સંબંધિત છે. બૌદ્ધ અને જૈન સાહિત્યમાં ચિતાસ્થાન પર કે મૃતકની ભસ્મ પર સ્મૃતિ મંદિરની રચનાની તેમજ વૃક્ષારોપણની જૂની પરંપરાના ઉલ્લેખો મળે છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પવિત્ર વેદી, દેવસ્થાન, પ્રાસાદ, ધર્મસ્થાનમાંનું પીપળાનું વૃક્ષ વગેરે માટે ચૈત્ય શબ્દ…

વધુ વાંચો >

જૌહર

જૌહર : દુશ્મનો સામે હાર નિશ્ચિત જણાય ત્યારે આક્રમણખોરોથી સ્વધર્મ અને શીલની રક્ષા માટે થતો સ્ત્રીઓનો સામૂહિક અગ્નિપ્રવેશ. ભારતના ઇતિહાસમાં સ્ત્રીઓ જૌહર કરતી તેના કેટલાક ઉલ્લેખ પ્રાપ્ત થયા છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જૌહરની પ્રથા માત્ર રાજપૂતોમાં જ પ્રચલિત હતી; પરંતુ રાજપૂત ઇતિહાસ પૂર્વે પણ જૌહરના બનાવના…

વધુ વાંચો >

તરણેતરનો મેળો

તરણેતરનો મેળો : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા તરણેતરમાં ભરાતો મેળો. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું…

વધુ વાંચો >

દવે, કનૈયાલાલ ભાઈશંકર

દવે, કનૈયાલાલ ભાઈશંકર (જ. 25 જાન્યુઆરી 1907, રણુંજ, તા. પાટણ; અ. 15 જુલાઈ 1969) : ગુજરાતના પ્રસિદ્ધ પુરાતત્વવિદ. વતન પાટણ. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સંસ્કૃત પરીક્ષાઓ આપીને વડોદરાની ‘સ્માર્ત યાજ્ઞિક’ પદવી પ્રાપ્ત કરી હતી. જગદગુરુ શ્રી શંકરાચાર્ય (દ્વારકા) તરફથી ‘કર્મકાંડવિશારદ’ની પદવી પણ તેમને મળેલી. પુરાતત્વ અને ઇતિહાસના સમર્થ…

વધુ વાંચો >

દાન

દાન : ધર્મબુદ્ધિથી કે દયાભાવથી પુણ્યાર્થે કોઈ વસ્તુ બ્રાહ્મણ કે ગરીબને મફત આપી દેવી તેનું નામ દાન. કાયદેસર પોતાને મળેલી વસ્તુ બીજાને અર્પણ કરવી તેને પણ દાન કહી શકાય. વસ્તુ પરથી સ્વત્વની નિવૃત્તિપૂર્વક પરસ્વત્વની ઉત્પત્તિ કરવાની ક્રિયાને યાસ્કાચાર્ય દાન કહે છે. ‘યોગકૌસ્તુભ’ મુજબ ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી પોતાની શક્તિ પ્રમાણે…

વધુ વાંચો >