પ્રહલાદ છ. પટેલ
લાલ, દેવેન્દ્ર
લાલ, દેવેન્દ્ર (જ. 14 ફેબ્રુઆરી 1929, વારાણસી, ઉત્તર પ્રદેશ) : ખ્યાતિપ્રાપ્ત ભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વારાણસીમાં લીધું. ત્યારબાદ 1947માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એસસી., 1949માં આ જ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને 1960માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. 1959–60 દરમિયાન કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, સાન ડિયાગો ખાતે પોસ્ટડૉક્ટરલ સંશોધન કર્યું. 1949–72 સુધી તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્…
વધુ વાંચો >લુમિયેર બંધુઓ
લુમિયેર બંધુઓ : લુમિયેર ઑગુસ્તે (જ. 1862; અ. 1954) અને લુમિયેર ઝાં લૂઈ (જ. 1864; અ. 1948). ફોટોકેમિસ્ટ્રીમાં કરેલા સંશોધન-કાર્યને લીધે ખ્યાતનામ બનેલ રસાયણશાસ્ત્રીઓ. લુમિયેર બંધુઓ બેઝાનસોન (Besancon), ફ્રાન્સમાં જન્મ્યા હતા. બંને ભાઈઓ આખી જિંદગી સાથે રહીને સંશોધન કરતા રહ્યા. 1895માં તેમણે સિનિમૅટોગ્રાફની શોધ કરી. ફિલ્મકૅમેરા, પ્રિન્ટર અને પ્રોજેક્ટરનો તેમાં…
વધુ વાંચો >લેગેટ, ઍન્થની જેમ્સ (સર)
લેગેટ, ઍન્થની જેમ્સ (સર) (Anthony James Leggett) (જ. 26 માર્ચ 1938, કેમ્બરવેલ, લંડન) : નિમ્ન તાપમાન ભૌતિકવિજ્ઞાન અને અતિતરલતા(superfluidity)ના કાર્યક્ષેત્રે પુરોગામી વૈશ્વિક અગ્રણી નેતા અને યુ.કે.ના નાગરિક. આ કાર્યની સ્વીકૃતિરૂપે વર્ષ 2003ના નોબેલ પુરસ્કારના વિજેતા. સામાન્ય અને અતિતરલ હિલિયમ પ્રવાહી અને પ્રબળ રીતે યુગ્મિત (coupled) અતિતરલો માટેની સૈદ્ધાંતિક સમજૂતીને સુંદર ઓપ…
વધુ વાંચો >લેપ્ટૉન
લેપ્ટૉન : યથાર્થ મૂળભૂત કણોના ત્રણ પરિવાર (સમૂહ). કેટલાક કણોને મૂળભૂત તરીકે લેવામાં આવે છે. પણ ખરેખર અર્થમાં મૂળભૂત કણો એટલે લેપ્ટૉન, જે હકીકતમાં મૂળભૂત પ્રકૃતિ ધરાવે છે. તેમની આંતરિક સંરચના કે અવકાશમાં તેમના વિસ્તરણ વિશે કોઈ અણસાર મળતો નથી. લેપ્ટૉન બિંદુવત્ કણો છે. આથી હલકામાં હલકા છે. લેપ્ટૉન પરિવાર…
વધુ વાંચો >લેમિત્રે, જ્યૉર્જ
લેમિત્રે, જ્યૉર્જ (જ. 1894, બેલ્જિયમ; અ. 1966, બેલ્જિયમ) : વિશ્વની ઉત્પત્તિનો સિદ્ધાંત એટલે કે મહાવિસ્ફોટ(big-bang)ની ઘટનાનું સૂચન કરનાર ખ્યાતનામ બેલ્જિયન બ્રહ્માંડવિદ (cosmologist). યુ.એસ. ખગોળવિદ ઍૅડ્વિન હબ્બલે દર્શાવ્યું કે વિશ્વ હરદમ વિસ્તરતું જાય છે, પણ લેમિત્રેએ જણાવ્યું કે વિશ્વની ઉત્પત્તિ મહાવિસ્ફોટથી થઈ અને ત્યારબાદ તેનું નિરંતર વિસ્તરણ ચાલુ રહ્યું છે. મહાવિસ્ફોટનો…
