પ્રહલાદ બે. પટેલ

મિથેન

મિથેન (માર્શ ગૅસ, મિથાઈલ હાઇડ્રાઇડ) : આલ્કેન અથવા પૅરેફિનહાઇડ્રોકાર્બન શ્રેણીનો પ્રથમ અને સાદામાં સાદો સભ્ય. બંધારણીય સૂત્ર : અનૂપ (swampy) ભૂમિમાં તેમજ ખાતરો અને અન્ય કૃષિવિષયક અપશિષ્ટ પદાર્થોના અવાયુજીવી (anaerobic) જીવાણ્વીય (bacterial) અપઘટનથી ઉત્પન્ન થતો હોવાથી તેને માર્શ વાયુ પણ કહે છે. વાહિતમલ આપંક(sewage sludge)માંથી પણ તે ઉદભવે છે. ગોબર-ગૅસનો…

વધુ વાંચો >

મીઠું

મીઠું : વિભિન્ન કુદરતી અને ઔદ્યોગિક પેદાશ રૂપે મળી આવતું સોડિયમ ક્લોરાઇડ નામનું અગત્યનું રાસાયણિક સંયોજન. રાસાયણિક સૂત્ર NaCl. અત્યંત શુદ્ધ સંયોજન 39.4 % સોડિયમ અને 60.6 % ક્લોરિન (આયનો રૂપે) ધરાવે છે. તે સામાન્ય લવણ (common salt) તેમજ મેજ-લવણ (table salt) કે બારીક દાણાદાર મીઠા (free flowing salt) તરીકે…

વધુ વાંચો >

મુલિસ, કૅરી બી.

મુલિસ, કૅરી બી. (Mullis, Kary B.) (જ. 28 ડિસેમ્બર 1944, લિનૉર્ટ, ઉત્તર કૅરોલાઇના, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણવિદ અને 1993ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના સહવિજેતા. જ્યૉર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(Caltech)માં જૈવરસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1972માં તેમણે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, બર્કલીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.…

વધુ વાંચો >

મેકડાયાર્મિડ, એલન જી.

મેકડાયાર્મિડ, એલન જી. (જ. 14 એપ્રિલ 1927, માસ્ટરટન, ન્યૂઝીલૅન્ડ; અ. 7 ફેબ્રુઆરી 2007, પેન્સિલવેનિયા, યુ. એસ.) : રાસાયણિક રૂપાંતરણ દ્વારા ધાતુની માફક વિદ્યુતનું ઝડપથી સંવહન કરી શકે તેવા (સંશ્લેષિત ધાતુઓ તરીકે ઓળખાતા) પ્લાસ્ટિક  બહુલકોની શોધ બદલ 2000ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. યુનિવર્સિટી ઑવ્ ન્યૂઝીલૅન્ડ-માંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ…

વધુ વાંચો >

મૅક્કિનૉન, રૉડરિક

મૅક્કિનૉન, રૉડરિક (MacKinnon, Roderick) (જ. 19 ફેબ્રુઆરી 1956, બર્લિંગ્ટન, યુ.એસ.) : અમેરિકન જૈવભૌતિકવિદ (biophysicist) અને 2003ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. મૅક્કિનૉને 1978માં બ્રાન્ડીસ (Brandeis) યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી અને 1982માં બૉસ્ટનની ટફ્ટ્સ (Tufts) યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ મેડિસીનમાંથી એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1986માં તેમણે બ્રાન્ડીસ યુનિવર્સિટી(વોલ્થેમ, મૅસે.)માં આયનવાહિકાઓ (ion channels)…

વધુ વાંચો >

મૉલિના મારિયો

મૉલિના મારિયો (જ. 19 માર્ચ  1943, મેક્સિકો શહેર, મેક્સિકો) : પર્યાવરણ માટે હાનિકારક એવા ઓઝોન-સ્તરનાં ગાબડાં (hole) સાથે સંકળાયેલ સંશોધન માટે 1995ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના શેરવુડ રૉલૅન્ડ અને પૉલ ક્રુટ્ઝન સાથે વિજેતા. તેઓ જન્મે મેક્સિકન એવા અમેરિકન રસાયણશાસ્ત્રી હતા. તેમણે મેક્સિકો શહેરની નૅશનલ ઑટોનોમસ યુનિવર્સિટી ઑવ્ મેક્સિકોમાં રાસાયણિક…

વધુ વાંચો >

રંગકો

રંગકો પોતે તીવ્રપણે રંગીન હોય અને અન્ય પદાર્થોને ઓછા-વત્તા અંશે કાયમી રંગવા માટે વપરાતા હોય તેવા સંકીર્ણ કાર્બનિક સંયોજનોના સમૂહનો એક સભ્ય. કેટલાંક કાર્બનિક રસાયણોના પાણીમાંના દ્રાવણને સાધારણ ગરમ કરી તેમાં સુતરાઉ કાપડ કે રેસાને ડુબાડી રાખવાથી તે રંગીન બનતા હોય છે. સાબુ વડે ધોવાથી આ રંગ દૂર થતો નથી…

વધુ વાંચો >

રાસાયણિક અવક્ષેપન (chemical precipitation)

રાસાયણિક અવક્ષેપન (chemical precipitation) : દ્રાવણમાં રહેલા એક પદાર્થને અદ્રાવ્ય રૂપમાં ફેરવીને અલગ પાડી શકાય તેવા ઘન પદાર્થ રૂપે મેળવવાની વિધિ અથવા ઘટના. ઘણી વાર અવક્ષેપનની વિધિનો ઉપયોગ જલીય દ્રાવણોમાંથી ધાતુ-આયનોને દૂર કરવા માટે થાય છે; દા. ત., સિલ્વર નાઇટ્રેટ જેવા દ્રાવ્ય ક્ષારના દ્રાવણમાં રહેલા સિલ્વર આયનો(Ag+)ને દ્રાવણમાં ક્લોરાઇડ આયનો…

વધુ વાંચો >

રોલેન્ડ, ફ્રૅન્ક શેરવૂડ

રોલેન્ડ, ફ્રૅન્ક શેરવૂડ : (જ. 28 જૂન 1927, દેલાવરે, ઓહાયો, યુ.એસ.) : ઓઝોન સ્તરના અવક્ષય (depletion) અંગેના સંશોધન માટે મેરિયો મોલિના અને પૉલ ક્રુટ્ઝેન સાથે 1995ના વર્ષના રસાયણશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. અમેરિકન નાગરિક એવા રોલેન્ડે વતનમાં અભ્યાસ કરી 1948માં ઓહાયો વેસ્લિયાન યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ 1951માં તેમણે શિકાગો…

વધુ વાંચો >

વુથરિચ, કુર્ત

વુથરિચ, કુર્ત (જ. 4 ઑક્ટોબર 1938, આરબર્ગ, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રોટીન અને અન્ય મોટા જૈવિક અણુઓની પરખ અને તેમના વિશ્લેષણની ટૅક્નિક વિકસાવવા બદલ 2002ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા કાર્બનિક રસાયણવિદ. કુર્તે 1964માં યુનિવર્સિટી ઑવ્ બેઝલમાંથી અકાર્બનિક રસાયણમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ અને યુ.એસ.માં અનુડૉક્ટરલ (post doctoral)…

વધુ વાંચો >