પ્રવીણચંદ્ર પરીખ
યક્ષ (પાલિ યખ્ખ, ગુજરાતી જખ) :
યક્ષ (પાલિ યખ્ખ, ગુજરાતી જખ) : ભારતની ધાર્મિક પરંપરાઓ અનુસાર દિવ્ય ખજાનાઓના રક્ષક અને ધનસંપત્તિના દાતા, ઉપદેવતા. હિંદુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોમાં યક્ષોનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે. હિંદુ ધર્મમાં દેવોના દેવો, ગણદેવો અને ઉપદેવો એ ત્રણ વર્ગો મનાય છે. યક્ષોની ગણના ઉપદેવોમાં કરવામાં આવે છે. મહાભારતમાં તેમને શૂદ્રદેવતા કહ્યા…
વધુ વાંચો >યજ્ઞપુરુષ
યજ્ઞપુરુષ : સમષ્ટિરૂપ સ્થૂળ જગતની પ્રતિકૃતિરૂપ યજ્ઞ. ઋગ્વેદમાં ઋષિઓએ યજ્ઞને સમષ્ટિરૂપ પુરુષ કહ્યો છે. ચંદ્રમા એનું મન છે, સૂર્ય એની આંખ છે, વાયુ એના કર્ણ છે અને પ્રાણ તેમજ અગ્નિ એનું મુખ છે. આ રીતે વૈદિક યજ્ઞપુરુષ યજ્ઞદેવના પ્રતીકરૂપ હતા. યજ્ઞ-ફળમાં પણ એથી એમનો ભાગ ગણાતો. યજ્ઞપુરુષ આ મહત્તાને કારણે…
વધુ વાંચો >યજ્ઞશાળા
યજ્ઞશાળા : યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટેનો અલાયદો ખંડ કે મંડપ. વેદકાળમાં યજ્ઞશાળા રૂપે ઘરનો એક ખંડ પ્રયોજાતો અને તેમાં નિત્ય અને નૈમિત્તિક એમ બંને પ્રકારના હોમ કરવામાં આવતા. મોટા ઉત્સવો, પર્વો તેમજ જાહેર અને વિશિષ્ટ યાજ્ઞિક અનુષ્ઠાનો કરવા પ્રસંગે અલગ યજ્ઞમંડપ ઊભો કરાતો. તેમાં મધ્યમાં યજ્ઞકુંડની રચના શુલ્વાદિસૂત્ર ગ્રંથાનુસારે થતી.…
વધુ વાંચો >યશોદા
યશોદા : વ્રજના ગોપ જાતિના પ્રમુખ નંદગોપની પત્ની, જેણે બાલકૃષ્ણનું પાલનપોષણ કર્યું હતું. કંસના કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થયો તે સમયે યશોદાએ પણ એક કન્યાને જન્મ આપ્યો હતો. વસુદેવ કૃષ્ણને યશોદા પાસે મૂકીને એ કન્યાને લઈ આવ્યા હતા. પુરાણો પ્રમાણે પૂર્વજન્મમાં નંદ-યશોદા ક્રમશઃ વસુઓના પ્રમુખ દ્રોણ અને તેની પત્ની ધરા હતાં.…
વધુ વાંચો >યશોધરા
યશોધરા : સિદ્ધાર્થ ગૌતમની પત્ની અને એમના પુત્ર રાહુલની માતા. બૌદ્ધ સાહિત્યમાં એને સુભદ્રકા, બિંબા અને ગોપા પણ કહેલ છે. તેનો અને સિદ્ધાર્થનો જન્મ એક જ દિવસે થયો હતો. 16 વર્ષની વયે તેનું સિદ્ધાર્થ સાથે લગ્ન થયું હતું. યશોધરાને સિદ્ધાર્થથી રાહુલ નામે પુત્ર જન્મ્યો હતો. સિદ્ધાર્થને જીવનની અસારતા જણાતાં તેમણે…
