પ્રવીણચંદ્ર પરીખ
શુચીન્દ્રમ
શુચીન્દ્રમ : કન્યાકુમારીથી લગભગ 15 કિમી. દૂર શુચીન્દ્રમ નામના સ્થાને શિવનું એક મહામંદિર આવેલું છે. અહીંના શિવલિંગ અંગે અનુશ્રુતિ છે કે બાણાસુરે તપ કરી શિવને પ્રસન્ન કર્યા અને કોઈ કન્યા દ્વારા જ પોતાનું મૃત્યુ થાય એવું વરદાન મેળવ્યું. ત્યાર પછી તે ઘણો અત્યાચારી થઈ ગયો. ભયભીત દેવતાઓ વિષ્ણુને શરણે ગયા…
વધુ વાંચો >શૂન્યવાદ
શૂન્યવાદ : બધી ધારણઓમાં વિરોધી ધર્મોની ઉપસ્થિતિ છે, આથી બધું શૂન્ય છે એવો મતવાદ. મહાયાન બૌદ્ધ સંપ્રદાય માધ્યમિક (શૂન્યવાદી) અને વિજ્ઞાનવાદ (યોગાચાર) એવી બે શાખાઓમાં વિભાજિત છે. એમાં શૂન્યવાદના પ્રબળ પ્રતિપાદક આચાર્ય નાગાર્જુન ઈ. સ.ની બીજી સદીમાં થઈ ગયા. નાગાર્જુને ‘માધ્યમિકશાસ્ત્ર’ની રચના કરી, તેના દ્વારા શૂન્યવાદને દાર્શનિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત કર્યો.…
વધુ વાંચો >શૃંગેરી
શૃંગેરી : બૅંગાલુરુ-પૂના રેલવે માર્ગ પર બિરૂદ સ્ટેશનથી 120 કિમી. દૂર આવેલ ભારતનું પ્રસિદ્ધ સાંસ્કૃતિક કેન્દ્ર. આદિ શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો દક્ષિણનો મઠ શૃંગેરીમાં સ્થાપેલો છે. તુંગભદ્રા નદીને કિનારે આ નાનું નગર વસેલું છે. નદી પર પાકા ઘાટ બનેલા છે. ઘાટની ઉપર જ શંકરાચાર્યનો મઠ આવેલો છે. મઠના પરિસરમાં…
વધુ વાંચો >શૈવાગમ
શૈવાગમ : શૈવમત-પ્રતિપાદક શાસ્ત્રો. ઉપ-આગમો સહિતનાં આગમોની સંખ્યા 200 કરતાં પણ વધુ છે. તેમની રચના ઈ. સ.ની સાતમી સદીથી આરંભાઈ અને સમય જતાં એમાંથી તમિળ શૈવ, વીર શૈવ અને કાશ્મીરી શૈવ મતોનો વિકાસ થયો. આગમો અનુસાર એમની રચના સ્વયં શિવે અને દુર્વાસા ઋષિએ કરી હતી. જોકે શિવની ઉપાસના તો આગમો…
વધુ વાંચો >શ્રવણકુમાર
શ્રવણકુમાર : પુરાણોમાં વર્ણિત અંચકમુનિના માતૃ-પિતૃ ભક્તિના આદર્શરૂપ વિખ્યાત પુત્ર. તેઓ પોતાનાં અંધ માતા-પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવવા નીકળ્યા હતા. એક દિવસ તે વનમાં એક સરોવરમાંથી માતા-પિતા માટે જળ લેવા ગયા. વનમાં અયોધ્યાના રાજા દશરથ શિકાર અર્થે આવ્યા હતા. શ્રવણકુમારે જ્યારે ઘડો પાણીમાં ડુબાડ્યો ત્યારે એનાથી નીકળતો અવાજ મૃગના અવાજ…
વધુ વાંચો >ષટ્કર્મ
ષટ્કર્મ : બ્રાહ્મણાદિ વર્ગો માટે આચરણ પરત્વે જીવનયાપન અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટેનાં વિહિત કર્મો. સાધનાપદ્ધતિઓ અને દાર્શનિક ચિંતનપ્રણાલીના ભેદને ષટકર્મોના નિર્ધારણમાં ફરક વરતે છે. વૈદિક કર્મકાંડના સમયે બ્રાહ્મણ માટેનાં ષટકર્મોમાં ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન દેવું આ ષટકર્મોનું વિધાન હતું. પાછળના સમયમાં અર્થવ્યવસ્થા જટિલ થતાં…
વધુ વાંચો >ષટ્ચક્ર
ષટ્ચક્ર : ભારતીય યોગ પરંપરામાં યોગસાધકે પોતાની કુંડલિની શક્તિને જાગ્રત કરીને સહસ્રારચક્રમાં બિરાજતા પરમ શિવ સાથે એકાકાર થવા માટે ભેદવાનાં દેહમાં આવેલાં છ ચક્રો. હઠયોગીને તો આ ષટચક્રના ભેદનમાં મુક્તિ વરતાય છે. આ છ ચક્રોની વિભાવના તંત્રગ્રંથોમાં ખૂબ સૂક્ષ્મપણે અને વિસ્તારથી સમજાવેલી છે. માનવદેહને ઉપર-નીચેથી અર્ધો અર્ધો વિભાજિત કરવાનો કલ્પવામાં…
વધુ વાંચો >સત્તારી સિલસિલા
સત્તારી સિલસિલા : શાહ અબ્દુલ્લા સત્તારી (મૃ. ઈ. સ. 1485) એ હિંદમાં પ્રવર્તાવેલો એક સૂફી પંથ. 15મી–16મી સદીઓ દરમિયાન હિંદમાં ત્રણ અગત્યનાં ધાર્મિક આંદોલનો ઉદભવ્યાં : (1) સત્તારી સિલસિલા, (2) મહાદેવી આંદોલન અને (3) રોશનિયા સંપ્રદાય. હિંદુઓમાં વ્યાપકપણે પ્રચલિત થયેલા ભક્તિ-આંદોલનની ભાવનાનું તેમનામાં પ્રતિબિંબ પડ્યું હતું. સત્તારીપંથને શાહ અબ્દુલ્લા સત્તારીએ…
વધુ વાંચો >સત્યકામ
સત્યકામ : ઉપનિષદકાલના એક પ્રખ્યાત તત્વદર્શી, જેઓ પોતાની સત્યવાદિતાને કારણે પ્રસિદ્ધ છે. તેઓ ગૌતમઋષિ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા ગયા ત્યારે ઋષિ એમનું ગોત્ર પૂછતાં સત્યકામે નિર્ભય થઈને જવાબ આપ્યો કે મને મારા ગોત્રની ખબર નથી. મારી માતાનું નામ જાબાલા છે અને મારું નામ સત્યકામ છે. મારા પિતા પોતાની યુવાવસ્થામાં જ…
વધુ વાંચો >સત્યભામા
સત્યભામા : શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ પૈકીની બીજી પટરાણી જે યાદવ રાજા સત્રાજિતની કન્યા હતી. સત્રાજિતને સૂર્ય પાસેથી સ્યમંતક મણિ પ્રાપ્ત થયો હતો, જે ચોરાઈ જતાં સત્રાજિતે ચોરીનો જૂઠો આરોપ શ્રીકૃષ્ણને માથે નાખ્યો પરંતુ જ્યારે ખબર પડી કે શ્રીકૃષ્ણ નિર્દોષ છે તો એણે શ્રીકૃષ્ણની ક્ષમા માગી અને પોતાની કન્યા સત્યભામાના લગ્ન…
વધુ વાંચો >