પ્રહલાદ બે. પટેલ
એલિફેટિક સંયોજનો
એલિફેટિક સંયોજનો : સરળ રેખીય અથવા શૃંખલાયુક્ત કાર્બનિક સંયોજનો. આ વર્ગમાં હાઇડ્રોકાર્બન સંયોજનો આલ્કેન (C − C એકબંધ); આલ્કીન (C = C દ્વિબંધ) અને આલ્કાઇન (C ≡ C ત્રિબંધ) સમાવેશ થાય છે. હાઇડ્રોજન પરમાણુની જગ્યાએ −OH, −COOH, −NH2, NO2, −X, −COOR, −OR, −SH વગેરે ક્રિયાત્મક (functional) સમૂહો મૂકવાથી અનુક્રમે આલ્કોહૉલ,…
વધુ વાંચો >ઍસેટોએસેટિક એસ્ટર
ઍસેટોએસેટિક એસ્ટર (ઇથાઇલ ઍસેટોએસેટેટ) : બે ચલાવયવી (tautomeric) સૂત્રો ધરાવતું અગત્યનું કાર્બનિક સંયોજન. આ બે ચલાવયવી નીચે પ્રમાણે છે : ગ્યુથરે 1863માં બનાવ્યું અને તેનું ઇનોલ-સૂત્ર (β-હાઇડ્રૉક્સિ, કીટોનિક એસ્ટર) સૂચવ્યું જ્યારે ફ્રેંકલૅન્ડ અને ડુપ્પાએ 1865માં તે બનાવ્યું અને તેનું કીટો-સૂત્ર (કીટો બ્યુટિરિક એસ્ટર) સૂચવ્યું. તેના ખરા સૂત્ર બાબતનો વિવાદ લાંબો…
વધુ વાંચો >ઑક્સોક્રોમ
ઑક્સોક્રોમ (auxochrome) : કાર્બનિક અણુઓમાં અબંધકારક ઇલેક્ટ્રૉન ધરાવતા પરમાણુ અથવા પરમાણુસમૂહો. OH, NO, NO2, NH2, Cl, OR1 વગેરેનો આમાં સમાવેશ કરી શકાય. આવા સમૂહને ક્રોમોફોર સાથે લગાડતાં શોષણપટ લાંબી તરંગલંબાઈ તરફ ખસે છે અને શોષણપટની તીવ્રતામાં પણ વધારો થાય છે. એકલા ઑક્સોક્રોમથી આ ફેરફાર શક્ય નથી. આ પ્રકારના સમૂહો અબંધકારક…
વધુ વાંચો >ઑક્સો-પ્રવિધિ
ઑક્સો-પ્રવિધિ (Oxo process) : ઑલિફિન (olefin) હાઇડ્રૉકાર્બનમાંથી આલ્ડિહાઇડ, આલ્કોહૉલ અને અન્ય ઑક્સિજનકૃત (oxygenated) કાર્બનિક સંયોજનોના ઉત્પાદન માટેની એક વિધિ. આમાં ઑલિફિન હાઇડ્રૉકાર્બન(આલ્કિન)ની બાષ્પને કાર્બન મૉનૉક્સાઇડ અને હાઇડ્રોજનની હાજરીમાં કોબાલ્ટ ઉદ્દીપકો પરથી પસાર કરવામાં આવે છે. આ પ્રવિધિ દ્વિતીય વિશ્વયુદ્ધના અરસામાં (1938માં) રોલેન (Roelen) દ્વારા જર્મનીમાં શોધાઈ હતી અને સંક્રમણ (transition)…
વધુ વાંચો >ઓલિફિન
ઓલિફિન (olefin) : આલ્કીન (alkene) સંયોજનો માટે વપરાતું જૂનું નામ. તે કાર્બન-કાર્બન દ્વિબંધયુક્ત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. આલ્કીન વર્ગનાં સંયોજનોનું સામાન્ય સૂત્ર CnH2n છે. તેમાં આવેલો દ્વિબંધ ઓલિફિનિક બંધ (olefinic bond) અથવા ઇથિલીનિક બંધ (ethylenic bond) તરીકે ઓળખાય છે. ઇથિલીન આ વર્ગનો સૌથી સાદો સભ્ય છે, તે olefiant gas (oil…
વધુ વાંચો >કપાસિયાનું તેલ
કપાસિયાનું તેલ : એક અગત્યનું ખાદ્યતેલ. પ્રાચીન કાળમાં ચીનમાં અને ભારતમાં કપાસિયા પીલીને મળતા તેલને ઔષધ તરીકે અને દીવાબત્તીમાં વાપરતા હતા. કપાસિયાના તેલ માટેની પ્રથમ ઑઇલ મિલ 1826માં અમેરિકા ખાતે દક્ષિણ કેરોલિનામાં સ્થપાઈ હતી, પણ આ ઉદ્યોગનો વિકાસ 1865માં શિકાગો ખાતે ઓલિયોમાર્જરિન (oleomargarine) ઉદ્યોગની શરૂઆત થઈ તે પછી થયો હતો.…
વધુ વાંચો >કર્લ રૉબર્ટ ફલોયડ જુનિ.