વધુ વાંચો >યારીસાહેબ
યારીસાહેબ (જ. ઈ. સ. 1668; અ. ઈ. સ. 1723) : બાવરી પંથના દિલ્હી કેન્દ્રના પ્રસિદ્ધ સંત. એમનું વાસ્તવિક નામ યાર મુહમ્મદ હતું. તેઓ સંભવતઃ કોઈ શાહી પરિવાર સાથે સંકળાયેલા હતા. ત્યાંથી ઐશ્વર્યમય જીવન ત્યજીને સંતજીવનનો સ્વીકાર કર્યો. યારીસાહેબના પાંચ શિષ્યો પ્રસિદ્ધ હતા : કેશવદાસ, સૂફીશાહ, શેખન શાહ, હસનમુહમ્મદ અને બૂલાસાહેબ.…
વધુ વાંચો >યાસ્કાચાર્ય
યાસ્કાચાર્ય (ઈ. સ. પૂર્વેની આઠમી સદી) : એક પ્રખ્યાત ગ્રંથકાર શબ્દાર્થ શાસ્ત્રી. યારસ્કાર દેશના રહેવાસી હોવાથી તેઓ યારસ્કર પણ કહેવાતા હતા. યાસ્કે પ્રજાપતિ કશ્યપના ગ્રંથ ‘નિઘંટુ’ પર પોતાનો પ્રસિદ્ધ ગ્રંથ ‘નિરુક્ત’ લખ્યો. આ ગ્રંથ વેદોનું તાત્પર્ય સ્પષ્ટ કરનારો સહુથી પ્રાચીન ગ્રંથ મનાય છે. તેઓ પાણિનિ પહેલાં થયેલા છે અને એમને…
વધુ વાંચો >યુગલિક
યુગલિક : મધ્યકાળમાં ટપાલને એક ગામથી બીજે ગામ લઈ જનાર દોડતો હલકારો. ‘પ્રબંધચિંતામણિ’માં તેમનો અધિકારીમાં સમાવેશ થતો હોવાનું જણાવ્યું છે. તેઓ ઘણું કરીને સરકારી પત્રાદિને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડતા. કુમારપાલના સમય(1143–1174)માં મેરુતુંગ કહે છે કે કુમારપાલની જ્યારે સકળ જૈન સંઘના પ્રમુખ તરીકે વરણી થઈ ત્યારે તેણે બધા જૈન તીર્થોની…
વધુ વાંચો >રઘુ
રઘુ : અયોધ્યાનો ઇક્ષ્વાકુ વંશનો પ્રસિદ્ધ રાજા. પૌરાણિક અનુશ્રુતિ મુજબ રાજા દિલીપને દિવ્ય નંદિની ગાયની સેવા કરવાના ફળરૂપે આ પુત્ર પ્રાપ્ત થયો હતો. તે બચપણથી જ ઘણો પ્રભાવશાળી હતો અને કિશોરવયે તેણે પિતાએ કરેલા અશ્વમેધમાં યજ્ઞના ઘોડાની રક્ષા કરવાની જવાબદારી સંભાળી હતી. દિલીપ પછી રાજગાદીએ આવતાં તેનો પ્રતાપ વધ્યો. તેણે…
વધુ વાંચો >રણથંભોર
રણથંભોર (જિ. જયપુર, રાજસ્થાન) : ઐતિહાસિક દુર્ગ. સવાઈ માધોપુર નગરથી 10 કિલોમીટર અને અલ્વરથી 37 કિલોમીટર દૂર ગાઢ જંગલો વચ્ચે આ દુર્ગ આવેલો છે. સીધી ઊંચી પહાડી પર લગભગ 15 કિલોમીટરનો ઘેરાવો ધરાવતા આ દુર્ગને ફરતી ત્રણ કુદરતી ખાઈઓ છે, જેમાં જળ વહ્યા કરે છે. આ કિલ્લો દુર્ગમ છે અને…
વધુ વાંચો >