પ્રવીણચંદ્ર પરીખ

સ્યંભદ્વાર

સ્યંભદ્વાર : યોગસાધનામાં સુરતિ-નિરતિનો પરિચય થયા પછી ખૂલતું દ્વાર. સામાન્ય અર્થમાં એને સિંભુદ્વાર, સિંહદ્વાર, સ્વયંભૂ દ્વાર પણ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે બેગમપુરમાં પ્રવેશ કરવા માટે કોઈને કોઈ દ્વારા હોય અને જ્યારે એ રાણીનું અંતઃપુર હોય તો પછી પ્રવેશ દ્વાર તો સિંહદ્વાર જ હોય. સહસ્રારમાં…

વધુ વાંચો >

સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય

સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય : શ્રી સહજાનંદ સ્વામીએ પોતે સ્થાપેલા ભક્તિમાર્ગને અને સંપ્રદાયને દૃઢ કરવા અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી વાસુદેવ નારાયણના સાકાર સ્વરૂપની ઉપાસનાનું પ્રવર્તન કરવા વિવિધ સ્થળોએ સ્થાપેલાં શાસ્ત્રીય સ્વરૂપનાં મહા મંદિરો અને તેનું સંપ્રદાયમાં આ જ દિન સુધીનું અનુસંધાન. ભક્તોની રક્ષા કરવા અને એકાંતિક ધર્મની સ્થાપના કરવા અવતાર ધારણ…

વધુ વાંચો >

હયગ્રીવ (બૌદ્ધદેવતા)

હયગ્રીવ (બૌદ્ધદેવતા)  : આ બૌદ્ધ દેવનાં બે સ્વરૂપોની મૂર્તિઓ પ્રાપ્ત થાય છે. દેવ જ્યારે પોતાના મસ્તક પર અમિતાભ બુદ્ધને ધારણ કરે છે ત્યારે તે સ્વરૂપ સપ્તસટિક હયગ્રીવ તરીકે ઓળખાય છે. રક્તવર્ણના આ દેવ એક મુખ અને ત્રિનેત્ર ધરાવે છે. મુખ પર દાઢી છે. કંઠમાં ખોપરીઓની માળા ધારણ કરેલી છે. તેમના…

વધુ વાંચો >

હયગ્રીવ (વિષ્ણુ)

હયગ્રીવ (વિષ્ણુ) : હયગ્રીવ રાક્ષસને મારવા એના જેવું જ સ્વરૂપ ધારણ કરેલા અષ્ટભુજ વિષ્ણુ. આ સ્વરૂપનું મૂર્તિવિધાન આપતાં વિષ્ણુધર્મોત્તર જણાવે છે કે હયગ્રીવનો વર્ણ શ્વેત હોય છે અને તેઓ નીલવર્ણનાં વસ્ત્રો ધારણ કરે છે. એમને અશ્વમુખ અને આઠ હાથ હોય છે જેમાંના ચારમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હોય છે.…

વધુ વાંચો >

હરિવંશ

હરિવંશ : સૌતિએ રચેલું મહાભારતનું ખિલ (પરિશિષ્ટ) પર્વ. સોળ હજાર શ્લોકોથી અધિક બૃહદ્ આ ગ્રંથ છે. વ્યાસ અને વૈશંપાયને જે મહાભારત ગ્રંથની રચના કરી એમાં મહાભારતના યુદ્ધનો પૂરો વૃત્તાંત અપાયો છે પરંતુ કૃષ્ણ અને યાદવ વંશ વિશે એમાં ખાસ માહિતી નથી. આ કમીને પૂરી કરવા માટે સૌતિએ હરિવંશની રચના કરી.…