વધુ વાંચો >લૉરેન્ઝ, હૅન્ડ્રિક આન્ટૂન
લૉરેન્ઝ, હૅન્ડ્રિક આન્ટૂન (જ. 18 જુલાઈ 1853, એમ્હેમ, હૉલેન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1928) : વિકિરણ ઘટનાઓ ઉપર ચુંબકત્વની અસરને લગતા સંશોધન દ્વારા કરેલી ઉત્કૃષ્ટ સેવા અને તેની સ્વીકૃતિ બદલ 1902નું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ ભૌતિકવિજ્ઞાની. નવ વર્ષની ઉંમરે માતાનું અવસાન થતાં તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે…
વધુ વાંચો >વાઇનબર્ગ, સ્ટીવન
વાઇનબર્ગ, સ્ટીવન (જ. 3 મે 1933, ન્યૂયૉર્ક સિટી) : મૂળભૂત કણો વચ્ચે પ્રવર્તતી વિદ્યુતચુંબકીય અને મંદ (weak) આંતરક્રિયા માટે એકીકૃત (unified) સિદ્ધાંત તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપનાર અમેરિકન વિજ્ઞાની. બીજી બાબત, સાથે મંદ તટસ્થ પ્રવાહની આગાહીનો પણ સમાવેશ થાય છે. આ કાર્ય તેમણે અમેરિકન વિજ્ઞાની ગ્લેશૉવ તથા પાકિસ્તાની વિજ્ઞાની અબ્દુસ…
વધુ વાંચો >વાડિયા, દારાશા નોશેરવાન
વાડિયા, દારાશા નોશેરવાન (જ. 25 ઑક્ટોબર 1883, સૂરત; અ. 15 જૂન 1969) : મૂળ ગુજરાતી પારસી. ભારતના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. ભારતીય પ્રાદેશિક ભૂસ્તરશાસ્ત્રના તેમના માહિતીપ્રદ અભ્યાસ અને રજૂઆત માટે જાણીતા. ઉચ્ચ શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું. 1903માં બી.એસસી. અને 1906માં એમ.એસસી. થયા. 1947માં દિલ્હી યુનિવર્સિટી અને 1967માં અલીગઢ યુનિવર્સિટીએ ડૉક્ટર ઑવ્ સાયન્સની…
વધુ વાંચો >વાન દર મીર સિમોન
વાન દર મીર સિમોન (જ. 24 નવેમ્બર 1925, હેગ, નેધરલૅન્ડ્ઝ) : મંદ આંતરક્રિયા સાથે સંકળાયેલ ક્ષેત્રીય કણો W અને Zની શોધ બદલ, રૂબિયા કાર્લોની ભાગીદારીમાં 1984નો ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ ભૌતિકવિજ્ઞાની. તેમણે યુનિવર્સિટી ઑવ્ ટેક્નૉલોજી, ડેલ્ફટ ખાતેથી શિક્ષણ મેળવ્યું. તે પછી ફિલિપ્સ ફિઝિકલ લૅબોરેટરી(આઇન્ધોવન)માં 1952થી 1956 સુધી તેમણે…
વધુ વાંચો >વાન દર વાલ્સ, યોહાનેસ ડિડેરિક
વાન દર વાલ્સ, યોહાનેસ ડિડેરિક [જ. 23 નવેમ્બર 1837, લેડન (Leiden), હોલૅન્ડ; અ. 8 માર્ચ 1923, ઍમ્સ્ટરડૅમ] : વાયુઓ અને પ્રવાહીઓ માટે અવસ્થા-સમીકરણ ઉપર કરેલ કાર્ય બદલ 1910ની સાલનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ વિજ્ઞાની. વાન દર વાલ્સનો પરિવાર અત્યંત ગરીબ હતો; તેથી જાતે જ ઘરે અભ્યાસ કરવો પડ્યો હતો.…
વધુ વાંચો >