પ્રાણીશાસ્ત્ર

પાર્થિવેતર જીવસૃષ્ટિ (extraterrestrial intelligence)

પાર્થિવેતર જીવસૃષ્ટિ (extraterrestrial intelligence) : પૃથ્વી સિવાય અન્ય ગ્રહ ઉપર જીવસૃષ્ટિનું સંભવત: અસ્તિત્વ. પૃથ્વી ઉપર માણસ, પશુ-પંખીઓ, વનસ્પતિ સહિતની જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, પણ અન્ય ગ્રહ ઉપર આવી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હોય એવી કોઈ પ્રતીતિ થઈ નથી કે કોઈ ચોક્કસ પ્રમાણ મળ્યું નથી. તે છતાં, કોઈ અન્ય ગ્રહ ઉપર જીવસૃષ્ટિની…

વધુ વાંચો >

પાલતુ પ્રાણી

પાલતુ પ્રાણી : માણસ દ્વારા અનેકવિધ હેતુઓ માટે પાળવામાં આવતાં પ્રાણી. પ્રાણીસૃષ્ટિની વ્યવસ્થા એવી છે કે અપવાદરૂપ પ્રાણી જ અલિપ્ત કે એકલદોકલ પરિસ્થિતિમાં જીવતું જોવા મળે છે. મોટેભાગે પ્રાણીઓ નાનામોટા સમાજો રચીને એકબીજાને આધારે જીવે છે. માનવી વિશિષ્ટ પ્રાણી છે. ઉત્ક્રાંતિનાં પાછલાં વર્ષોમાં તેની બુદ્ધિનો વિકાસ થયો; પણ દૃષ્ટિ, ઘ્રાણ,…

વધુ વાંચો >

પાંખ (wings)

પાંખ (wings) : ઉડ્ડયન માટે અનુકૂલન પામેલાં પ્રાણીઓનાં પ્રચલનાંગો. સંધિપાદ સમુદાયના મોટા ભાગના કીટકો અને પૃષ્ઠવંશી પક્ષીઓ ઊડવા માટે જાણીતાં છે. સસ્તન વર્ગનું પ્રાણી ચામાચીડિયું પણ ઊડવા માટે અનુકૂલન પામેલું છે. ઉડ્ડયન કરતા કીટકોમાં પાંખની એક અથવા બે જોડ આવેલી હોય છે, જે ઉરસના પૃષ્ટ ભાગમાંથી બહિરુદભેદ રૂપે પેદા થાય…

વધુ વાંચો >

પીળક (Golden Oriole)

પીળક (Golden Oriole) : ભારતનું નિવાસી પંખી. તે સોના જેવું પીળું દેખાય છે. તેનો સમાવેશ Passeriformes શ્રેણી અને Oriolidae કુળમાં થાય છે. તેનું શાસ્ત્રીય નામ Oriolus oriolus છે. તેનું કદ કાબર જેવડું, 22 સેમી.નું હોય છે; પણ જરા તે દૂબળું લાગે છે. નર અને માદાના રંગમાં થોડો ફરક હોય છે.…

વધુ વાંચો >

પીંછાં

પીંછાં : પક્ષીઓના બાહ્યાવરણ તરીકે આવેલા અને શૃંગી દ્રવ્યના બનેલા ઉદ્વર્ધો (outgrowths). પીંછાં એ પક્ષીઓની લાક્ષણિકતા છે. તે પક્ષીઓના ઉડ્ડયન, રક્ષણ-રોધન (insulation) અને શણગારમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. સૌપ્રથમ સંયોજક પેશીમાંથી શલ્કો બને છે. અને આ શલ્કો પીંછાં રૂપે વિકસે છે. પીંછાંને ત્રણ મુખ્ય પ્રકારોમાં વહેંચી શકાય : (1)…

વધુ વાંચો >

પુનર્જનન (Regeneration)