વધુ વાંચો >

હરિશ્ચન્દ્ર 

હરિશ્ચન્દ્ર  : ઇક્ષ્વાકુ વંશનો પૌરાણિક રાજા. એ રાજા ત્રિશંકુ કે રાજા સત્યવ્રતનો પુત્ર હોવાનું કહેવાય છે. પહેલાં એના પુરોહિત તરીકે વિશ્વામિત્ર હતા. પછી એણે વશિષ્ઠને પોતાના પુરોહિત બનાવ્યા. આથી અપમાનિત થયેલા વિશ્વામિત્રે અનેક રીતે બદલો લેવા અંગેની કથાઓ પ્રચલિત છે. વિશ્વામિત્રને પ્રસન્ન કરવા હરિશ્ચન્દ્રે પોતાની સઘળી સંપત્તિ વિશ્વામિત્રને અર્પણ કરી…

વધુ વાંચો >

હરિહરિહરિવાહન

હરિહરિહરિવાહન : બોધિસત્વ અવલોકિતેશ્વરનું વિશિષ્ટ મૂર્તિ સ્વરૂપ. શ્વેતવર્ણનું આ સ્વરૂપ ષડ્ભુજ છે. તેમના વાહનમાં સિંહ, ગરુડ અને વિષ્ણુને દર્શાવ્યા છે. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તેમના મસ્તકે જટામુકુટ અને શરીરે સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરેલાં હોય છે. જમણી બાજુના એક હાથમાં તથાગતનું સ્વરૂપ, બીજા હાથમાં અક્ષમાલા અને ત્રીજો હાથ વ્યાખ્યાન મુદ્રામાં હોય છે.…

વધુ વાંચો >

હલાહલ

હલાહલ : ચીનમાં પ્રચલિત અવલોકિતેશ્વર બોધિસત્વનું વિશિષ્ટ મૂર્તિસ્વરૂપ. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે (લલિતાસનમાં બેઠેલ) આ સ્વરૂપનો વર્ણ શ્વેત છે. તેઓ ત્રિમુખ અને ષડ્ભુજ છે. જમણી બાજુનું મુખ નીલવર્ણનું, ડાબી બાજુનું મુખ રક્તવર્ણનું અને મધ્ય મુખ શ્વેત હોય છે. મસ્તક પાછળ પ્રભામંડળ હોય છે. મસ્તક પર મુકુટમાં અમિતાભ ધ્યાની બુદ્ધને ધારણ કરેલા…

વધુ વાંચો >

હાથી ગુફાનાં શિલ્પો

હાથી ગુફાનાં શિલ્પો : ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની ટેકરીઓમાં કોતરાયેલ 35 ગુફાઓ પૈકીની હાથી ગુફા કે ગણેશ ગુફા નામે પ્રસિદ્ધ મુખ્ય ગુફામાં કંડારાયેલ રાજપરિવારને લગતાં શિલ્પો. હાથી ગુફા અહીંની ગુફાઓમાં સૌથી અગત્યની છે. એના પગથિયાંની બંને બાજુએ હાથીઓની શ્રેણી કંડારેલી છે. એમાં ચેદિવંશના રાજા ખારવેલનો ઈ. સ.…

વધુ વાંચો >

હાથીદાંતનો હુન્નર

હાથીદાંતનો હુન્નર : હાથીદાંત પર કોતરણીયુક્ત કૃતિઓનું સર્જન અને વ્યાપાર. હાથીદાંત પરનું કોતરકામ ભારતમાં ઘણા પ્રાચીન કાળથી જાણીતું હતું. હડપ્પા સભ્યતાના ખોદકામોમાંથી પણ હાથીદાંત પરની કોતરણીના અનેક નમૂનાઓ મળ્યા છે. ભારતમાં હાથીદાંત પર કોતરણી કરનાર વર્ગને ‘દંતકાર’, ‘દંતઘાટક’ વગેરે નામે ઓળખવામાં આવતો. વાત્સ્યાયન કામસૂત્રમાં કાલિદાસ અને માઘની કૃતિઓમાં હાથીદાંતનાં રમકડાંનો…

વધુ વાંચો >