કર્લ, રૉબર્ટ ફલોયડ, જુનિ. (જ. 23 ઑગસ્ટ 1933, એલિસ, ટૅક્સાસ, યુ.એસ.; અ. 3 જુલાઈ 2022, હ્યુસ્ટન, ટૅક્સાસ, યુ. એસ.) : ફુલેરીનના સહશોધક અને 1996ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન રસાયણવિદ. તેમણે હ્યુસ્ટન(ટૅક્સાસ)ની રાઇસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1954માં બી.એ.ની પદવી મેળવી હતી. ત્યારબાદ 1957માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા ઍટ બર્કલીમાંથી…
વધુ વાંચો >કાર્બ-ફૉસ્ફરસ સંયોજનો
કાર્બ-ફૉસ્ફરસ સંયોજનો : કાર્બન-ફૉસ્ફરસ (C-P) બંધ ધરાવતા કે કાર્બન સાથે ઑક્સિજન મારફત ફૉસ્ફરસનું જોડાણ (C-O-P) થયું હોય તેવાં સંયોજનો. કાર્બ-ફૉસ્ફરસ સંયોજનોમાં કાર્બન ઉપરાંત ફૉસ્ફરસના એક યા વધુ પરમાણુઓ હોય છે. આવાં સંયોજનો કાર્બનિક સંયોજનોથી ભૌતિક ગુણધર્મો બાબતે ખાસ જુદાં પડતાં નથી. કાર્બ-ફૉસ્ફરસ સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : (1) જેમાં…
વધુ વાંચો >કોહ્ન વૉલ્ટર
કોહ્ન વૉલ્ટર (Kohn Walter) (જ. 9 માર્ચ 1923, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 9 એપ્રિલ 2016, સાન્તા બાર્બરા, કૅલિફૉર્નિયા) : મૂળ ઑસ્ટ્રિયાના પણ અમેરિકામાં સ્થાયી થયેલા ભૌતિકવિદ અને 1998ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1946માં તેમણે યુનિવર્સિટી ઑવ્ ટૉરેન્ટો (ઑન્ટેરિયો, કૅનેડા)માંથી અનુસ્નાતક પદવી અને 1948માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. પદવી પ્રાપ્ત…
વધુ વાંચો >ક્રુટ્ઝન, પૉલ
ક્રુટ્ઝન, પૉલ (જ. 3 ડિસેમ્બર 1933, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ; અ. 28 જાન્યુઆરી 2021, મેઇન્ઝ, જર્મની) : સમતાપમંડલીય (sratospheric) ઓઝોનના વિઘટન માટે નાઇટ્રોજન ઑક્સાઇડ સંયોજનો જવાબદાર હોવાનું નિદર્શન કરનાર અને 1995ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા ડચ રસાયણવિદ ક્રુટ્ઝને 1954માં ઍમ્સ્ટરડૅમમાંથી સિવિલ ઇજનેરીનો અભ્યાસ પૂરો કરી 1968માં મોસમવિજ્ઞાનમાં (meteorology) પીએચ.ડી. પદવી…
વધુ વાંચો >