પુનર્જનન (Regeneration) ગુમાવાયેલા કે ખૂબ ઈજા પામેલા શરીરના ભાગોનું સજીવ દ્વારા પ્રતિસ્થાપન. આ પારિભાષિક શબ્દ વ્યાપક છે અને વિવિધ સજીવોમાં પુન:સ્થાપિત (restorative) થતી પ્રક્રિયાઓના વિશાળ ક્ષેત્રને આવરી લે છે. કેટલાક વિજ્ઞાનીઓ ‘પુનર્જનન’ને બદલે ‘પુનર્રચન’ (reconstituion) શબ્દ પ્રયોજવાનું પસંદ કરે છે. પુનર્જનન વિશે થયેલાં અવલોકનો અને સંશોધનોની એક લાંબી નોંધ છે.…

વધુ વાંચો >

પુન:સંયોજક ડીએનએ (Recombinant DNA)

પુન:સંયોજક ડીએનએ (Recombinant DNA) : બાહ્યસ્થ (foreign) ડીએનએનું જોડાણ વાહક અણુ (vector molecule) સાથે કરવાથી નિર્માણ થયેલ સંયુક્ત ડીએનએનો અણુ. પુન:સંયોજક ડીએનએ જૈવ તકનીકી વડે અન્ય સજીવમાં આવેલ લાભકારક જનીનને અલગ કરી તેનું સંયોજન બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મ  જીવોમાં આવેલ પ્લૅસ્મિડ સાથે કરવામાં આવે છે. પુન:સંયોજક ડીએનએના અણુને લીધે આ સૂક્ષ્મજીવ…

વધુ વાંચો >

પૃષ્ઠવંશી (vertebrata)

પૃષ્ઠવંશી (vertebrata) કરોડરજ્જુ (vertebral column) ધરાવતી પ્રાણીસૃષ્ટિનો એક વિશાળ સમૂહ. બધાં પ્રાણીઓને અપૃષ્ઠવંશી (invertebrata) અને પૃષ્ઠવંશી (vertebrata)  એવા બે વિભાગમાં વહેંચવામાં આવે છે. વર્ગીકરણની દૃષ્ટિએ પૃષ્ઠવંશી પ્રાણીઓને મેરુદંડી (chordata) સમુદાયના એક ઉપસમુદાય(subphylum)માં ગણવામાં આવે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓની ગર્ભાવસ્થાના ઉત્તરકાળ દરમિયાન મેરુદંડ (notochord) ઉપરાંત અથવા તો તેના સ્થાને ખંડિત કરોડરજ્જુ પ્રસ્થાપિત…

વધુ વાંચો >

પેપ્સિન

પેપ્સિન : સસ્તન પ્રાણીઓ, સરીસૃપો તથા માછલીના જઠર-રસમાં જોવા મળતો પ્રોટીનલયી (proteolytic) ઉત્સેચક. જઠરમાંના શ્લેષ્મલ(mucosa)માં રહેલા પેપ્સિનોજનમાંથી HCl દ્વારા પેપ્સિન બને છે. પેપ્સિન નિરોધક, પેપ્ટાઇડ, pH 5થી વધુ હોય તો પેપ્સિન અણુને વળગી રહે છે તથા ઉત્સેચકનું સક્રિયન અટકાવી દે છે. ઍસિડિક પરિસ્થિતિમાં તેની ક્રિયાશીલતા મહત્તમ હોય છે. ચરબી કે…

વધુ વાંચો >

પેલિકન

પેલિકન : પેલિકેનિફૉર્મિસ શ્રેણીના પેલિકેનિડે કુળનું વિશાળકાય જળચર પક્ષી. તેને ગુજરાતમાં ‘પેણ’ના નામે ઓળખવામાં આવે છે. પ્રજાતિ પેલિકેનસ હેઠળ કુલ 7 જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમને કદના આધારે બે સમૂહમાં મૂકવામાં આવે છે. બંને સમૂહોનું પ્રતિનિધિત્વ કરતી ગુલાબી પેણ (Rosy Pelican – P. onocrotalus) અને રૂપેરી પેણ (Grey Pelican –…

વધુ વાંચો >